
Gujarat politics: ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલ નિયુક્ત થઈ ચૂક્યા છે ત્યારે હવે પછીના તબક્કામાં ગુજરાત સરકારમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે એ પણ નક્કી છે, કારણ કે નવા બનેલા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ હાલમાં પ્રોટોકોલ મિનિસ્ટર ઉપરાંત સહકાર MSME તથા કુટીર, ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગો તેમજ મીઠા ઉદ્યોગના રાજ્યકક્ષાના મંત્રી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે, એટલે ટૂંક સમયમાં તેમને મંત્રીપદેથી પણ રાજીનામું આપવું પડી શકે છે.
ગુજરાત સરકારમાં મંત્રીમંડળના વિસ્તરણનું કાઉન્ટ-ડાઉન શરૂ
મહત્વનું છે કે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં સહકાર મંત્રી જગદીશ પંચાલ છે અને હવે તેમનો સંગઠનમાં પ્રવેશ થતાં મંત્રીમંડળમાં ફેરબદલની શક્યતા વધી ગઈ છે. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મુખ્યમંત્રી સહિત કુલ 17 મંત્રીઓ છે જે પૈકીના લગભગ 12 જેટલા મંત્રીઓને દૂર કરવાની ચર્ચાઓ ચાલતી હોવાની વાત છે.
ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મુલાકાત
થોડા દિવસ અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતનું કારણ પણ મંત્રીમંડળ વિસ્તરણના સંદર્ભમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. ટૂંકમાં ગુજરાતમાં હવે પછી મોટી રાજકીય હલચલ થવા જઈ રહી છે.
મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થશે ?
ચાલી રહેલી ચર્ચાઓ મુજબ મહિનાના ત્રીજા સપ્તાહમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે જેમાં મોટા ફેરફારની શક્યતા છે. સૂત્રોનું કહેવું છે કે હાલ માત્ર 3 થી 4 જેટલા મંત્રીઓ જ રિપીટ થઈ શકે છે, જ્યારે મોટાભાગના મંત્રીઓને પડતા મુકાય તેવી અટકળો ચાલી રહી છે.
આ પણ વાંચો:
Shakti Cyclone: ‘શક્તિ’ વાવાઝોડું 24 કલાકમાં વિકરાળ સ્વરૂપ કરશે ધારણ, ગુજરાતને કેટલો ખતરો?
‘આ વખતે છોડીશું નહીં,નકશા પરથી મિટાવી દઈશું!’ભારતીય આર્મી ચીફની પાકિસ્તાનને ચેતવણી
Putin warning to Trump : પુતિનની ટ્રમ્પને ચેતવણી! ભારત અમેરિકા સામે ક્યારેય ઝૂકશે નહિ!









