
- IND Vs PAK: પાકિસ્તાન સામે ગુજરાતીઓએ મચાવ્યો તરખાટ: અક્ષર-હાર્દિક-જાડેજાની ત્રિપટી બની હાવી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પાંચમી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા ટોસ હારી ગયો છે. આ ટીમે ODIમાં સતત 12મો ટોસ હાર્યો છે. પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
ભારતે પાકિસ્તાનની બે વિકેટો ઝડપી પાડી દીધી હતી. પરંતુ પાછળથી રિઝવાન અને સઈદે 100 રનની પાર્ટનરશીપ કરીને ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાં મુકી દીધી હતી. જોકે, આ દરમિયાન અક્ષર પટેલે રિઝવાનને ક્લિન બોલ્ડ કરીને ટીમ ઈન્ડિયાને ગેમમાં પરત લાવી દીધી હતી. તે પછી હાર્દિક પંડ્યાએ વધુ એક ખેલાડીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
200th International wicket of Hardik Pandya 🇮🇳
– One of the finest all rounder in Modern Era. pic.twitter.com/2XWlcpI79H
— Johns. (@CricCrazyJohns) February 23, 2025
Axar Patel and Hardik pandya dividing Pakistani wickets #INDvsPAK pic.twitter.com/oQzPiNuu6I
— SwatKat💃 (@swatic12) February 23, 2025
આ દરમિયાન પણ હાર્દિકની ઓવરમાં ઉછળેલા કેસને અક્ષય પટેલે ઝડપી પાડ્યો હતો. આ પહેલા બે કેચ છૂટી ચૂક્યા હતા. પરંતુ અક્ષર પટેલે કોઈ જ ચૂક કર્યા વગર કેચ પકડીને પાકિસ્તાનની ચોથી વિકેટને તંબૂ ભેગી કરી દીધી હતી. તે પછી રવિન્દ્ર જાડેજાએ આવતાની સાથે જ પહેલા બોલે પાકિસ્તાનને વધુ એક ઝાટકો આપી દીધો હતો. તૈયબ તાહિરને ચાર રને ક્લિન બોલ્ડ કરીને જાડેજાએ પાકિસ્તાનને પાંચમો ઝટકો આપી દીધો હતો.
Hardik ✅
Axar ✅
Jadeja ✅It’s not India vs Pakistan it’s Gujarat vs Pakistan #INDvsPAK #ChampionsTrophy2025 pic.twitter.com/eBGOPOrwHi
— Mumbai Indians FC (@MIPaltanFamily) February 23, 2025
.@imjadeja mark wicket 🎯
📸: JioHotstar pic.twitter.com/Mz8v83goBO
— CricTracker (@Cricketracker) February 23, 2025
આ પણ વાંચો- પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી; બન્યા PM મોદીના પ્રિન્સિપાલ સેક્રેટરી