
Husband murder in Jamnagar: ઉત્તર પ્રદેશમાં વારંવાર ઘટનાઓ પતિની હત્યા કરી નાખવાની બની રહી છે. ત્યારે હવે ગુજરાતમાં પણ આજ પ્રકારની ઘટના સામે આવી છે. જામનગરમાં પ્રેમીને પામવા પત્ની અને પ્રેમીએ સાથે મળી પતિને મારી નાખ્યો છે. જીપ ચાલકે જાણી જોઈને પતિને કચડી નાખ્યો છે. બંનેની પૂછપરછમાં ચોકાવનારી વિગતો સામે આવી છે. આવી ઘટનાઓ દેશમાં ચિંતાનો વિષય બની છે. કારણ કે વાંરવાર દેશના ખૂણેખૂણેથી સામે આવી રહી છે.
મૂળ કાલાવડ તાલુકાના પીઠડિયા ગામના વતની અને હાલ જામનગરમાં રણજીત સાગર રોડ પર રહેતા રવિ મારકણા(ઉ.વ. 30 ) 6 એપ્રિલે બુલેટ લઈને પોતાના વતન ગયો હતો. ત્યારે પાછા આવતી વખતે જીપચાલકે તેને જાણી જોઈને ટક્કર મારી કચડી નાખ્યો હતો. જે બાદ આરોપી કારચાલક અને સહિત મૃતકની પત્નીની પૂછપરછ કરી હતી.
જે પ્રકરણમાં પોલીસે ઊંડાણ પૂર્વકની તપાસના અંતે મૃતક રવિ મારકણાની પત્ની રીંકલ તેમજ જીપચાલક અક્ષય ડાંગરિયાએ ચોકાવનારી કબૂલાત કરી હતી. જે બાદ પોલીસ દ્વારા બંનેની ધરપકડ કરવામાં આવી હતી. પત્નીએ પોતાના પતિ સાથે છૂટાછેડા થઈ જાય તે માટેના અનેક પ્રયત્નો કર્યા હતા, પરંતુ પતિએ છૂટાછેડા આપવાની ચોખ્ખી ના પાડી દેતાં હત્યાનો પ્લાન બનાવ્યો હતો.
પત્નીએ આપી બાતમી
પત્નીએ પ્રેમીને ફોન દ્વારા જાણ કરી દીધી હતી કે તે બૂલેટ લઈને કાલાવડ ગયો છે. જેથી પ્રેમી પોતાની કાર લઈને નીકળ્યો હતો. રવિ રસ્તામાં બૂલટે લઈને મળતાં જ પાછળથી જબરજસ્ત રીતે ટક્કર મારી દીધી હતી. જે બાદ રવિનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતુ. હાલ પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ મધ્ય પ્રદેશ સરકાર હવે બાળકોને જય હિંદ બોલાવશે, દેશભક્તિ કોને શીખવાની છે જરુર? | MP School
આ પણ વાંચોઃ ગેસ સિલિન્ડરના ભાવ વધતાં AAPનો વિરોધ, બોટલ પર ભાજપની ઓળખને ઉધી કરાઈ! | LPG Gas Price Increase
આ પણ વાંચોઃ NADIAD: હસતાં મુખે શરુ કરાયેલી સીટી બસ બંધ, ફરી શરુ નહીં થાય આંદોલન કરાશે | City bus service close
આ પણ વાંચોઃ મોંઘવારીના માર વચ્ચે PM MODI શ્રીલંકામાં બેસી ક્રિકેટની ચિંતા કરે છે?
આ પણ વાંચોઃ ટ્રમ્પના ટેરિફની ગુજરાતના હીરા ઉદ્યોગ પર શું અસર થઈ રહી છે? જાણો | Trump tariffs