
Special Investigation Report:ચૂંટણી પંચ દ્વારા હાલ ચાલી રહેલા મતદાર યાદી સુધારણા અભિયાન (SIR) દરમિયાન અમુક નવી માર્ગદર્શિકાઓને લઈ નાગરિકો મુંઝવણમાં મુકાયા છે,જેમાં સૌથી મોટો સવાલ એ ઉભો થયો છે કે દરેકને ભારતીય નાગરિક પુરવાર કરવા માટે માતા-પિતા, દાદા-દાદીના નામ સાથેની વિગતો આપવાની ફરજ પડાઈ છે અને તેમાં પુરાવા તરીકે ‘કુટુંબ રજિસ્ટર’ને માન્ય દસ્તાવેજ ગણવામાં આવ્યું છે.
ચૂંટણી આયોગે માન્ય દસ્તાવેજોની જે યાદી તૈયાર કરી છે, તેમાં ‘કુટુંબ રજિસ્ટર’નો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ આ મુદ્દે સવાલ ઊભા થયા છે. ગુજરાતમાં પેઢીનામું તો દસ્તાવેજ તરીકે અમલમાં છે, પરંતુ કુટુંબ રજિસ્ટર કોઈ સરકારી વિભાગમાં નથી.પરિણામે,હવે સાવલ એ ઉભો થયો છે કે માન્ય દસ્તાવેજ તરીકે ‘કુટુંબ રજિસ્ટર’ ક્યાંથી લાવવું.
હાલમાં જે માંગ ઉઠી રહી છે,તેમાં મુખ્યત્વે રાજ્ય ચૂંટણી પંચ કુટુંબ રજિસ્ટરની વ્યાખ્યા સ્પષ્ટ કરી પેઢીનામાને માન્ય દસ્તાવેજ તરીકે ગણવામાં આવે તેવો સૂર ઉઠ્યો છે.આ સિવાય મતદાર યાદી સુધારણાની કામગીરીમાં થઈ રહેલો વિલંબ અને અન્ય ટેકનિકલ સમસ્યાઓ અંગે પણ ફરિયાદો સામે આવી રહી છે. હજુપણ ઘણા વિસ્તારમાં બૂથ લેવલ ઓફિસર (BLO) ફોર્મ પહોંચાડી શક્યા નથી, જેથી લોકોમાં ફરિયાદ છે કે તેમને ફોર્મ મળ્યા નથી.
નાગરિકોને 2002ની મતદાર યાદીમાં નામ શોધવાને લઈને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ત્યારે હવે સવાલ એ પણ છે કે જયારે ફાઇનલ મતદાર યાદી પ્રસિદ્ધ થશે ત્યારે પ્રત્યેક વિધાનસભા બેઠકમાં મતદારોની સંખ્યામાં મોટો ઉલટફેર જોવા મળી શકે છે.માહિતી બહાર આવી છે. રાજ્યમાં કુલ 1.42 લાખ મૃતકોના નામ હજુ પણ મતદાર યાદીમાં નોંધાયેલા હોવાનું Special Investigation Report (SIR)ની કામગીરી દરમિયાન ખુલવા પામ્યું છે.
ચકાસણી દરમિયાન જાણવા મળ્યું કે જૂની મતદાર યાદીઓમાં ઘણા જીવિત મતદારોના નામ નથી જ્યારે મૃત્યુ પામેલા લોકોના નામ હજુ સુધી અપડેટ કરવામાં આવ્યા નથી અત્યાર સુધીમાં જે આંકડા સામે આવ્યા છે તેમાં અમદાવાદમાં 27,324 મૃતકોના નામ,વડોદરામાં 17,628 મૃતકો,રાજકોટમાં 9,312 મૃતકો અને સુરતમાં 5,303 મૃતકોના નામ હોવાનું ચકાસણી દરમિયાન ખુલ્યું છે.
ગુજરાતમાં હાલમાં મતદાર યાદી સુધારણા અભિયાન (SIR) ચાલી રહ્યું છે પણ ચૂંટણી પંચની કેટલીક નવી માર્ગદર્શિકાઓને કારણે મતદારો અને રાજકીય પક્ષોમાં મૂંઝવણ પણ જોવા મળી રહી છે.
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા






