
તા. 06-10-2025ના રોજ ગુજરાત માહિતી આયોગ દ્વારા એક પરિસંવાદનું આયોજન થયું હતું. ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના હોલમાં. તેમાં માહિતી અધિકાર ( RTI ) માટે કામ કરતા નાગરિકો, તેમની સંસ્થાઓ, માહિતી આયોગના મુખ્ય કમિશનર સહિતના બાકીના કમિશનરો અને સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ મળી આશરે 300 જેટલા લોકો હાજર હતા.
આ પરિસંવાદમાં મુખ્ય મહેમાન તરીકે તે સમયના ગુજરાતના રાજ્ય ગૃહમંત્રી અને હવેના નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી પધારેલા. તેમણે ત્યાં પોતાના ભાષણમાં એમ કહ્યું કે અટલ બિહારી વાજપેયીની સરકાર દ્વારા માહિતી અધિકારનો કાયદો લાવવામાં આવ્યો હતો. હકીકત એ છે કે વાજપેયીની સરકાર 2004માં ઘર ભેગી થઈ ગઈ હતી અને મનમોહનસિંહની સરકાર આવી હતી અને તેમની સરકાર દરમ્યાન 2005માં માહિતી અધિકાર ધારો (RTI) ઘડવામાં આવ્યો હતો.
હર્ષ સંઘવીને એ જ ખબર નથી કે માહિતી અધિકાર કાયદો કઈ સરકાર લાવી, અથવા તો તેમને ખબર છે પણ જાણી જોઈને જુઠ્ઠું બોલે છે!
મુસીબત એ છે કે એ હોલમાં બેઠેલા એમનું એ જૂઠાણું સાંભળતા રહ્યા! આખા પ્રસંગમાં પણ પછી હર્ષ સંઘવીની ‘ભૂલ’ કોઈએ સુધારી નહોતી એવી પાક્કી માહિતી મળી છે. એટલું જ નહીં, પણ શરમજનક બાબત એ છે કે એ પ્રસંગનો જે અહેવાલ માહિતી આયોગ દ્વારા તેની વેબસાઇટ પર મૂકવામાં આવ્યો હતો તેમાં હર્ષ સંઘવીનું આ કથન પણ મૂકવામાં આવ્યું હતું. તે અહેવાલનો ફોટો અહીં મૂકવામાં આવ્યો છે. શું માહિતી કમિશનરો પણ એમ માને છે કે અટલબિહારી વાજપેયીની સરકાર દરમ્યાન માહિતી અધિકારનો કાયદો કરાયો હતો? કે પછી એમની હિંમત જ નથી હર્ષ સંઘવી સમક્ષ કશું બોલવાની?
હર્ષ સંઘવીની જાણ માટે
માહિતી અધિકારના કાયદાને તા. 15-06- 2005ના રોજ મંજૂરી મળી હતી અને તેનો સંપૂર્ણ અમલ તા.12-10-2005ના રોજ શરૂ થયો હતો. તેમની વધુ જાણ માટે કહેવાનું કે આ બંને તારીખોએ મનમોહનસિંહની સરકાર અસ્તિત્વમાં હતી, અટલબિહારી વાજપેયીની નહીં.
અનેક ખાતાંના પ્રધાન એવા હર્ષ સંઘવી તે સમયે જે બોલ્યા હતા તે નીચેની લિંક પર પ્રાપ્ય છે:
આ પણ વાંચો:
Bihar politics: ગુજરાત ‘ઠારવા’ જતાં બિહારમાં ભૂકંપ, અમિત શાહ કેમ અચાનક બિહાર દોડ્યા?
Ceasefire: આખરે પાકિસ્તાન- અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત, કોણે કરી મધ્યસ્થી?
BJP Politics: બોટાદ ભાજપનું રાજકારણ, પાટીલની ભૂલ પક્ષને નડી, જુઓ વીડિયો
Ceasefire: આખરે પાકિસ્તાન- અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત, કોણે કરી મધ્યસ્થી?










