
Banaskantha electrocution: બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના ઉંમરી ગામે ખેતરમાંથી એક મહિલા સહિત બે બાળકોને કરંટ લાગતાં મોત થયા છે. હેવી વીજ લાઈનનો કરંટ પાણી સાથે ખેતરમાં પ્રસરી જતાં મોતને ભેટ્યા છે.
મળતી જાણકારી અનુસાર કાંકરેજ તાલુકાના ઉંમરી ગામે ખેતરમાં એક મહિલા પશુઓમાં માટે ઘાસચારો કાપી રહી હતી. ત્યારે ખેતરમાં પાણી પણ ચાલુ હતુ. આ દરમિયાન હેવી વીજ લાઈનનો કરંટ મહિલાને લાગતાં મોતને ભેટી હતી. સાથે સાથે બે બાળકોને પણ કરંટ લાગ્યા હતો. જેમાં એક મહિલાના પુત્રનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય પાડોશીની બાળકીનો સમાવેશ થાય છે. મૃતક માતા-પુત્ર અને પાડોશીની બાળકીના મૃતદેહોને શિહોરી હોસ્પિટલ ખસેડાયા હતા. હાલ શિહોરી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મૃતકના નામ
વિદ્યાબા વાઘેલા, પાડોશી
રોહિતભા વાઘેલા, પુત્ર
અનંતરાબા વાઘેલા, માતા
આ પણ વાંચોઃ અંકલેશ્વર GIDCમાં મોટી આગ ભભૂકી, બે કંપનીઓના પ્લાન્ટમાં કરોડોનું નુકસાન
આપણ વાંચોઃ 10 લાખ લોકોને કુતરાઓએ કરડી ખાધા, 600 કરોડનો ખર્ચ | dogs bites | Gujarat |
આ પણ વાંચોઃ Somnath: તંત્રનું જુલમ, પહેરેલા કપડે લોકો ઘરોમાંથી બહાર નીકળી ગયા, રેલવે સ્ટેશનની બાજુમાં શું થઈ રહ્યું છે?
આ પણ વાંચોઃ આણંદના ભાજપ નેતાનો પુત્ર વડોદરમાં દારુ પીતા ઝડપાયો, મિત્રો સાથે ચાલુ કારમાં દારૂ પાર્ટી માણી | Vadodara
આ પણ વાંચોઃ વક્ફ બીલનો ગુજરાત સહિત દેશભરમાં વિરોધ, મુસ્લીમ સમુદાય શું કહે છે? | Waqf Bill