Gujarat: વૈજ્ઞાાનિક મધુકાંત પટેલે ‘સ્માર્ટ મધપૂડા’ વિકસાવ્યા, AIનો ઉપયોગ કેવી રીતે થાય? | Bee farming

 દિલીપ પટેલ

Smart Bee Farming: ઈસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક મધુકાંત પટેલે “ઇન્ટિગ્રેટેડ હાઇવ મેનેજમેન્ટ સિસ્ટમ” – મધપૂડાનું તાપમાન, ભેજ, વજન અને મધમાખીઓનો ગણગણાટ ડિટેક્ટ કરવાના સેન્સરથી સજ્જ મધપેટી – મધમાં રહેલા પ્રોટીન, ભેળસેળ અને ભેજનું પ્રમાણ જાણી શકે તેવું સ્પેક્ટ્રોમિટર વિકસિત કર્યું છે.

વૈજ્ઞાનિક ડૉ. મધુકાંત પટેલ દ્વારા વિકસાવવામાં આવેલી સ્માર્ટ મધપૂડા અને સંલગ્ન ટેક્નોલોજી મધમાખી ઉછેર ક્ષેત્રે એક ક્રાંતિકારી પગલું સાબિત થઈ શકે છે. આ નવીન અભિગમ માત્ર મધ ઉત્પાદકો માટે જ ફાયદાકારક નથી, પરંતુ કૃષિ અને પર્યાવરણ માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. તેઓ તેમના ખેતરમાં જ આ મધમાખીનો ઉછેર કરે છે.

2024માં ભારતમાં મધમાખી ઉછેર બજારનું મૂલ્ય 2839.44 કરોડ રૂપિયા હતું. ભારતે 1,07,963.21 મેટ્રિક ટન મધની નિકાસ કરી હતી, જેનું મૂલ્ય 1518.86 કરોડ રૂપિયા હતું. ગુજરાતમાં રૂ. 300 કરોડની આસપાસ મધ પેદા થાય છે.

ઇસરોના નિવૃત વૈજ્ઞાનિક ડૉ. મધુકાંત પટેલે ‘સ્માર્ટ મધપૂડા’ વિકસાવ્યા છે. જે મધમાખી ઉછેરને વધુ કાર્યક્ષમ, સરળ અને ફળદાયી બનાવી રહ્યા છે. તેમના આ સ્માર્ટ મધપૂડાથી મધની ગુણવત્તા સુધરે છે અને ખેતીવાડીને પણ ફાયદો થાય છે.

ટ્રેડીશનલ બી-કિપીંગ એટેલ કે પરંપરાગત મધમાખી ઉછેરમાં કેટલીક મર્યાદાઓ હોય છે, જેમ કે મધપેટી કે મધપૂડાની નિયમિત–વારંવાર તપાસ કરવી મુશ્કેલ છે. મધમાખીના સમૂહોનું દૂરથી નિરીક્ષણ કરવાથી સંપૂર્ણ જાણકારી મળતી નથી.

તે માટે “ઇન્ટિગ્રેટેડ હાઇવ મેનેજમેન્ટ સિસ્ટમ” વિકસાવવામાં આવી છે. આ સિસ્ટમમાં સ્માર્ટ મધપૂડાઓનો ઉપયોગ થાય છે જે તાપમાન, ભેજ, વજન (લોડ સેલ) અને મધપૂડાનો અવાજ (મધમાખીઓનો ગણગણાટ) ડિટેક્ટ કરવાના સેન્સરથી સજ્જ હોય છે. આ સેન્સરથી મધપૂડાની અંદરની પરિસ્થિતિનું સતત નિરીક્ષણ કરી શકાય છે અને જરૂરી ડેટા મેળવી શકાય છે.

મધમાખીની ખેતીમાં AIનો ઉપયોગ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) મોડેલ દ્વારા આ ડેટાનું વિશ્લેષણ કરીને મધમાખી ઉછેર કરનારાઓને મધઉછેરની ઉપયોગી માહિતી અને સૂચનો આપવામાં આવે છે.

AIથી મધપૂડામાં થતી અસામાન્ય ઘટનાઓ જેવી કે મધમાખીઓનું એકસાથે ઉડી જવું (સ્વાર્મિંગ) કે પછી આખા મધપૂડાનું નાશ પામવું (કોલોની કોલેપ્સ ડિસઓર્ડર) જેવી સમસ્યાઓને ઉકેલવામાં મદદ મળે છે.

