
Fire in Surat Harsh Sanghvi Society: સુરતમાં આજે સવારે એક ભીષણ આગ લાગવાની ઘટના ઘટી છે. સુરતના વેસુ વિસ્તારમાં હેપ્પી એક્સલેન્સિયા બિલ્ડિંગના આઠમા માળે આગ લાગી હતી. આગ એટલી ભીષણ છે કે બિલ્ડિંગના 3 માળ આગની ચપેટમાં આવી ગયા છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પોહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટનાસ્થળે દોડી ગયા છે. આ જ સોસાયટીમાં હર્ષ સંઘવી રહે છે.
સુરતમાં હર્ષ સંઘવીની સોસાયટીમાં લાગી ભીષણ આગ , ગૃહમંત્રી ઘટનાસ્થળે પહોંચ્યા#Surat #Vesu #Fire #HarshSanghavi #Gujarat #viralvideo #trendingreelsvideo #trendingreels #trendingvideo #viralreels #thegujaratreport pic.twitter.com/C8DPMLdgih
— The Gujarat Report (@TGujarat_Report) April 11, 2025
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. હર્ષ સંઘવીએ કહ્યું ફાયર વિભાગની 50 ટીમોએ પાણીનો મારો ચાલવી આગ પર કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા છે. હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું મારા કેટલાંક મિત્રો પણ આ બિલ્ડિંગમાં ફસાયેલા હતા. તેમને બચાવવામાં આવ્યા છે. 18 લોકોનું રેસ્ક્યૂ કરાયું છે.
સુરતના વેસુ વિસ્તારમાં હેપ્પી એક્સલેન્સિયા બિલ્ડિંગના બ્લોક U માં આગ લાગી હતી. જ્યારે G માં હર્ષ સંઘવી રહે છે. આ આગની ઘટના સવારે 6 વાગ્યે બની હતી.
આ પણ વાંચોઃ
સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે! જાણો વધુ | Rain | Saurashtra |
આ હિન્દુ યુવક રડતો રહ્યો પણ કોઈ હિંદુ મદદે ન આવ્યો, આ છે એકતા! | Vridavan
આણંદ મનપાના કર્મીઓએ પશુઓને નિર્દયતાથી માર મારતાં વિરોધ, પશુ ક્રૂરતાનો કેસ નોંધવા માંગ! | Anand
