
Gujarat weather news: રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરી એક વરસાદનો રાઉન્ડ શરુ થયો છે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હજુ કેટલા દિવસ વરસાદ વરસતે તેને લઈને હવામાન વિભાગે આગાહીવ કરી છે હવામાન વિભાગે હજુ પણ રાજ્યમાં 6 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.
આજે આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આજે નવસારી, વલસાડ, નર્મદા, છોટાઉદેપુર, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યાં અતિભારે વરસાદની શક્યતા છે. ડાંગ, તાપી, સુરત, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બોટાદ, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં યલો એલર્ટ જારી કરાયું છે, જ્યાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
18 ઓગસ્ટે ગાજવીજ સાથે ભારે વરસાદ
આવતીકાલે, 18 ઓગસ્ટે, ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હાલ રાજ્યમાં ચાર હવામાન સિસ્ટમ સક્રિય છે, અને ટૂંક સમયમાં પાંચમી સિસ્ટમ પણ સક્રિય થઈ શકે છે.
19 ઓગસ્ટે વરસાદનું જોર વધશે
19 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતા વધવાની સંભાવના છે. જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, અમદાવાદ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ભરૂચ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. કેટલાક સ્થળોએ તીવ્ર પવન સાથે વરસાદ પડી શકે છે.
20 ઓગસ્ટે સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં એલર્ટ
20 ઓગસ્ટે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર અને જામનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ છે, જ્યાં છૂટાછવાયા ભારે વરસાદની આગાહી છે.
21 ઓગસ્ટે હળવો-મધ્યમ વરસાદ
21 ઓગસ્ટે કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે, જેના કારણે કેટલાક સ્થળો જળમગ્ન થઈ શકે છે.
22 ઓગસ્ટે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ
22 ઓગસ્ટે ગુજરાતમાં વ્યાપક વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 5થી 10 ઈંચ સુધીનો અતિભારે વરસાદ પડી શકે છે, જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 3થી 6 ઈંચ વરસાદની આગાહી છે. કચ્છમાં પણ નોંધપાત્ર વરસાદની શક્યતા છે.
આ પણ વાંચો
PM Modi on RSS: 75મા જન્મદિવસ પહેલા મોદીનો RSSને ખુશ કરવાનો પ્રયાસ? વિપક્ષ લાલઘૂમ
PM Modi on RSS: 75મા જન્મદિવસ પહેલા મોદીનો RSSને ખુશ કરવાનો પ્રયાસ? વિપક્ષ લાલઘૂમ
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં આભ ફાટવાથી 60 લોકોના મોત અને 120 ઘાયલ, ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ
UP News: વારાણસીમાં ટ્રેનમાં બેસીને પોતાની બેનના ઘરે જતી યુવતીને અલ્તાફे છેતરી કર્યું આવું