AI મધમાખીની હિલચાલ અને ઉડ્ડયન પેટર્નનું વિશ્લેષણ કરી તેમની સક્રિયતા અને તણાવ સ્તર જણાવે છે. સાથે સાથે મધમાખીઓના સ્વોર્મિંગ (સમૂહ છોડવાની) વર્તનની આગાહી કરી નુકસાન અટકાવે છે. AI ડેટા એનાલિટિક્સથી મધમાખી ખેડૂતોને ખોરાક, સ્થળાંતર અને જાળવણી માટે યોગ્ય સૂચનો આપે છે.

આ સિસ્ટમમાં “જીઆઈએસ મેપિંગ” (GIS mapping) અને “રિમોટ સેન્સિંગ” (remote sensing) ટેકનોલોજીનો પણ સમાવેશ થાય છે. તેનાથી મધપૂડાના સ્વાસ્થ્યનું રિયલ ટાઇમ નિરીક્ષણ કરી શકાય છે અને પરાગનયન (cross-pollination) ને વધુ સારું બનાવી શકાય છે.

વધુમાં, એક હાથમાં પકડી શકાય તેવું “સ્પેક્ટ્રોમીટર” (spectrometer) મધની ગુણવત્તા અને શુદ્ધતાનું અનુમાન લગાવે છે, અને મધ ક્યાંથી આવ્યું છે તે પણ જાણી શકાય છે (traceability). આ ટેકનોલોજીનો ઉદ્દેશ મધ અને મધમાખીના અન્ય ઉત્પાદનો જેવા કે રોયલ જેલી, પરાગ, પ્રોપોલિસ, અને મીણનું ઉત્પાદન વધારવાનો છે. આનાથી મધમાખી ઉછેર કરનારાઓને ફાયદો થાય છે અને પરાગનયનની કાર્યક્ષમતામાં સુધારો થવાથી ખેતીવાડીને પણ મદદ મળે છે.

મધ સંપૂર્ણ ખોરાક

ડૉ. મધુકાંત પટેલ જણાવે છે કે, મધ સંપૂર્ણ ખોરાક છે, સંપૂર્ણ સ્વાદ અને સંપૂર્ણ દવા છે. અલગ અલગ ફૂલોમાંથી 140 પ્રકારના મધ બને છે. તમામ રોગના નિદાનમાં મધ ઉપયોગી છે.

જેમ એક ગોત્રમાં લગ્ન ના કરાય તેવો વૈજ્ઞાનિક મત છે, તેવી જ રીતે મધમાખી એક જ પ્રજાતિના છોડ વચ્ચે ફલીકરણ કરતી નથી. પુષ્પ, ફળ કે અનાજના અલગ અલગ પ્રજાતિના છોડ વચ્ચે જ તે પરાગનયન અને ફલીકરણ (ક્રોસ પોલિનેશન) કરે છે.

સરકારી સહાય

મધમાખીના ખેડૂતોને અત્યાર સુધીમાં કુલ રૂ. 8 કરોડ 76 લાખની સહાય મધમાખી સમૂહ કોલોની વસાવવા માટે 1245 લાભાર્થીઓને રૂ. 418 લાખ, મધમાખી હાઇવ્સની ખરીદી માટે1,234  લાભાર્થીઓને રૂ. 415 લાખ, હની એક્સ્ટ્રેક્ટર માટે 317 લાભાર્થીઓને રૂ. 33  લાખ અને બી-બ્રીડર દ્વારા મધમાખી સમૂહના ઉત્પાદન માટે રૂ. 9 લાખ અપાયા છે.

ચાલુ વર્ષે રાજ્યના 53 આદિજાતિ તાલુકાના આશરે 5,300 લાભાર્થીઓને પ્રતિ લાભાર્થી બે મધમાખીની પેટીઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. 11,300ને તાલીમ અપાઈ છે.

ગુજરાતમાં “મધુક્રાંતિ”માં રાજ્યના 53 આદિજાતિ તાલુકાના 5,300 લાભાર્થીઓને ચાલુ વર્ષે બે-બે મધમાખીની પેટીઓ વિનામૂલ્યે અપાશે. મિશન મધમાખી હેઠળ રાજ્યના 284 લાભાર્થીઓને મળી રૂ. 180 લાખથી વધુની સહાય આપવામાં આવી છે.

