
- પહલગામ આતંકવાદી હુમલા બાદ ચુસ્ત બનેલી પોલીસ આટલાં વર્ષો સુસ્ત કેમ હતી?
- ગૃહમંત્રી હર્ષ સંઘવીને અગાઉ ક્યારેય બાંગ્લાદેશીઓ – પાકિસ્તાનીઓને પકડવાનો વિચાર નહોતો આવ્યો?
- પોલીસના પ્રયાસોથી હવે ગુજરાત ઘુસણખોર મુક્ત રાજ્ય બની જશે, તેવી આશા રાખી શકાય?
Gujarat BJP | જમ્મુ – કશ્મિરના પહલગામમાં આતંકવાદીઓએ 26 નિર્દોષ હિન્દુ પુરુષોની હત્યા કરી ત્યારબાદ અચાનક ગુજરાત સરકાર “જાગૃત” અવસ્થામાં આવી ગઈ હોય તેમ લાગે છે. છેલ્લાં બે દિવસથી રાજ્યભરમાં ગેરકાયદે રહેતાં પાકિસ્તાનીઓ – બાંગ્લાદેશીઓ સામે કડક કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે. ઘુસણખોરોને શોધવા માટે ગુજરાત પોલીસ રાત – દિવસ એક કરી રહી છે. ગુજરાત પોલીસને એમની કામગીરી માટે શાબ્બાસી તો આપવી જ પડે. પણ, સાથે કેટલાંક પ્રશ્ન જરૂર પુછવો પડે કે,
અત્યાર સુધી શું ગુજરાત પોલીસને ખબર નહોતી કે, રાજ્યમાં આટલાં બધાં ઘુસણખોરો રહે છે?
છેલ્લાં 30 વર્ષોથી ગુજરાતમાં શાસન કરતી ભાજપા સરકારના એકેય મંત્રી બંત્રીને ખબર નહોતી કે, રાજ્યમાં ઘુસણખોરો વધી રહ્યાં છે?
ભારતમાં ગેરકાયદે ઘુસી આવ્યા બાદ ગુજરાતમાં આશરો લેનારાઓ વિશે સરકાર અત્યાર સુધી કેમ કોઈ પગલાં લેતી નહોતી? શું પહલગામમાં 26 નિર્દોષ હિન્દુઓના જીવ જાય તેની રાહ જોતી હતી?
શું ગુજરાત પોલીસને સરકાર તરફથી આદેશ નહોતો, કે પછી પોલીસની ઇચ્છા જ નહોતી?
ઉપરોક્ત પ્રશ્નોના જવાબ રાજ્ય સરકાર કે મોદી સરકાર આપવાની નથી એની પુરતી ખાતરી છે. જોકે, આ પ્રશ્નો સામાન્ય નાગરિકોની વચ્ચે ચર્ચામાં છે અને સરકારે પ્રશ્નોના જવાબો આપવા તો જોઈએ. પરંતુ, તે સાથે બીજા કેટલાંક પ્રશ્નો પણ આ તબક્કે ઉઠે છે. જેમ કે,
શું ગેરકાયદે ભારતમાં ઘુસી આવતાં લોકોને બોગસ પાન કાર્ડ – આધાર કાર્ડ જેવાં દસ્તાવેજો બનાવી આપનારાઓ સામે કાર્યવાહી થવાની?
શું બાંગ્લાદેશીઓ – પાકિસ્તાનીઓને ઘરથી માંડી વિજળી અપાવવા સુધીની કામગીરી કરનારા સ્થાનિકોને શોધી કાઢવામાં આવશે?
આજ પછી ગુજરાતમાં કોઈ ઘુસણખોર ઘુસી આવે નહીં, તે બાબતે કોઈ નક્કર પગલાં લેવાશે? કે પછી થોડા મહિનાઓમાં પરિસ્થિતિ જૈસે-થે થઈ જશે?
ગુજરાત પોલીસ ઘૂસણખોરી મામલે સેંકડો લોકોનો વરઘોડો કાઢ્યો અને હજી ગૃહ મંત્રીનાં આદેશના પગલે દોડધામ કરી રહી છે. ત્યારે આશા રાખીએ કે ગુજરાત ઘુસણખોર મુક્ત રાજ્ય બની જશે. બાકી, આ તબક્કે એકવાત માત્ર જાણ ખાતર કહેવી પડે કે, ઘુસણખોરો સામેનું આવું અભિયાન સમગ્ર દેશમાં માત્ર ગુજરાતમાં જ હાથ ધરાયું છે.
પાકિસ્તાનના ઝંડાનું અપમાન કરવાથી 26 નિર્દોષોના મોતનો બદલો લેવાઈ જશે?
પહલગામ હુમલામાં પાકિસ્તાનનો જ હાથ છે એમ માની લઈએ. ભલે સરકારે પુરાવા નથી જાહેર કર્યા છતાં માની લઈએ કે પાકિસ્તાને જ પહલગામ હુમલો કરાવ્યો છે. તો આ હુમલા પાછળ પાકિસ્તાનની મેલી મુરાદ હોય કે, ભારતમાં અરાજકતા ફેલાય, હિન્દુ – મુસ્લિમો વચ્ચે ઘર્ષણ થાય.
પાકિસ્તાનની મેલી મુરાદને પાર પાડવાનું કામ કેટલાંક કટ્ટરપંથી વિચારધારાવાળા લોકોએ કરવાનું શરૂ પણ કરી દીધું છે. કેટલાંક નફરતી ચીન્ટુઓ તો જાહેર માર્ગ પર પાકિસ્તાનના ઝંડા ચિતરીને એના પર વાહનોની અવર જવર દ્વારા અપમાન કરીને જાણે પાકિસ્તાન સામેનો જંગ જીત્યા હોય તેવો આનંદ લઈ રહ્યાં છે. એવા પણ અનેક સમાચારો જાણવા મળી રહ્યાં છે. ત્યારે એવા લોકોને પણ પુછવું પડે કે, શું પાકિસ્તાનના ઝંડાનું અપમાન કરીને 26 નિર્દોષોના મોતનો બદલો લેવાશે? નિર્દોષ ભારતીય મુસ્લિમો પર અત્યાચાર ગુજારીને બદલો મળશે? પાકિસ્તાનમાં રહેતાં નિર્દોષ લોકોને તરસ્યા મારીનેય શું ન્યાય મળી જશે?
આ પણ વાંચોઃ
બધી પાર્ટીના લોકો આવ્યા પણ મોદીજી ના આવ્યા, આ શરમની વાત: Mallikarjun Kharge
ક્યા છે ચોકીદાર? ‘આતંકીઓ આરામથી મારી જતાં રહ્યા’ | Pahalgam Terror Attack
Water terrorism: સિંધુ સંધિ છતાં કચ્છમાં પાકિસ્તાનનો ત્રાસવાદ અને મોદીનું રાજકારણ
Uttar Pradesh માં દુ:ખદ દુર્ઘટના, માટીની ભેખડ ધસી પડતાં 3 મહિલા, 2 બાળકીના કરુણ મોત, અન્ય ગંભીર