
Gujarat politics: ગુજરાતના નવા મંત્રીમંડળની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 26 મંત્રીઓ (મુખ્યમંત્રી સહિત)એ શપથ લેશે છે. આ માટે નવા જાહેર થયેલા મંત્રીઓ મહાત્મા મંદિરમાં પહોંચ્યા છે.
ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ
આ નવા મંત્રીમંડળમાં 8 પાટીદાર, 8 OBC, 3 SC અને 4 STનું પ્રતિનિધિત્વ છે, જેમાં 3 મહિલા મંત્રીઓ પણ સામેલ છે. આ વિસ્તાર ભાજપની રાજ્યસ્તરીય વ્યૂહરચનાનો ભાગ છે, જે આગામી સ્થાનિક ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.
રાજ્યપાલ સાથે મુખ્યમંત્રીની મુલાકાત
વિસ્તારની તૈયારીઓઆજે સવારે ગાંધીનગરના રાજભવન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મહત્વપૂર્ણ મુલાકાત કરી. આ મુલાકાતમાં મુખ્યમંત્રીએ વર્તમાન મંત્રીમંડળની સ્થિતિ અંગે વિગતવાર માહિતી આપી અને નવા મંત્રીઓની શપથવિધિ માટે અનુમતિ માંગી. રાજ્યપાલે આ અનુમતિ આપી દીધી, જેના પછી શપથગ્રહણ સમારોહની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી. આ મુલાકાત ગઈકાલાના રાજીનામાઓ પછીની પ્રક્રિયાનો અંતિમ તબક્કો હતો, જેમાં 16 મંત્રીઓએ (મુખ્યમંત્રી સિવાય) પોતાના રાજીનામા સોંપ્યા હતા.
શપથગ્રહણ સમારોહ
મહાત્મા મંદિરમાં ઐતિહાસિક ક્ષણલાંબી અટકળો અને રાજકીય ચર્ચાઓ વચ્ચે આજે સવારે 11 વાગ્યાથી શરૂ થયેલા સમારોહમાં 11:30 વાગ્યે મુખ્ય વિધિ પૂર્ણ થઈ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ મંત્રીઓને શપથ અન શપથ લેવડાવશે, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી કેબિનેટને નેતૃત્વ આપશે. મહાત્મા મંદિરના મુખ્ય હોલમાં યોજાી રહેલા આ કાર્યક્રમમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ, વિધાયકો અને અન્ય મહત્વના વ્યક્તિઓ પહોંચ્યા છે.
નવા મંત્રીમંડળમાં જૂના મંત્રીઓમાંથી કેટલાકને ફરી તક મળી છે, જ્યારે 10 જેટલા નવા નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. નવા ચહેરાઓમાં કાંતિલાલ અમૃતિયા, અર્જુન મોઢવાડિયા, જીતેન્દ્ર વાઘાણી, રીવાબા જાડેજા અને દર્શના વાઘેલા જેવા નામો સામેલ છે.
જાતિ અને મહિલા પ્રતિનિધિત્વ:
નવા મંત્રીમંડળમાં સમાજના તમામ વર્ગોનું સંતુલન જળવાયું છે:
પાટીદાર: 8 (મુખ્યમંત્રી સહિત)
OBC: 8
SC: 3
ST: 4
મહિલા પ્રતિનિધિત્વ માટે 3 મહિલા મંત્રીઓને સ્થાન મળ્યું છે જેમાં દર્શના વાઘેલા, રીવાબા જાડેજા અને મનીષા વકીલનો સમાવેશ થયોો છે.
આ પણ વાંચો:
Gujarat politics: આ નેતાઓને CMનો આવ્યો ફોન, નવા મંત્રીમંડળમાં મંત્રી પદ થયું કન્ફર્મ






