Prohibition will not be implemented in Gujarat: કૉંગ્રેસનો હર્ષ સંઘવીને ટોણો,’અદાણી પોર્ટ ઉપર ડ્રગ્સ ઉતરે છે તેનું કઈક કરો!’અમારી સામે સિસ્ટમનો ઉપયોગ ન કરો!

  • Gujarat
  • November 26, 2025
  • 0 Comments

Prohibition will not be implemented in Gujarat: ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સ્થાનિક પોલીસ અને અધિકારીઓને દારૂ અને ડ્રગસના વેચાણ મામલે ચેલેન્જ કરી વહીવટદારો અને બુટલેગરોનું લિસ્ટ આપવા તૈયાર હોવાનું જણાવી દારૂબંધીનો કડક અમલ કરવા માંગ કર્યા બાદ ‘પટ્ટા તમારા છે અમારા નહિ!,ઉતરી જશે!’ જેવી ટિપ્પણી કર્યા બાદ હવે જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસનો પોલીસ પરિવાર દ્વારા વિરોધ શરૂ થયો છે અને ઠેર ઠેર રેલીઓ કાઢી મેવાણીમાં રાજીનામાની માંગ કરી રહયા છે એટલુંજ નહિ પણ જન આક્રોશ રેલીને અટકાવી રહયા છે આ બધા વચ્ચે રાજ્ય ગૃહ મંત્રી પણ પોલીસ સમર્થનમાં આવતા રાજકારણ વધુ ગરમાયુ છે અને કોંગ્રેસે ટ્વીટ કરી’ગુજરાતના ગૃહમંત્રી કોંગ્રેસ પક્ષની “જન આક્રોશ યાત્રા” સામે વિરોધ કરવા માટે પોલીસને સૂચના આપવા માટે તેમની સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે.

કોંગ્રેસે કહ્યું કે ગુજરાતના ગૃહમંત્રીએ પોલીસ સમારોહમાં નિવેદન કર્યું કે, “જો કોઈ શિક્ષિત જનપ્રતિનિધિ કાયદા વિશે વાત કરે છે, તો ચિંતા કરશો નહીં; હું અહીં ઢાલ બની બેઠો છું.” આ નિવેદન ગૃહમંત્રી, જે નાયબ મુખ્યમંત્રી પણ છે તેમના તરફથી આવ્યું છે.

તેઓને ખબર છે કે ગુજરાતમાં દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ છે છતાં તેઓ આ રીતે બોલી રહયા છે.
તેઓએ આક્ષેપ કર્યો કે અદાણીના બંદરથી ગુજરાતમાં ડ્રગ્સ મોટા પાયે આવી રહ્યું છે. પરંતુ તેની કાર્યવાહી કરવાને બદલે, ગુજરાતના ગૃહમંત્રી કોંગ્રેસ પક્ષની “જન આક્રોશ યાત્રા” સામે વિરોધ કરવા માટે પોલીસ અધિકારીઓને સૂચના આપવા માટે તેમની સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની જનાક્રોશ યાત્રા દરમિયાન થરાદમાં શિવનગર ખાતે કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી એસપી કચેરીએ પહોંચ્યા હતા જ્યાં બહેનોની સભામાં પ્રવચન આપતા કહ્યું હતું કે થરાદમાં દારૂનો ધંધો બંધ નહીં થાય તો પટ્ટા પોલીસના ઉતરશે, મારા નહી.

થરાદમાં હવે દારૂનો ધંધો થવો ન જોઈએ. મારી બહેનોનું ચાંલ્લો છીનવાય તેવું કોઈ કામ હું નહીં થવા દઉં.થરાદના શિવનગર પર મારી નજર રહેશે,હવે જોઉં છું કે અહીં દારૂનો કેવી રીતે ધંધો થાય છે.જિજ્ઞેશ મેવાણીએ દાવો કર્યો હતો કે આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી કહેતા રહે છે કે રાજ્યમાં દારૂ ક્યાંય વેચાતો હોય તો તેની મને જાણ કરો, હું તેની સામે કાર્યવાહી કરીશ. લો આ થરાદના શિવનગરમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે મારી બહેનોના ચાલ્લાં ઉજડી રહયા છે, ગૃહમંત્રી શું કરી શક્યા, કશું જ નહી.

પણ વડગામનો આ ધારાસભ્ય બણગાં નહી મારે,તે સીધો જ પોલીસ કચેરીઓ તેનો મોરચો જ લઈ જશે.
આખા શિવનગરમાં દારૂ જ્યાં વેચાતો હશે ત્યાં પોલીસ પાસે રેડ પડાવીશું, નહીં થાય તો તેમના પટ્ટા ઉતરશે મારા નહી. પોલીસ કામગીરી નહી કરે તો જનતા રેડ કરશે.દારૂના અડ્ડાને લઈને કોઈ માહિતી પોલીસને પૂરી પાડે તો તેણે કોઈ સવાલ કરવાના નહીં.જો દારૂને બંધ કરવા સામે કોઈ આડે આવશે તો પછી તે છે અને વડગામનો ધારાસભ્ય છે, જિજ્ઞેશ મેવાણીના આ નિવેદને ભારે ચકચાર મચાવી છે અને દારૂબંધીનો મામલો ભારે ચર્ચામાં રહ્યો છે હાલ એવું ચિત્ર ઊભું થઈ રહ્યું છે કે કોંગ્રેસ દારૂ વેચાણનો વિરોધ કરી દારૂબંધીનો અમલ કરાવવા મેદાનમાં છે ત્યારે સામા પક્ષે કોંગ્રેસના અભિયાનનો વિરોધ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: 

Bhavnagar umrala news: ઉમરાળામાં બે જૂથ વચ્ચે તંગદિલી,સુરતથી ગાડીઓ ભરીને પાટીદારો ઉમટ્યા!ભરવાડ સમાજ પણ એકત્ર થતા તંગદિલી!

Rupee Hits Record Low Against Dollar: ભારતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયો આટલો નબળો પડયો:મોંઘવારી વધશે

Tejas Crash:દુબઈમાં ક્રેશ તેજસના શહીદ પાયલોટ નમન સ્યાલને ઠેરઠેરથી મળી શ્રદ્ધાંજલિ,શહીદ નમન સ્યાલના પરિવાર વિશે જાણો

 

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?
  • March 17, 2026

■ગુજરાતમાં બટાકાના ભાવ 60 ટકા ઘટી જતા રૂ.6500 કરોડનું ખેડૂતોને નુકસાન ■વધારે વાવેતર અને ખાડી યુદ્ધને લીધે નિકાસ અટકતા વચેટિયાઓને જલસો પડી ગયો છે. (દિલીપ પટેલ દ્વારા) અમદાવાદ, 17 માર્ચ…

Continue reading
ACB: ગુપ્તચર ખાતાના PI લાંચ લેતા ઝડપાયા! DYSP બને તે પહેલાંજ ‘ખેલ’ થઈ ગયો!! IBના અધિકારી ACBની જાળમાં ફસાયા!
  • March 15, 2026

ACB: સરકારી ખાતાઓમાં ઉંચા સરકારી પગાર અને પદ-પ્રતિષ્ઠા અને સગવડો મળતી હોવાછતાં કેટલાક એટલા બધા લોભિયા હોય છે કે પગારથી સંતોષ થતો નથી અને બે નંબરના પૈસા ક્યાંથી આવે તેમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 4 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 5 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”