
Kaalchakra:વડાપ્રધાન મોદીએ આજે નિવેદન આપ્યું છે કે “દારૂ-ડ્રગ્સનું દુષણ દૂર કરવા સરકાર કામ કરી રહી છે અને લોકો પણ આ અભિયાનમાં સહયોગ આપે તેવી અપીલ કરી છે”હવે આ નિવેદન ત્યારે સામે આવ્યું કે જ્યારે ગુજરાતમાં દારૂ-ડ્રગ્સનો મુદ્દો બરાબરનો સળગ્યો છે.
હાલ ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂ વેચાણ મુદ્દે ભારે હોબાળો થયો છે અને રાજ્યમાં દારૂબંધીનો કોઈ અમલ થતો નહિ હોવાની વાત સાથે જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારી લેવાની વાત કરી ત્યારે આ મુદ્દો ખૂબજ ચગ્યો છે અને ભાજપ અને વિપક્ષ સામસામે આવી ગયા છે જેમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સંસ્કાર વાળી વાત કરી પોલીસને પોતાનો સપોર્ટ હોવાનું જણાવતા ઇન ડાયરેક તેઓ કોઈ દારૂ અને ડ્રગસના વિરોધમાં બોલે તો ‘ચલાવી નહિ લેવાનું’ તેવો અર્થ કાઢી વિપક્ષ દ્વારા ભાજપ સરકારજ દારૂ વેચાણને પ્રાધાન્ય આપતી હોવાના ગંભીર આરોપ થયા છે ત્યારે ગુજરાતમાં દારૂબંધી કે જે અંગ્રેજ વખતથી હતી તેમાં સૌ પ્રથમ સુધારા કરી દારૂબંધી હળવી કરવાનું શ્રેય નરેન્દ્રભાઈ મોદીને જાય છે જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ દારુબંધી હળવી કરી સેઝ, હોટેલ,પરમિટમાં ઉદ્યોગો માટે છૂટ આપી હતી અને ત્યારથી છૂટ છાટ છે અને સરકારે પાટનગર ગાંધીનગર સ્થિત ગિફ્ટ સીટીમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકૉસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં ‘વાઇન ઍન્ડ ડાઇન’ સુવિધા ઉપલબ્ધ કરાવવા પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો હતો આમ ઉચ્ચ ક્વોલિટીનો જે માંગો તે બ્રાન્ડ આમેય ત્યાં કાયદેસર મળે છે.
બીજી તરફ વડાપ્રધાન મોદીએ આજે નિવેદન આપ્યું છે કે “દારૂ-ડ્રગ્સનું દુષણ દૂર કરવા સરકાર કામ કરી રહી છે અને લોકો પણ આ અભિયાનમાં સહયોગ આપે તેવી અપીલ કરી છે”
હવે બન્ને વિરોધાભાસ અંગે સિનિયર પત્રકાર દિલીપભાઈ પટેલે વિસ્તુત છણાવટ કરી છે તે નીચેના વીડિયોમાં જોઈશુ.
આ પણ વાંચો:




