HNGU યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને AIથી ચોરી કરાવી: યુવરાજસિંહે 800 કોલેજોમાં સામે કર્યા સવાલ | Yuvrajsinh Jadeja

Yuvrajsinh Jadeja accused:  પાટણની હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી (HNGU)માં AI(Artificial intelligence)નો ઉપયોગ થયો હોવાનો આક્ષેપ થયો છે.   AAPના નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રાંતિજની એક્સપિરિમેન્ટલ કોલેજ ઓફ એજ્યુકેશનમાં થયેલી ગેરરીતિનો પર્દાફાશ કર્યો છે. આક્ષેપ છે કે વિદ્યાર્થીઓએ પરીક્ષા દરમિયાન મોબાઈલમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરી જવાબો લખ્યા હતા. વધુમાં આક્ષેપ થયા છે કે HNGUની 800 કોલેજોમાં આવી જ રીતે પરીક્ષાઓ યોજાય છે. આ મોટો ઘટસ્ફોટ થતાં રાત-દિવસ એક કરી વિદ્યાર્થીઓ મહેનત કરે છે, તેના પર પાણી ફરી જાય છે. પ્રામાણિક વિદ્યાર્થીઓનો પણ આનો ભોગ બને છે. વારંવાર ગુજરાતમાં આવી ઘટનાઓ બની રહી છે. તેમ છતાં સરકાર નઠોર બની રહી છે.

જાણવા મળી રહ્યું છે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીની સંલગ્ન કોલેજના યુવરાજસિંહ પાસે 24 વીડિયો પુરાવા છે. જેમાં સંસ્થાના સંચાલકો અને વહીવટકર્તાઓ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે સાહિત્ય પૂરું પાડે છે. અશ્વિન પટેલ અને સંજય પટેલ નામના વ્યક્તિઓએ વિદ્યાર્થીઓને વ્હોટ્સએપ દ્વારા અગાઉથી જ પેપર મોકલી આપ્યા હતા. AIનો ઉપયોગ કરી જવાબો લખવા મુદ્દે યુવરાજસિંહના જણાવ્યા મુજબ, HNGUની 800 કોલેજોમાં આવી જ રીતે પરીક્ષાઓ યોજાય છે. યુનિવર્સિટીના અધિકારીઓ આ બધું જાણવા છતાં ચૂપ છે.

પ્રકરણ કેવી રીતે બહાર આવ્યું?

યુવરાજસિંહે આક્ષેપ કર્યા હતા કે ચાલુ પરીક્ષા દરમિયાન સંચાલોકો દ્વારા ચોરી કરવામાં આવે છે તથા મોબાઇલ અને પુસ્તકો સાથે ચોરી કરીને પરીક્ષા આપી રહ્યા છે. મોબાઇલમાં કોલેજના પરીક્ષાર્થીઓનું વોટ્સએપ ગ્રુપ બનાવી પરીક્ષાના સમય અગાઉ જ પેપર મૂકી દેવામાં આવે છે અને પુસ્તક માં ક્યાં પ્રશ્નોનો જવાબ ક્યાં પેજ નંબર ઉપર આપવામાં આવેલ છે તેની ચર્ચાઓ કરવામાં આવે છે તથા ચાલુ પરીક્ષા દરમિયાન પરીક્ષાના પ્રશ્નના જવાબોની આપ-લે કરવામાં આવે છે.

હેમ.ઉ.ગુ.યુનિવર્સીટી સંલગ્ન કોલેજ, એક્સપેરિમેન્ટલ સાઇન્સ એમ.એસ. સી. કોલેજ જે પ્રાંતિજ મુકામે આવેલી છે જ્યાં ગત તારીખ 27 માર્ચથી 2 એપ્રિલ સુધી એમ.એસ.સી. સેમેસ્ટર-4 ની યુનિવર્સિટી દ્વારા વિવિધ વિષયોની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. આ દરેક વિષયોની પરીક્ષામાં સંસ્થાએ વિદ્યાર્થીઓને નકલ/ચોરી કરવામાં મદદ કરી હતી. સંસ્થાએ પરીક્ષા આપતા દરેક વિદ્યાર્થીને નકલ કરવા માટે મટીરીયલ(પુસ્તક) આપ્યા હતા. તથા મોબાઈલ ફોનમાંથી જોઈને લખવાની પરવાનગી આપી હતી.

યુવરાજસિંહે વધુમાં આક્ષેપ કરતાં સોશિયલ મિડિયામાં લખ્યું છે કે છાસવારે ચર્ચામાં આવતી આ પ્રકારની બેદરકારી કરતી કોલેજ HNGU અંતર્ગત આવતા સંસ્થાનો છે અને સત્તાધીશોને બધી બાબત ખ્યાલ હોવા છતાં ધૃતરાષ્ટની ભૂમિકામાં શા માટે છે તે ખ્યાલ નથી આવતો? મૂળ વાંક તો HNGU યુનિવર્સિટીનો છે, આવી ભૂતકાળમાં અનેક ફરિયાદ મળી તો પણ કોઈ પ્રકારના પગલાં લેવામાં નથી આવ્યા!

યુવરાજસિંહની શું માગણી?

HNGU અંતર્ગત આવતી તમામ કોલેજના પરીક્ષા દરમિયાનના CCTV જમા કરાવવામાં આવે.

એક્સપેરિમેન્ટલ કોલેજ તો ફક્ત એક દાખલારૂપ છે. બાકી તમામ કોલેજમાં આવી લાલિયાવાડી જ ચાલે છે, આવી સંસ્થા વિરુદ્ધ કડક કાર્યવાહી કરી જરૂરી પ્રતિબંધ લગાડવો.

તમામ કોલેજના પરીક્ષા દરમિયાનના તમામ CCTV પબ્લિક ડોમિનમાં મૂકવામાં આવે.

તમામ વિગત એકત્ર કરી જરૂરી કાર્યવાહી કરી આ સંસ્થા અને તેના સત્તાધીશો વિરોધ HNGU ફરિયાદ દાખલ કરાવે અને કડકમાં કડક કાર્યવાહી કરાવી દાખલો બેસાડે.

 

આ પણ વાંચોઃ ગુજરાતમાં 600 કરોડની ઈ-સિગારેટનો ધંધો: સરકારે પ્રતિબંધ મૂકતાં કાળા બજારિયાઓ ફાવી ગયા | Gujarat E-cigarette Ban

આ પણ વાંચોઃ Manoj Kumar: ‘ભારત કુમાર’ના અંતિમ સંસ્કાર, તેમની કેવી રહી ફિલ્મી દુનિયા?

આ પણ વાંચોઃ Khambhat: દંપતિના ઝઘડામાં પ્રેમી વચ્ચે પડ્યો: પ્રેમીએ પતિને ગૃપ્તાંગમાં લાતો મારી પતાવી દીધો

આ પણ વાંચોઃ Banaskantha: ખેતરમાંથી વીજ કરંટ લાગતા મહિલા સહિત 2 બાળકોના મોત

આ પણ વાંચોઃ અંકલેશ્વર GIDCમાં મોટી આગ ભભૂકી, બે કંપનીઓના પ્લાન્ટમાં કરોડોનું નુકસાન

Related Posts

Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો
  • December 14, 2025

Padaliya News: બનાસકાંઠા જિલ્લાના પાડલીયા ગામમાં વન વિભાગ હસ્તકની જમીનનો વર્ષો જૂનો વિવાદ હિંસક બન્યો છે અને આ જમીન મુદે સરકારી બાબુઓ અને પોલીસની ગામમાં પહોંચી ત્યારે ગામના લોકોએ ગોફણ-તીર…

Continue reading
Valsad bridge: વલસાડમાં બ્રિજનું ‘સ્કેફોલ્ડિંગ’ધડાકાભેર તૂટી પડ્યું! સ્લેબ ભરતી વખતે તૂટ્યું હોતતો શુ થાત? ગુણવત્તા ઉપર ઉઠ્યા સવાલ
  • December 12, 2025

Valsad bridge: આજકાલના બાંધકામોની ગુણવત્તા ઉપર હંમેશા સવાલો ઉઠતા રહયા છે ત્યારે ખાસ કરીને બ્રિજના નબળા બાંધકામો ઉપર સવાલો ઊઠી રહયા છે આવા સમયે વલસાડના કૈલાશ રોડ સ્થિત ઔરંગા નદી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

  • December 14, 2025
  • 18 views
Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 6 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 6 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 6 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 7 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 15 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!