મધમાખી પાલન અંગેના એક વિશેષ પરિસંવાદનું આયોજન

આવતીકાલે વિશ્વ મધમાખી દિવસ નિમિત્તે પણ રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા અરવલ્લી, રાજકોટ, સુરેન્દ્રનગર અને વલસાડ જિલ્લા ખાતે મધમાખી પાલન અંગેના એક વિશેષ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.

મધ ઉત્પાદન, પ્રોસેસિંગ, પેકિંગ અને માર્કેટિંગ વ્યવસ્થા કરવાના ઉદ્દેશ્યથી બાગાયત વિભાગ હેઠળ વર્ષ ૨૦૨૨-૨૩થી ‘મિશન મધમાખી’ કાર્યક્રમ ચાલે છે.

અમૂલ દ્વારા 127.43   લાખની સહાય

વર્ષ 2024-25માં અમૂલ ડેરીના 284 સભાસદોને મધમાખી ઉછેર માટે મધની પેટી, હની એક્સ્ટ્રેક્ટર, ફૂડગ્રેડ કન્ટેઇનર, પ્રોસેસિંગ, પેકેજિંગ, કોલ્ડરૂમ એકમ માટે કુલ રૂ. 127.43   લાખની સહાય ચૂકવવામાં આવી છે. તેવી જ રીતે, બનાસ ડેરીના 500 સભાસદો માટે પણ રાજ્ય સરકાર દ્વારા મધમાખી ઉછેરના સાધનો ખરીદવા ઉપરાંત વિવિધ એકમો માટે રૂ. 180 લાખની સહાય મંજૂર કરવામાં આવી છે.

ગુજરાતમાં ખેડૂતોની મધ ક્રાંતિ, અનેક જાતના મધનું ઉત્પાદન

બનાસકાંઠાના લાખણીના મડાલ ગામના ખેડૂત તેજાભાઈ લાલા ભુરીયા મધમાખી ઉછેર કરીને વર્ષે 18 ટન મધ પેદા કરી બતાવ્યું છે. વર્ષે લગભર 27-30 લાખનું મધ તેના 10 હેક્ટર જમીનમાં પેદા કરી છે. સારા ખેડૂત તરીકેના પુરસ્કાર પણ મળેલા છે.

પંકજ ભૂરાભાઈ વર્ષે 30 લાખની આસપાસ રહે તેવી શક્યતા છે.

બનાસકાંઠામાં 15 ગ્રુપમાં 63 જેટલા ખેડૂતો મધનું ઉત્પાદન કરે છે, અને 1 કિલો મધના તેમને 150 રુપિયા મળે છે. ખેડૂતો મધમાખીની એક પેટી દ્વારા 5-15 દિવસમાં 5 કિલો મધનું ઉત્પાદન કરી શકે છે.

દિનેશ ઠાકોર પાસે મધમાખીની 900 પેટીથી વર્ષે 45 લાખનું વેચાણ કરે છે. તેઓ રાજસ્થાન, એમપી, યુપીમાં પેટીઓ મોકલાવી છે. સુરેન્દ્રનગર, ભાવનગર અને અમરેલીમાં વરિયાળીના ખેતરમાં તેઓ મધ તૈયાર કરે છે. દાડમ, મીઠા ફળોના બગીચામાં પેટી મૂકી આવે છે.

કચ્છ

કચ્છની સરહદ ડેરી દૂધ ઉત્પાદકો દ્વારા મધમાખી ઉછેર અપનાવવા અને તેમના સહકારી માળખા દ્વારા તેમના ડેરી ઉત્પાદનો સાથે મધને ચેનલાઇઝ કરી છે. રાષ્ટ્રીય મધમાખી બોર્ડ (NBB), રાષ્ટ્રીય મધમાખી ઉછેર અને મધ મિશન (NBHM) નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) કામ કરે છે.

જામનગર

જામનગર જોડિયાના દુધઈના ખેડૂત નરેશભાઈ ધરમશીભાઈ ગાંગાણી 200 પેટીથી વર્ષે 4 હાજર કિલો મધનું ઉત્પાદન કરે છે. બે અઢી વર્ષ પહેલા અમારા ગામમાં બહારથી લોકો મધ ઉછેર માટે આવતા. હવે તેઓ મધ પેદા કરે છે.

છેલ્લા કેટલાક સમયથી દેશમાં મધમાખી ઉછેર અંગે યુવા ખેડૂતોમાં ખાસ વલણ જોવા મળી રહ્યું છે. મધમાખી ઉછેર માટે રવિ ઋતુ સૌથી અનુકૂળ માનવામાં આવે છે. કારણ કે આ ઋતુમાં સરસવ, સૂરજમુખી, ધાણા સહિતના ઘણા પાકો વાવવામાં આવે છે, જેના ફૂલોથી સારું મધ ઉત્પન્ન થાય છે.

સ્થાનિક બજારમાં મધની માંગ છે, પરંતુ વિદેશી બજારોમાં પણ ભારતમાંથી મધની ઘણી માંગ છે. એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) અનુસાર, વર્ષ 2020-21માં ભારતને વિદેશથી મોકલવામાં આવેલા મધમાંથી 716.13 કરોડ રૂપિયા મળ્યા હતા.

એક બોક્સમાંથી સરેરાશ 30 કિલો જેટલું મધ ઉત્પન્ન કરે છે. સારા ઉત્પાદન અને વધુ સંખ્યામાં મધમાખી વસાહતો માટે બોક્સને એક ગામથી બીજા ગામ રાત્રે ખસેડવામાં આવે છે. મોટા ભાગનું મધ સરસવના પાકની આસપાસ થાય છે.

વિવિધ ફ્લેવરવાળું મધ

હાલ આદુ, લીંબુ, તુલસી, અજમો, ડ્રમસ્ટિક, નીલગિરી, મલ્ટિફ્લોરા, લીચી, કેસર, વરિયાળી, જામુન, જંગલોમાં લીમડા, કેરી, લીચી, સૂર્યમુખી, તલ, ધાણા ફૂલોમાંથી મધનું સારું ઉત્પાદન મેળવી શકાય છે. કુદરતી મધની મુખ્ય જાતોમાં સરસવનું મધ, લીચી મધ, સૂર્યમુખી મધ, નીલગિરી મધ, કરંજ અથવા પોંગમિયા મધ, બાવળનું મધ, હિમાલયન મલ્ટિફ્લોરા મધ અને વનસ્પતિ અને જંગલી મધ છે. APEDA અનુસાર, ભારતના જંગલોમાં જંગલી ફૂલોના છોડની 500 પ્રજાતિઓ જોવા મળે છે, જેમાંથી પરાગ અને અમૃત મધમાખીઓ મધ તૈયાર કરે છે.

બજારમાં સારી ગુણવત્તાવાળા મધની ખૂબ માંગ છે. ગુણવત્તા સાથે સમાધાન કર્યા વિના ફક્ત માર્કેટિંગ પર ધ્યાન રાખે છે.

100 બોક્સ સરેરાશ 3,000 કિલોનું ઉત્પાદન થાય છે. તેનાથી 10 લાખ રૂપિયા સુધીની કમાણી થાય છે. તેનો વાર્ષિક ખર્ચ 3 થી 4 લાખ રૂપિયા થાય છે. આમ, ખર્ચને બાદ કરીએ તો, નફો 6-7 લાખ રૂપિયા થાય છે. કેટલાંક મધ 2000 સુધી બજારમાં વેચાય છે. સામાન્ય મધ બજારમાં 500 થી 1000 રૂપિયા પ્રતિ કિલો વેચાય છે.

મધમાખીઓને યોગ્ય રીતે પોષણ (ખોરાક) મળતું રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

ઉનાળામાં, જ્યારે ફૂલોની અછત હોય છે, ત્યારે મધમાખીના બોક્સ પાસે ખાંડનું દ્રાવણ રાખવું જોઈએ, જેથી તેઓ જીવંત રહે. મધમાખીના સારા સ્વાસ્થ્ય માટે, વરસાદની મોસમમાં પરાગ સારા હોય છે. પરાગ અનાજ જાતે તૈયાર કરી શકાય છે.

70 ટકા પાક મધમાખીઓ દ્વારા પરાગાધાન થાય છે. આવી સ્થિતિમાં પાકના સારા ઉત્પાદનમાં મધમાખી પણ ફાયદાકારક છે. મધમાખીઓ હોય ત્યાં અનાજ તંદુરસ્ત અને જાડા હોય છે. પાકના ફૂલોમાંથી મીઠાશ કાઢવાને કારણે તેમાં જીવજંતુઓ આવવાની શક્યતાઓ ઘણી ઓછી હોય છે. જે વધુ ઉત્પાદન આપે છે.

