
Gujarat Rain: હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાની શક્યતા છે. જોકે, 14 સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધવાની સંભાવના છે, અને સુરત, નવસારી, ડાંગ, વલસાડ, તાપી, દમણ તથા દાદરા-નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
ગઈકાલે ઉત્તર અરબી સમુદ્ર અને પાકિસ્તાનના મધ્ય ભાગો પર રચાયેલું ડિપ્રેશન પશ્ચિમ દિશામાં આગળ વધ્યું હતું. આજે તે ઉત્તર-પશ્ચિમ અરબી સમુદ્ર અને દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાનની નજીક લો પ્રેશર સિસ્ટમમાં નબળું પડી ગયું છે. આને કારણે હાલ રાજ્યમાં વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ 14 સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા-નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. આ વિસ્તારોમાં અલગ-અલગ સ્થળોએ તીવ્ર વરસાદની સંભાવના છે.
આજે અમદાવાદમાં કેવું રહેશે વાતાવરણ?
આજે અમદાવાદમાં વાતાવરણ મોટાભાગે વાદળછાયું રહેવાની શક્યતા છે. મહત્તમ તાપમાન 33.2 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન 25.4 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી છે.
ગુજરાતમાં અત્યાર સુધી કેટલો વરસાદ નોંધાયો
ચાલુ ચોમાસામાં ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 37.40 ઈંચ વરસાદ નોંધાયો છે. કચ્છમાં સૌથી વધુ 136 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 118.72 ટકા, મધ્ય ગુજરાતમાં 110 ટકા, દક્ષિણ ગુજરાતમાં 111 ટકા અને સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો 93.36 ટકા વરસાદ નોંધાયો છે.
આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના નાગરિકોએ ભારે વરસાદ માટે તૈયાર રહેવું જોઈએ.
આ પણ વાંચો:
Nepal Gen-Z Revolution: ભાવનગરના 40થી વધુ શ્રદ્ધાળુઓ નેપાળમાં ફસાયા, મદદ માટે કરી અપીલ








