
Gujarat: દાહોદના કઠલા ગામના એક વ્યકિતએ પોતાના બે પુત્રો સાથે દોરડાથી ઝાડ પર લટકી જીવ આપી દીધો,પોતાના 8 વર્ષના દિકરા રવિ અને 6 વર્ષના સુરેશ સાથે આત્મહત્યા કરી, ઘટના પહેલા બહેન પાસે માંગ્યાં હતાં 500 રુપિયા, અને બહેને પૈસા લઈને થયો રવાના પણ ઘરે પરત ના ફર્યો ત્યારે શોધખોળ શરુ કરવામાં આવી.
કોણ હતો મૃતક વ્યકિત
આ વ્યકિત દાહોદના કઠલા ગામમાં રહેતો હતો તેનું નામ અરવિંદભાઈ હિમલાભાઈ વહોનિયા હતું. બે દિવસ પહેલા તે બીજા જિલ્લામાં મજુરી કરવા ગયો હતો, પાછાં ફરતાં તે બહેનને મળવાં મધ્યપ્રદેશના માંડલી ગામે ગયો અને તેની પાસેથી 500 રુપિયા લઈને ત્યાંથી નીકળી ગયો. પરતું તે ઘરે ન પહોંચતા પરિવારે તેની શોધ શરુ કરી. સવારે કઠલા ગામના છાયણ ફળિયામાં ખેતરમાં તે તેમના પુત્રો સાથે ઝાડ પર લટકેની હાલતમાં મળ્યાં હતાં. અને ત્યાં જ તેમનું બાઈક પણ મળી આવ્યું, મૃતદેહો લટકતાં જોઈ લોકોનું ટોળું ભેગું થઈ ગયું, પરિવાર જનો પણ માહિતી મળતાં જ દોડી આવ્યાં તેમને વિશ્વાસ નહોતો આવતો કે આવું બની શકે છે.
મૃતકની બહેને શું કહ્યું
આ ઘટનામાં મૃતકની બહેને કહ્યું કે ગઈકાલે મારો ભાઈ ઘરે જવા નીકળ્યો હતો, બહેન પાસેથી 500 રુપિયા લઈને તે મોડી રાત્રે નીકળ્યો હતો, આ પછી બહેનની ભાઈ સાથે ફોનમાં વાત પણ થઈ હતી, અને સવારે તેને પુત્રો સાથે આત્મહત્યાના સમાચાર મળ્યાં આ વાત વિશ્વાસ કરવા જેવી નથી.
આપઘાતનું રહસ્ય અકબંધ
આ મામલામાં યુવકે બાળકો સાથે આપઘાત કેમ કર્યો તેનું રહસ્ય હજુ સુધી ખૂલ્યું નથી,આ ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ પણ આવી પહોંચી,કતવારા પોલીસે પરિવારની હાજરીમાં પંચનામું કર્યું અને ત્રણેય મૃતદેહોનો નીચે ઉતારવામાં આવ્યાં. ત્યારબાદ પોસ્ટમોર્ટમ માટે તેને સી.એચ.સી કેન્દ્રમાં મોકલવામાં આવ્યાં છે. પોલીસ ઘટનાનું કારણ જાણવા તપાસ કરી રહી છે.
આત્મહત્યાના સંભવિત કારણો
દેશમાં વધી રહી છે સામુહિક આપઘાતની ઘટનાઓ આવી ઘટના પાછળ અનેક કારણો રહેલા હોય છે. સૌથી મોટું કારણ ગરીબી હોય છે. વ્યકિત મહેનત કરીને પણ પોતાના પરિવારની જરુરિયાતો પુરી નથી કરી શકતો ત્યારે આવો રસ્તો અપનાવે છે. કે કોઈ દેવામાં ડૂબી જાય અથવા તો બાળકો વધારે હોયને કમાવનાર એકલો હોય, આત્મહત્યાના અનેક કારણો હોઈ શકે છે.