કોમ્બો મધ

મધપૂડામાં ત્રણ પ્રકારના સભ્યો હોય છે. મધપૂડામાં રાણી મધમાખી હોય છે, જે ઇંડા મૂકવાનું કામ કરે છે. તે જ સમયે, લગભગ 10 ટકા પુરુષો છે, જેઓ રાણી મધમાખીને પાર કરે છે. જ્યારે 90% કામદારો માખીઓ છે. જે પરાગ ધાન્ય લાવવા, મધપૂડાનું રક્ષણ, પાણી લાવવા, મધનું ઉત્પાદન સહિતનું મુખ્ય કામ કરે છે.

ભારતમાં કુદરતી મધનું ઉત્પાદન

એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) અનુસાર, ભારતે 2020-21માં વિશ્વભરમાં 59,999.24 મેટ્રિક ટન કુદરતી મધની નિકાસ કરી હતી. જેના કારણે ભારતને 716.13 કરોડ અથવા 96.77 મિલિયન યુએસ ડોલર મળ્યા છે. ભારત યુએસએ, કેનેડા, સાઉદી અરેબિયા, સાઉદી અરેબિયન અમીરાત અને બાંગ્લાદેશમાં મધની નિકાસ કરે છે.

5 લાખને રોજી

ભારતમાં 40 હજાર જાતની વનસ્પતિના કારણે 12 કરોડ મધપૂડા કરી શકાય તેમ છે. 60 લાખ લોકો આ કામ કરી શકે છે. 12 લાખ ટન મધ ઉત્પાદન કરી શકાય તેમ છે. ગુજરાતમાં 90 લાખ મધપુડાથી 90 હજાર ટન મધ 5 લાખ લોકો કરી શકે તેમ છે. છતાં તે માટે સરકાર ગંભીર નથી.

ગુજરાતમાં એક જ વર્ષમાં 18101 સ્થળોએ મધમાખી ઉછેરી મધ બનાવવાનું હતું. તેમાંથી 6392 સ્થળોએ મધમાખી ઉછેરીને મધ પેદા કરવા માટે મંજૂરી આપી હતી.

ખર્ચ અને આવક

100 મધ ઘર તૈયાર કરવામાં 2 લાખનું ખર્ચ થાય છે. જેની સામે 2.90 લાખનો ચોખ્ખો નફો રહે છે. એક મધ ઘરથી 40 કિલો મધ મળે અને એક કિલોએ રૂ.150 આવક મળે તો એક મધ ઘર રૂ.6000ની આવક કરી આપે છે.

પહેલું મધ ઘર

ઉત્તર -મધ્ય ગુજરાતમાં પ્રથમ વખત મધમાખી ઉછેર કેન્દ્ર 2011માં બન્યું હતું. ડીસાના રાણપુરના ખેડૂત કિશોરભાઇ લાધાજી માળી (કચ્છવા)એ 28 મધમાખી ઘર બનાવ્યા હતા. એક ઘરમાંથી 60-80 કિલો મધ તેઓએ મેળવ્યું હતું. ખેતરમાં પાક પર ફુલ આવે છે ત્યારે તેના પરાગરજ મધમાખી એક છોડથી બીજા છોડ પર લઈ જાય છે. તેથી તેના ઉત્પાદનમાં વધારો થાય છે.

વર્ષે 1 લાખ રૂપિયાના મધની આવક

બનાસકાંઠામાં મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કર્યું હતું. વર્ષે 1 લાખ રૂપિયાના મધની આવક કરે છે. ત્યારબાદ બીજા વર્ષે 2018માં આ બોક્ષની સંખ્યા 100 કરી દીધી, અને વર્ષે 1 લાખ રૂપિયાના મધની આવક કરવા માંડ્યા. મધમાંથી 40 લાખની આવક શેરપુરા ગામના ખેડૂત પ્રકાશને મધમાખી ઉછેર કેન્દ્રનો વ્યવસાય ફાવી ગયો છે. મધમાખીના 900 બોક્ષ લગાવેલા છે, અને તેના દ્વારા વર્ષે 35000 કિલો મધનું ઉત્પાદન કરી રહ્યા છે. આ વર્ષે 45 હજાર કિલો મધ પેદા કર્યું છે.

