
અહેવાલ: દિલીપ પટેલ
Gujarat politics: અત્યાર સુધીનું સૌથી મોટું 10 હજાર કરોડનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યુ હોવાનો દાવો કરે છે. પણ તે નર્યું જૂઠાણું છે. 13 લાખ ખેડૂતોને નુકસાન થયું હોવાનું સરકારી સૂત્રો માને છે તે હિબાસે એક ખેડૂતને રૂ. 44 હજાર આપવામાં આવે તો ખરેખર ચૂકવાશે રૂ. 5 હજાર કરોડ. રૂ. 10 હજાર કરોડ નહીં ચુકવાય.
પાક વીમો ભાજપની સરકારે બંધ કરી દીધો હોવાથી વીમાનું નુકસાની વળતર મળવાનું નથી. ખેડૂતોને ખરેખર નુકસાની રૂ. 3 લાખ કરોડની છે. જો વીમો સરકારે ચાલુ રાખ્યો હોત તો આ નુકસાન મળી શક્યું હોત. તેના બદલે મુખ્ય પ્રધાન સહાય નિધિમાંથી નાણાં આપશે.
વળી ખેડૂતોની માંગણી હતી કે રૂ. 1 લાખ 50 હજાર કરોડનું બેંકોનું દેવું અને ખાનગી મળીને રૂ. 2 લાખ કરોડ માફ કરવામાં આવે. કારણ કે ઉદ્યોગપતિઓના મોદી સરકારે દેવા માફ કરી દીધા છે.કેન્દ્રની મોદી સરકાર પાસેથી રૂ. 25 હજાર કરોડના નુકસાનની માંગણી ભૂપેન્દ્ર પટેલ કરવાના હતા પણ દિલ્હીએ મનાઈ ફરમાવી દીધી અને તેમણે કેન્દ્રના રૂ. 25 હજાર કરોડ માંગ્યા નથી.
ગુજરાતના નાગરિક અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આફતગ્રસ્ત ખેડૂતોની મુલાકાત લીધી નથી અને કેન્દ્ર સરકારની સહાય પણ આપી નથી.આ વર્ષે તાજેતરમાં થયેલા કમોસમી વ્યાપક વરસાદથી ખેડૂતોના ઉભા પાકને કાપણી સમયે જ મહત્તમ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
રાજ્યના ખેડૂતોને તાજેતરના કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામે આ નિર્ણયના અનુસંધાને 22 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર, હેક્ટર દીઠ બે હેક્ટરની મર્યાદામાં સહાય રાજ્ય સરકાર આપશે.33 જિલ્લાના 251 તાલુકાના 16,500થી વધુ ગામોના ખેડૂતોને થયેલા પાક નુકસાનનો સર્વે 5100 ટીમોએ હાથ ધર્યો
ગયા વર્ષે ટેકાના ભાવે રૂ. 16 હજાર કરોડની ખરીદી કરી હતી. આ વર્ષે પણ એટલી જ ખરીદી કરશે.એક વીઘે 15 હજારનો સરેરાશ ખર્ચ થાય છે સરકારી સહાય 3500 રૂપિયા મળશે. જે ખેતી કામ માટે આવતા મજૂરોને ચકવી છે. ખેત મજૂરને રૂ. 500 લેખે એક દિવસ કામ કરે તો 7 દિવસમાં રૂ. 3500 મજૂરી થઈ થાય છે. એક વીઘામાં મોસમમાં 10 દિવસની મજૂરી થતી હોય છે.
મતલબ કે બિયારણ, ખાતર, ખેડ, પાણી, દવા, ખેડૂતોનો નફો એનાથી કંઈ ચૂકવાયું નથી.આમ સહાય મજૂરી ચૂકવવા માટે છે.બે હેક્ટરથી વધારે સહાય નહીં મળે.સરવે છતાં કેટલા ખેડૂતને નુકસાન થયું છે તે જાહેર કર્યું નથી.
