
Congress National Adhiveshan: ઘણા વર્ષોથી સત્તામાંથી દૂર રહેલી કોંગ્રેસ પાર્ટી સરકાર બનાવવા હવાતિયા મારી રહી છે. જો કે હવે કોંગ્રેસને ખબર પડી ગઈ છે કે મોદીના મૂળ ગુજરાતને પરખવું પડશે. કોંગ્રેસને ભાન થયું છે કે સરકાર બનાવવી હોય તો મોદીના મૂળ ગુજરાતને જીતવું પડશે. અહીંના લોકોનો વિશ્વાસ જીતવો પડશે. જેથી હવે કોંગ્રેસે મોટાપાયે અહીં આયોજન કર્યું છે. 8-9 એપ્રિલે કોંગ્રેસ ગુજરાતમાં પોતાનું અધિવેશન કરવા જઈ રહી છે. અમદાવાદમાં યોજનારા અધિવેશનમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. અધિવેશનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બે દિવસીય કાર્યક્રમમાં ત્રણ હજારથી વધુ કોંગ્રેસ કાર્યકરોને એકઠા કરવાની યોજના છે.
64 વર્ષ પછી ગુજરાતની ધરતી પર કોંગ્રેસનું અધિવેશન
સૂત્રોના જણાવ્યા અનુસાર લગભગ 64 વર્ષ પછી ગુજરાતની ધરતી પર યોજાઈ રહેલા કોંગ્રેસ સંમેલન માટે પ્રદેશ કોંગ્રેસે વિસ્તૃત તૈયારીઓ કરી છે. ઉલ્લેખનીય છે કે પાર્ટીના 139 વર્ષના ઇતિહાસમાં ગુજરાતે ફક્ત બે વાર મેગા કોન્ક્લેવનું આયોજન કર્યું છે, છેલ્લી વખત 1961માં ભાવનગરમાં આયોજિત થયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર બંને દિવસે કાર્યક્રમને લગતા રૂટ પર લોક કલાના રંગો જોવા મળશે. પ્રથમ દિવસે ગુજરાતના વિવિધ ભાગોમાંથી લોક ગાયકો અને લોક નર્તકો સરદાર પટેલ મેમોરિયલ સેન્ટર અને એરપોર્ટ ખાતે રજૂઆત કરશે.
કોંગ્રેસનું અધિવેશન ક્યારે યોજાશે?
8 એપ્રિલે સવારે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની વિસ્તૃત બેઠક શાહીબાગમાં સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ ખાતે યોજાશે. જ્યારે સાંજે શીર્ષ નેતાઓ સાબરમતી આશ્રમની મુલાકાત લઈ શકે છે, જે ગાંધીજીના 100 વર્ષના અધ્યક્ષપદ અને સરદાર પટેલની 150મી જન્મજયંતિ સાથે જોડાયેલું પ્રતીકાત્મક પગલું છે.
9 એપ્રિલે આખો દિવસ AICC પ્રતિનિધિઓની મુખ્ય બેઠક સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાશે. આ સત્રમાં 1700થી વધુ AICC સભ્યો ભાગ લેશે. આ દરમિયાન મુખ્ય ઠરાવો પસાર થશે અને પાર્ટીની ભાવિ રણનીતિ પર ચર્ચા થશે.
કોંગ્રેસ પૂરા જોશથી તૈયારી કરી રહી છે
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોંગ્રેસ પૂરી તાકાતથી તૈયારી કરી રહી છે. હકીકતમાં, ગાંધી-પટેલની ભૂમિથી, કોંગ્રેસ દેશના શાસક પક્ષના બે સૌથી શક્તિશાળી નેતાઓ, પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને તેમની ભૂમિ પર સંદેશ આપવા માંગે છે. હકીકતમાં, કોંગ્રેસ એ સંકેત આપવા માંગે છે કે તે 2027 ની ચૂંટણી માટે હવેથી રાજ્યમાં પોતાની હાજરી નોંધાવવા માંગે છે. ગુજરાતમાં બે દિવસીય કોંગ્રેસ અધિવેશનમાં રાજ્યમાં પાર્ટીના ‘સમૃદ્ધ વારસા’ને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
અધિવેશનમાં કોણ હાજરી આપશે?
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બંને બેઠકોની અધ્યક્ષતા કરશે, જેમાં કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, વિરોધી પક્ષ રાહુલ ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ અને અન્ય લોકો હાજરી આપશે. આ સંમેલન માટે, કોંગ્રેસે વિવિધ વિષયો પર પોતાની પેટા સમિતિઓની રચના કરી છે, જે પોતપોતાના વિષયો પર ચર્ચા અને વિચાર-વિમર્શ કરશે અને કોંગ્રેસ સંમેલનમાં પોતાના પરિણામોનો મુસદ્દો રજૂ કરશે. જેના આધારે પક્ષ સંમેલનમાંથી ભવિષ્યનો રોડમેપ ઠરાવ અથવા પ્રસ્તાવના રૂપમાં બહાર આવશે.
આ પણ વાંચોઃ Valsad: વાપીમાં રામનવમીની યાત્રામાં નથુરામ ગોડસેના પોસ્ટર લાગ્યા, કોના સહારે?
આ પણ વાંચોઃ MPમાં નકલી ડોક્ટરે 7 લોકોની હાર્ટ સર્જરી કરતાં મોત, આયુષ્માન યોજનાના દુર્પયોગની આશંકા
આ પણ વાંચોઃ મોદીના ગઢ ગુજરાતમાં ગાબડું પાડવા કોંગ્રેસનું અધિવેશન | Congress Adhiveshan
આ પણ વાંચોઃ Ahmedabad: જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે મકાનમાં આગ, માતા અને બાળકનું મોત
આ પણ વાંચોઃ Share Market: રુ. 19 લાખ કરોડનું નુકસાન, સેન્સેક્સ ખુલતાની સાથે જ 3000 પોઈન્ટથી વધુ ઘટ્યો