લાખણીના ખેડૂતનો અનુભવ

લાખણી તાલુકાના મડાલના ખેડૂત રોણા લાલાજી પટેલ મધમાખીના ઘર બનાવીને વર્ષે 350 મધમાખી ઘરમાંથી 15 થી 17 ટન મધ પેદા કર્યું છે. 6 મહિનામાં રૂ.13 લાખનો ચોખ્ખો નફો થાય છે. બનાસડેરીના કારણે શક્ય બન્યું છે. 100 ઘરથી 7000 કિલો મઘ મળે છે. એક ટને એક લાખ મળે છે. એક ઘરમાં 10 હજાર જેટલી મધમાખી અને એક મખી હોય છે જે સતત ઈંડા મૂકે છે. 10 દિવસે 6 કિલો મધ આપે છે.

મધ પ્રોસેસિંગ

હિંમતનગરના ખેડૂત મહેરપુરા ગામના સલમાનઅલી નુરભાઈ ડોડીયા મધ પ્રોસેસીંગ યુનિટ(મધુમખી સમૂહ કોલોની) કરી છે. જે ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ સાબરકાંઠામાં શરૃ કર્યો છે. એક ઘરનું રૂ.4 હજાર રોકાણ કરીને 50 મધ ઘર બનાવીને વર્ષે એક ઘરથી 1 હજાર કિલો મધ મેળવે છે. 50 હજાર કિલો પેદા કરે છે. એક કિલોના રૂ.200-300 મળે છે.

દક્ષિણ ગુજરાતમાં શ્રેષ્ઠ મધ

મધ મેળવવાની ખેતી વલસાડ ,ડાંગ અને નવસારી જિલ્લામાં મોટાપાયે ખેડૂતો કરવા લાગ્યા છે. મધમાખી ના ડંખ નું ઝેર,રોયલ જેલી,પ્રોપોલીસ અને પરાગરજ ઘણા કામમાં આવે છે. નવસારીના ચીખલી તાલુકાના સોલધરા ગામના અશોકભાઈ પટેલે 2008-09માં 5૦ મઘમાખીના ઘરથી મધ મેળવવાનું શરૂ કર્યું હતું. 30 લોકો કામ કરે છે, એક મધમાખી ઘર પાછળ મહિને રૂ.100થી 120 ખર્ચ થાય છે. જે મધ રૂ.300-500ના ભાવે વેચાય છે. રાઈના ફુલ, તલના ફુલ, બાવળના ફુલનું મધ સરળતાથી મળે છે.

ભારત અને ગુજરાત

ભારત મધના ઉત્પાદનમાં 9મું સ્થાન ધરાવે છે. ભારતીય મધમાખી એપીસ સેરેના અને યુરોપીયન મધમાખી એપિસ મેલિફેરાની લગભગ એક મિલિયન વસાહતોમાં 85 હજાર ટન મધ પાકે છે. 40 હજાર ગામોમાં 2.50 લાખ ઘરને આવક કરી આપે છે. ભારતમાંથી જર્મની, અમેરિકા, ઈંગ્લેન્ડ, જાપાન, ફ્રાંસ, ઈટાલી અને સ્પેનમાં નિકાસ થાય છે.

ગુજરાતમાં મધ

ગુજરાતના 1800 ગામો, 1200 કુટુંબો મધના વ્યવસાયમાં હોવાનું અનુમાન છે. ડો. સી. સી. પટેલ, જલ્પા. પી.લોડાયા, કીટક શાસ્ત્ર વિભાગ ,બં. અ કૃષિ મહા વિદ્યાલય,એ.એ.યુ.,આણંદ દ્વારા મધ અને ઘણી વૈજ્ઞાનિક વિગતો તૈયાર કરી છે. ભારતના 60 લાખ હેક્ટરમાં 1 કરોડ અને ગુજરાતના 3 લાખ હેક્ટર વિસ્તારમાં 5 લાખ મધમાખી વસાહતો ઉછેરી શકાય તેમ છે.

