
Vadodara Accident: વડોદરા જીલ્લાના કરજણ પાસેથી પસાર થતાં નેશનલ હાઈવે નંબ ર 8 પર ગમખ્વાર અકસ્માત થયો છે. લોકોદરા ગામ પાસે બે ખાનગી લક્ઝરી બસો વચ્ચે થયેલા અકસ્માતમાં બે મુસાફરોના મોત થઈ ગયા છે. જ્યારે 10 જેટલા મુસાફરો ગંભીર રીતે ઈજાઓનો ભોગ બનતાં નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાઈવે પર અકસ્માત થતાં ભાગદોડનો માહોલ સર્જાઈ ગયો હતો.
પોલીસે ઘટના સ્થળે
મળતી જાણકારી અનુસાર નેશનલ હાઈવે નંબર પર આવતાં લોકોદરા ગામ નજીક એક ખાનગી લક્ઝરી બસ રોડ સાઈડમાં પાર્ક કરી હતી. જે દરમિયાન સુરતથી વડોદરા તરફ આવી રહેલી લકઝરી બસ ઉભેલી બસ સાથે અથડાઇ હતી. ટક્કર એટલી ભયંકર હતી કે બંને બસના આગળના ભાગનો કચ્ચરઘાણ થઈ ગયો. ઘટનાના પગલે પોલીસે તપાસ શરુ કરી છે.
બે મુસાફરોના મોત
ભયંકર અકસ્માતમાં બે વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા છે. જ્યારે 10 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં જ હાઇવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી અને ઇજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢ્યા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ અને એમ્બ્યુલન્સનો કાફલો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો.
આ પણ વાંચો:
Vadodara: પોલોગ્રાઉન્ડ પાસે ડામર પાથરવાના ટેન્કરમાં આગ લાગતા દોડધામ મચી, દરેશ્વરમાં દુકાન સળગી
Surat: જાહેરમાં જન્મદિવસ ઉજવીને સુરતમાં વિરોધનો સામનો કરી રહેલા ભાજપના નેતાના અનેક વિવાદો, જુઓ
શું કોંગ્રેસ કર્ણાટકમાં RSS પર પ્રતિબંધ મૂકશે? જાણો પ્રિયાંક ખડગેએ શું કહ્યું?









