
Gujarat: સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મ વચ્ચે ઘણા વર્ષોથી વિવાદ સામે આવતાં રહે છે. સાળંગપુરમાં હનુમાનજીને સ્વામિનારણને પગે લાગતાં ચિત્ર કંડારતાં પણ વિવાદ થયો હતો. જેમાં ભારે વિવાદ થઈ જતાં તે ચિત્રો હટાવી લેવા પડ્યા હતા.
સ્વામિનારાયણ સંપ્રદાયના 14 ફિરકાઓને નોટિસ…
ત્યારે આ જ મુદ્દે ગઈકાલે(23-02-2025) અમદાવાદમાં સનાતન ધર્મની બેઠકમાં દેવી-દેવતાઓના અપમાન કરવા મુદ્દે સ્વામિનારાયણ સંપ્રદાયના 14 ફિરકાઓને નોટિસ આપવા ચર્ચા કરાઈ છે. સનાતન ધર્મ અને દેવી-દેવતાઓના અપમાનને લઈને કાર્યવાહી કરવામાં આવશે. સાળંગપુરમાં હનુમાનજીની પ્રતિમાના વિવાદ અને અન્ય કેટલાક તથ્યો સામે આવતા હવે કાયદેસર રીતે આગળ વધવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
‘આપણાં જ આપણને નડ્યા’
સનાતન ધર્મ સમિતિ રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિર્નાથ મહારાજે કહ્યુ કે, સનાતન ધર્મના આપણાં જ આપણને નડ્યા છે. પરધર્મીઓએ ક્યારેય આપણા ધર્મનું અપમાન કરવાની કોશિશ કરી નથી. આપણાં જ ધર્મના લોકો ધર્મ વિશે વાહિયાત વાતો કરી છે. સાળંગપુરનો વિવાદ હોય કે પછી અન્ય કોઈ વિવાદ હોય સનાતન ધર્મની મૂળભૂત પરંપરાઓને તોડવાની વાત છે.
એક અઠવાડિયામાં નોટીસ આપવાનું આયોજન
સનાતનધર્મીઓએ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, આ એક અઠવાડિયામાં સ્વામિનારાયણ સંપ્રદાયના 14 ફિરકાઓને અમે નોટીસ પાઠવીશું. તેઓએ ધર્મને હાની કરી છે. પુસ્તકો, વેદો અને બાળવાર્તાઓની વાતો લઈને તેમના પાત્રો ગોઠવી દીધા છે. ઘનશ્યામ પાંડેને સર્વોપરી બતાવવાની કોશિશ કરી છે. ઘનશ્યામ પાંડેને સર્વોપરી માનવામાં આવે તેની સામે કોઈ વાંધો નથી, પરંતુ સનાતન ધર્મના જે દેવી-દેવતાઓનું અપમાન કરવામાં આવ્યું છે.
સાળંપુરમાં ગયા વર્ષે હનુનાનજીને કેવ રીતે ચિત્રાયા હતા?

વર્ષ 2023માં બોટાદના બરવાળા તાલુકામાં આવેલા સ્વામીનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદી સંચાલિત સાળંગપુર હનુમાન મંદિરમાં ‘કિંગ ઑફ સાળંગપુર’ની વિશાળ પ્રતિમાની નીચે શિલ્પચિત્રો કંડારવામાં આવ્યા હતા, તે બાબતે વિવાદ પેદા થયો હતો. આ શિલ્પચિત્રોમાં હનુમાન સ્વામીનારાયણ એટલે કે સહજાનંદ સ્વામીને પ્રણામ અને નમન કરતા તેવી રીતે દેખાડાયા હતા. એક શિલ્પચિત્રમાં હનુમાન સ્વામીનારાયણના ચરણમાં બેઠા જ્યારે ત્રીજા શિલ્પચિત્રમાં હનુમાનને સ્વામીનારાયણને ફળાહાર આપતા દેખાડાયા હતા. હનુમાનના આ પ્રકારનાં શિલ્પચિત્રોને કારણે કેટલાક હિંદુ સાધુ-સંતો નારાજ થયા હતા અને હજુ પણ નારાજ છે. આ બાદ સાધુ-સંતોએ શરૂ કરેલો વિરોધના સૂર હજુ પણ સમ્યો નથી.
આ પણ વાંચોઃ IND vs PAK: ‘મેં ક્યારેય વિચાર્યું ન હતું પાકિસ્તાન હારશે’, હાર બાદ પૂર્વ કેપ્ટન વસીમ અકરમનો ગુસ્સે,
આ પણ વાંચોઃ ભારત-પાક મેચ વચ્ચે પડોશી દેશે 22 માછીમારોને કર્યા મુક્ત; 18 ગુજરાતી