ખેત ઉત્પાદનમાં વધારો

જે ખેતરમાં મધ ઘર હોય ત્યાં 17 ટકાથી 110 ટકા સુધી ઉત્પાદનમાં વધારો થયો છે. જેમાં રાયમાં 44 ટકા, ગુંગળીમાં 90 ટકા, ફળમાં 45-50 ટકાનો ફાયદો થાય છે. કપાસમાં 17થી 20 ટકાનું ઉત્પાદન વધે છે.

ચીખલી

નવસારીના ચીખલીના મધમાખી ઉછેર કેન્દ્રમાં વાર્ષિક 80 હજાર ટન મધનું ઉત્પાદન કરે છે. સોલધરા ગામ મધ ઉછેર માટે જાણીતું બન્યું છે. અશોકભાઇ ભગુભાઇ પટેલ મધમાખીથી 10 વર્ષથી સારી કમાણી કરે છે.

તેઓ હળવદ તાલુકામાં તલના ફુલો પર, માંગરોળ તાલુકામાં નાળીયેરી અને કચ્છ ખાતે જંગલી બોરડી, ખેર અને ગોરાડના ઝાડ પર મધમાખીને ડેવલપ કરીને મધમાખીઓ મુકીને મધ એકઠું કરી રહયા છે. અશોકભાઇના ધર્મપત્નિ અસ્મિતાબેન નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા શ્રેષ્ઠ મહિલા ખેડૂત તરીકેનું સન્માન કરવામાં આવ્યું હતું.

કાયમી 50 લોકોને રોજગારી પુરી પાડે છે. 3 હજાર મધ પેટી તેમની પાસે છે. ખેતરમાં ઇકો પોઇન્ટ બનાવ્યા છે. કેન્સર થયેલા વ્યકિતને કીમોથેરાપી સારવાર થકી શારીરિક અશકિતઓ નિવારવા આ મધનો ઉપયોગ થાય છે.

ઉનાળા અને ચોમાસાના અંતમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ગાંડા બાવળના જંગલોમાં, બાકીના સમયમાં ડાંગ, વલસાડ અને નવસારીના ખેતરોમાં મધપેટીઓ મુકી મધ ઍકઠું કરે છે.

જંતુનાશકો

પાક પર જંતુનાશક દવા છાંટતા હોય છે, જેને લીધે મધમાખીઓ મોટી સંખ્યામાં મરે છે. તેમને આ ઝેરી રસાયણોના ઉપયોગથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે.

મધમાખીઓ 5 પ્રકારની હોય છે

એમએસસી (બાગાયતમાં માસ્ટર ઓફ સાયન્સ) સુધી ભણેલા પ્રવીણ ગાંવ કનેક્શનને કહે છે કે મધમાખીઓ પાંચ પ્રકારની હોય છે.તે થાય છે. તેમાંથી કેટલીક મૂળ પ્રજાતિઓ છે અને કેટલીક વિદેશી છે.

1. એપિસ સેરેના ઇન્ડિકા – સામાન્ય રીતે મૂળ મધમાખી તરીકે ઓળખાય છે. આ પ્રજાતિને સરળતાથી અનુસરી શકાય છે. એક વર્ષમાં તેના એક બોક્સમાંથી 10 થી 15 કિલો મધનું ઉત્પાદન કરી શકાય છે. આ પ્રજાતિની મધમાખીઓ હારમાળામાં માણસો પર હુમલો કરતી નથી.

2. Apis mellifera – આ મધમાખીની યુરોપીયન પ્રજાતિ છે. આ પ્રજાતિની મધમાખીઓ પણ જીવાડાઓમાં માણસો પર હુમલો કરતી નથી. તેથી તેને સરળતાથી અનુસરી શકાય છે. આ જાતિના એક બોક્સમાંથી વાર્ષિક 30-60 કિલો મધનું ઉત્પાદન લઈ શકાય છે. જોકે ભારતમાં વાર્ષિક ઉત્પાદન 30 કિ.ગ્રા.

3. દિગોના મધમાખી – તેને સામાન્ય રીતે ડંખ વિનાની મધમાખી કહેવામાં આવે છે, જે મનુષ્યને કોઈ નુકસાન પહોંચાડતી નથી. તેને અનુસરી શકાય છે પરંતુ ઉત્પાદન ઘણું ઓછું છે. તેનું મધ ઔષધીય ગુણોથી ભરપૂર છે અને ખાવામાં કડવું છે. તેથી, તેનો ઉપયોગ વિવિધ પ્રકારની દવાઓ બનાવવામાં જ થાય છે. આ પ્રજાતિની મધમાખીઓ પોતે મીણ ઉત્પન્ન કરતી નથી. તે વિવિધ વૃક્ષોના છોડમાંથી ગુંદર એકત્રિત કરે છે અને મધપૂડો બનાવીને મધ બચાવે છે.

