
Vadodara liquor News: વડોદરાની વિશ્વામિત્રી નદીના કિનારે ઘણા સમયથી મોટા પ્રમાણમાં દારુ બનાવવાનો ધંધો ચાલી રહ્યો છે. અહીં નદીમાંથી ગંદુ પાણી કાઢી દારુ ગાળવામાં આવે છે. વિશ્વામિત્રી નદીના કિનારે ચાલતાં પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા માટે ગયેલા મ્યુનિસિપલ કમિશનરે ચાલતી દારૂની ભઠ્ઠીઓના ફોટા પાડી કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને કહ્યું હતુ. જેથી આજે સવારે PCBએ દરોડા પાડી દારુની ભઠ્ઠી ચલાવતાં એક શખ્સને ઝડપી પાડ્યો છે. જ્યારે બે મહિલાઓને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે. મોટી માત્રામાં દારુ ગાળવાનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે.
વડોદરાના અનેક વિસ્તારોમાં દારુની ભઠ્ઠી ધમધમી રહી છે. છતાં પોલીસ અજાણ બની રહી છે. વિશ્વામિત્રીની નદીની કિનારે દેશી દારુનું ગાળતાં બૂટલેગરો બેફામ બન્યા છે. વિશ્વામિત્રી નદીનું ગંદુ પીણીનું ઉમેરી દારુ બનાવામાં આવી રહ્યો છે. જેની લોકોના સ્વસ્થ્ય પર ખરાબ અસર પડી રહી છે. તાજેતરમાં એકાએક વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા નદી કિનારે ચાલતાં પ્રોજેક્ટનું નિરિક્ષણ કરવા ગયા હતા.
વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ દારુની ભઠ્ઠીઓ જોઈ…!#Vadodara #thegujaratreport pic.twitter.com/sRmpKUfaps
— The Gujarat Report (@TGujarat_Report) April 5, 2025
તે દરમિયાન તેમની નજરે દારુની ધમધમી ભઠ્ઠીઓ પર પડી હતી. ત્યારબાદ તેમણે ફોટા પાડી લીધા હતા, અને વડોદરા પોલીસ કમિશનરને જાણ કરી હતી. ત્યારે આજે વહેલી સવારે 5 વાગ્યે PCBએ વિશ્વામિત્રીની નદીની કિનારે ચાલતાં દારુ ગાળવાના અડ્ડા પર રેડ પાડી હતી. જેમાં વિક્રમ ઠાકોર નામના બૂટલેગરને ઝડપી પાડવામાં આવ્યો હતો. ઘટના સ્થળેથી પોલીસ દ્વારા દારુ ગાળવાના સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ દારુના અડ્ડો ચલાવતી અન્ય બે મહિલા મિનાક્ષી વિક્રમ ઠાકોર અને જ્યોત્સના ઉર્ફ ટીની ભગવાન ઠાકોર હાથ લાગ્યા ન હતા. આ મામલે PCBએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Manoj Kumar: ‘ભારત કુમાર’ના અંતિમ સંસ્કાર, તેમની કેવી રહી ફિલ્મી દુનિયા?
આ પણ વાંચોઃ Khambhat: દંપતિના ઝઘડામાં પ્રેમી વચ્ચે પડ્યો: પ્રેમીએ પતિને ગૃપ્તાંગમાં લાતો મારી પતાવી દીધો
આ પણ વાંચોઃ Banaskantha: ખેતરમાંથી વીજ કરંટ લાગતા મહિલા સહિત 2 બાળકોના મોત
આ પણ વાંચોઃ અંકલેશ્વર GIDCમાં મોટી આગ ભભૂકી, બે કંપનીઓના પ્લાન્ટમાં કરોડોનું નુકસાન