રાજ્યના 54 લાખ ખેડૂતો છે. તે હિસાબે દરેક ખેડૂતને રૂ. 18,518 મળે.ગામ દીઠ સરેરાશ રૂ. 60 લાખ મળી શકે.13 લાખ ખેડૂતોને નુકસાન થયું હોવાનું સરકારના કૃષિ વિભાગ માની રહ્યું છે. એ હિસાબે ખરેખર તો રૂ. 44 હજાર સહાય ગણીએ તો રૂ. 5720 કરોડ ચૂકવવાના થાય છે.પણ સરકાર રૂ. 10 હજાર કરોડ આપવાની જાહેરાત કરી છે. કેન્દ્રની મોદી સરકારની કોઈ સહાય મળી નથી તેથી તેનો તેમાં સમાવેશ કરાયો નથી.
સરકારના અંદરના સૂત્રો કહે છે કે, 10 લાખ હેક્ટરમાં નુકસાન થયું છે. ગુજરાતની ખેતીનો વિસ્તાર 96 લાખ હેક્ટર છે. તેનો સીધો મતલબ છે કે, માત્ર 11 ટકા ખેતી વિસ્તારમાં જ નુકસાન થયું છે. 89 ટકા ખેતરોમાં કોઈ નુકસાન થયું નથી.
મુખ્યમંત્રી પોતે પણ ગીર-સોમનાથ અને જુનાગઢ જિલ્લાના અસરગ્રસ્ત ગામોમાં પહોંચ્યા હતા અને ધરતીપુત્રોની વીતક પૂરી સંવેદનશીલતા સાથે સાંભળીને તેમને હૂંફ-સધિયારો આપ્યા હતા.
ગુજરાતમાં 50 લાખથી વધુ ખડૂતોએ ખેતી માટે બેન્કમાંથી રૂા.1,46,463 કરોડની લોન લઈ દેવું કર્યું છે. ગુજરાતમાં 35 લાખ ખેડૂતોએ કોમર્શિયલ બેન્કમાંથી લોન મેળવી છે. લોકસભામાં કેન્દ્ર કૃષિ મંત્રાલયે એ વાતનો ખુલાસો કર્યો છે કે, વર્ષ 2025 સુધી ગુજરાતમાં 51 લાખ ખેડૂતોએ કુલ મળીને રૂ.1,44,463 કરોડની લોન મેળવી છે.
ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના માથે સરેરાશ રૂ.56 હજારનું દેવું છે.
દેશમાં રૂ. 25 લાખ કરોડની બેંક લોન માંડવાળ કરવામાં આવી છે, જેમાં ગુજરાતના ઉદ્યોગપતિઓની લોન રૂ. 2 લાખ કરોડ માફ કરી છે. પણ બધું જ ગુમાવી ચુકેલા ખેડૂતોને આફતમાં રૂ. 1 લાખ 50 હજાર કરોડનું દેવું માફ કરવામાં આવતું નથી.ખેડૂતો હવે આત્મહત્યા કરી રહ્યાં છે. 3 ખેડૂતોએ કમાસમી વરસાદના નુકસાનથી જીવન ટૂંકાવી દીધું છે.
આ પણ વાંચો:
Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું
UP news: “હિમાંશુ તેનો મેનેજર છે, તે બે વર્ષથી તેની સાથે રહે છે “યુટ્યુબર વંશિકાની માતાનો ખુલાસો
Amul Milk: તમારા ઘરે કેવું દૂધ આવે છે?, અમૂલ દૂધની ગુણવત્તા સામે સવાલ ઉઠાવ્યો તો ડોક્ટર સામે FIR
UP: લગ્નને 8 વર્ષ, 3 બાળકોની માતા, છતાં મેરઠની કાજલ ખૂની બની, જાણો કેમ પતિને કેમ પતાવી દીધો?
Gujarat politics: સરકાર હવે સવાલોથી બચવા માટે સત્તાવાર જાહેરાત સોશિયલ મીડિયામાં કરે છે?