4. Apis Florea- તે કદમાં નાનું છે અને જંગલમાં રહે છે. જે ભારતમાં ખેતરોમાં કે જંગલોમાં વિવિધ વૃક્ષોના છોડમાં જોવા મળે છે. આ પ્રજાતિની મધમાખીઓ એક જગ્યાએ રહેતી નથી. આ કારણે તેનું પાલન કરવું શક્ય નથી.

5. Apis dorsata- તેનું કદ Apis floria કરતા ઘણું મોટું છે. તે જંગલોમાં પણ જોવા મળે છે. તે ટોળામાં માણસો પર હુમલો કરે છે. આથી તેનું પાલન કરવું શક્ય નથી.

આ પણ વાંચોઃ

કર્નલ સોફિયા પર ટિપ્પણી અંગે Vijay Shah ને સુપ્રીમમાંથી ઝટકો, SIT તપાસ કરશે

Panchmahal: સરકાર ગમાણી ગામે અજવાળું ક્યારે કરશે?, 6 પરિવારોને વીજળીના વલખાં!

રાજકોટમાં દારુના ધંધા સાથે સંકળાયેલા લોકોના 55 દબાણો તોડ્યા! | Rajkot Demolition

PM મોદીના વખાણ કરવામાં દેશની સેનાનનું અપમાન!, BJP નેતા સેના અંગે આ શું બોલ્યા?

અમેરિકામાં 4 કરોડની કેરીનો નાશ, જાણો ભારતે મોકલી કેરીમાંથી શું નીકળ્યું? | India exports

Joe Biden: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાયડનને પ્રોસ્ટેટ કેન્સર, સારવાર કેટલી શક્ય?

Rajkot માં 13 વર્ષિય સગીરાએ બાળકીને આપ્યો જન્મ, ગર્ભપાતની કોર્ટે આપી હતી મંજૂરી!

ઇઝરાયલે ગાઝામાં કરી મોટી તબાહી, 24 કલાકમાં 250 થી વધુ નિર્દોષ લોકોના મોત | Israel Gaza War

Surat: દુષ્કર્મના આરોપી BJP મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય સસ્પેન્ડ, યુવતી કેવી રીતે જાળમાં ફસાવી ?

Surat: ગેંગરેપની ઘટનામાં BJPના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાયની ધરપકડ

 

Related Posts

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે! પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!
  • December 14, 2025

Defamation claim: રાજયસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ કોર્ટમાં રૂ.૧૦૦ કરોડનો માનહાનિનો કેસ કર્યો હોવાની અહેવાલ સંદેશ,દિવ્ય ભાસ્કર વગરે અખબારોમાં છપાયા છે જેમાં કોર્ટે વિવાદિત પોસ્ટ ૪૮ કલાકમાં હટાવી લેવા આદેશ કર્યો…

Continue reading
Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ
  • December 14, 2025

 Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગરના થાન પંથકમાં ચાલી રહેલા ગેરકાયદેસર કાર્બોસેલની 100 જેટલી ખાણો પર દરોડા પાડવામાં આવતા ભારે ખળભળાટ મચી ગયો છે,મોટાભાગની ગેરકાયદેસર ખાણો સરકારી ખરાબાની જમીનો પર બિન્દાસ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

MNREGA: મોદી સરકાર નામ બદલીને શુ સાબિત કરવા માંગે છે? મનરેગાનું નામ બદલવાથી શુ ફેર પડશે? જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરે શુ કહ્યું?

  • December 14, 2025
  • 8 views
MNREGA: મોદી સરકાર નામ બદલીને શુ સાબિત કરવા માંગે છે? મનરેગાનું નામ બદલવાથી  શુ ફેર પડશે? જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરે શુ કહ્યું?

Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

  • December 14, 2025
  • 15 views
Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે! પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

  • December 14, 2025
  • 17 views
Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે! પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ

  • December 14, 2025
  • 20 views
Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ

Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

  • December 14, 2025
  • 33 views
Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 7 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી