
Father kills daughter in Gurugram: 10 જુલાઈએ રાધિકા યાદવની માતા મંજુનો જન્મદિવસ હતો. એ જ રાધિકા જેણે રાજ્ય સ્તરની ટેનિસ ટુર્નામેન્ટમાં મેડલ જીતીને પિતા દીપક યાદવને ગૌરવ અપાવ્યું હતું. પણ તેણે ક્યારેય વિચાર્યું નહીં હોય કે જે હાથે તેને 25 વર્ષ સુધી ઉછેરી, તે જ હાથ તેનું જીવન છીનવી લેશે.
હરિયાણાના ગુરુગ્રામના સેક્ટર 57 માં રહેતા પરિવાર માટે તે દિવસ ખુશીનો પ્રસંગ હતો. રાધિકા સવારથી જ રસોડામાં પોતાની માતાના જન્મદિવસની તૈયારી કરી રહી હતી. પરંતુ બપોર સુધીમાં બધું બદલાઈ ગયું જ્યારે પિતા દીપક યાદવે પોતાની લાઇસન્સવાળી રિવોલ્વરથી પોતાની પુત્રીને ત્રણ ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધી.
રાધિકા ગુરુગ્રામમાં જ નહીં હરિયાણામાં પણ જાણીતી ટેનિસ ખેલાડી હતી
25 વર્ષીય રાધિકા યાદવ માત્ર ગુરુગ્રામમાં જ નહીં હરિયાણામાં પણ જાણીતી ટેનિસ ખેલાડી હતી. તેણીએ રાજ્ય સ્તરે ઘણી વખત જીત મેળવી હતી અને તેના પિતાના ટેનિસ ટેનિસ એકેડેમીમાં રમવાનું શરૂ કર્યું હતું. રમતગમતમાં તેની સફળતા સોશિયલ મીડિયા પર પણ પ્રતિબિંબિત થઈ હતી. તે એક ઉભરતી સોશિયલ મીડિયા પ્રભાવક બનવા માંગતી હતી. રાધિકાના નજીકના લોકોના મતે ઈજાને કારણે તેણે વ્યાવસાયિક ટેનિસમાંથી વિરામ લીધો અને પછી તેના જેવા બાળકોને તાલીમ આપવા માટે એકેડેમી ખોલી. પરંતુ આ બધું ધીમે ધીમે તેના પિતા દીપક યાદવ માટે અસ્વીકાર્ય બન્યું. પિતાની પુત્રીનું કામ ગમતું ન હતુ.
હત્યાનું સાચું કારણ શું હતું?
ગુરુગ્રામ પોલીસની શરૂઆતની તપાસમાં જે બાબતો સામે આવી તેનાથી સૌ કોઈ ચોંકી ગયા. દીપક યાદવે પોલીસ સમક્ષ કબૂલાત કરી કે તેણે તેની પુત્રીની હત્યા કરી છે. તેણે કહ્યું કે તે રાધિકાના ટેનિસ એકેડેમી ખોલવાના નિર્ણયથી ગુસ્સે હતો. તેણે તેને ઘણી વાર એકેડેમી બંધ કરવા સમજાવ્યું, પરંતુ રાધિકાએ સાંભળ્યું નહીં. દીપકે એમ પણ કહ્યું કે લોકો તેને ટોણા મારતા હતા કે તે તેની પુત્રીની કમાણી પર જીવે છે. રાધિકાની સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ અને પ્રભાવશાળી બનવાની ઇચ્છાએ પણ પિતાના વિચારને અસર કરી. સૂત્રોનો દાવો છે કે દીપકને રાધિકા દ્વારા રીલ્સ બનાવવી, ઇન્સ્ટાગ્રામ પર સક્રિય રહેવું અને તેની ખ્યાતિની ઇચ્છા પસંદ નહોતી. તે આ બધું ‘ઘરની ગરિમા’ વિરુદ્ધ માનતો હતો.
ઘટના કેવી રીતે બની?
10 જુલાઈના રોજ સવારે 10:30 વાગ્યાની આસપાસ, રાધિકા રસોડામાં નાસ્તો બનાવી રહી હતી. તેની માતા મંજુ યાદવ રૂમમાં આરામ કરી રહી હતી, તેને તાવ હતો અને તે પોતાનો જન્મદિવસ ઉજવવાના મૂડમાં નહોતી. ઘરમાં દીપક યાદવ, મંજુ અને રાધિકા સિવાય બીજું કોઈ નહોતું. દીકરો પ્રોપર્ટી ડીલિંગના કામ માટે બહાર ગયો હતો. આ દરમિયાન, દીપક પોતાના રૂમમાંથી બહાર આવ્યો અને રસોડામાં રહેલી રાધિકા પર તેની લાઇસન્સવાળી રિવોલ્વરમાંથી એક પછી એક ત્રણ ગોળીઓ ચલાવી. રાધિકા લોહીથી લથપથ ત્યાં પડી ગઈ. અવાજ સાંભળીને, દીપકનો ભાઈ અને તેનો દીકરો ઉપરના માળે દોડી ગયા. રાધિકા રસોડામાં બેભાન હાલતમાં પડી હતી અને રિવોલ્વર ડાઇનિંગ ટેબલ પર રાખવામાં આવી હતી જેમાં ફક્ત એક જીવતો કારતૂસ બચ્યો હતો.
પરિવારે પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો
પોલીસને હોસ્પિટલ તરફથી માહિતી મળી હતી કે એક યુવતીને ગોળી વાગી છે. જ્યારે સેક્ટર 56 પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર વિનોદ કુમારની ટીમ ઘટનાસ્થળે પહોંચી, ત્યારે પરિવારે શરૂઆતમાં તેમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો. તેમણે દાવો કર્યો કે રાધિકાએ પોતાને ગોળી મારી હતી. પરંતુ જ્યારે પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું, રિવોલ્વરની સ્થિતિ અને ઘાવની દિશા જોઈ, ત્યારે શંકા વધી ગઈ. અંતે, જ્યારે દીપક યાદવની કડક પૂછપરછ કરવામાં આવી, ત્યારે તે ભાંગી પડ્યો અને પોતાનો ગુનો કબૂલ કરી લીધો.
પાડોશીઓ ચોંકી ગયા
આજે પણ વિસ્તારના લોકો માનતા નથી કે દીપક યાદવ, જે શાંત, સહયોગી હતો અને પોતાની પુત્રીને ટેનિસ રમવા ક્યારેય રોકતો ન હતો તે આવું કરી શકે. પાડોશીઓ કહે છે કે રાધિકા અને તેના પિતા વચ્ચે સારો સંબંધ માનવામાં આવતો હતો. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી, બંને વચ્ચે ખાસ કરીને એકેડેમીના ખર્ચ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ અંગે દલીલો ચાલી રહી હતી. રાધિકાની માતા મંજુ યાદવ આઘાતમાં છે. તેમણે કહ્યું કે તેમને આ ઘટનાનો કોઈ ખ્યાલ નહોતો. તેમણે ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો, પરંતુ તેમને ખ્યાલ નહોતો કે તેમનો પતિ તેમની પુત્રીને મારી નાખશે.
રાધિકા સોશિયલ મીડિયા એક્ટિવ હતી, શું અફરે હતુ?
રાધિકા તાજેતરના મહિનાઓમાં સોશિયલ મીડિયા પર સક્રિય થઈ ગઈ હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર ટેનિસ, ફિટનેસ અને પ્રેરણા સંબંધિત સામગ્રી પોસ્ટ કરવાનું શરૂ કર્યું. તેને કેટલીક બ્રાન્ડ્સ તરફથી ઓફરો પણ મળવા લાગી. તેના નજીકના લોકો કહે છે કે તે સોશિયલ મીડિયા છવાઈ જવા માગતી હતી. પોલીસ આ દ્રષ્ટિકોણથી પણ તપાસ કરી રહી છે કે શું રાધિકાનો કોઈ અંગત સંબંધ કે સંપર્ક હતો જેનાથી તેના પિતાએ હત્યા કરી હોય.
હત્યાનો ગુનો નોંધાયો, રિવોલ્વર જપ્ત
પોલીસે ઘટનાસ્થળેથી દીપક યાદવની ધરપકડ કરી છે. હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. હત્યામાં વપરાયેલી લાઇસન્સ પ્રાપ્ત રિવોલ્વર જપ્ત કરવામાં આવી છે. દીપકના ભાઈની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ હવે રિવોલ્વરના લાઇસન્સ, રાધિકાની સોશિયલ મીડિયા પ્રવૃત્તિ અને એકેડેમીના સંચાલન સંબંધિત દસ્તાવેજોની પણ તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ
Sabarkantha: ગાંજો રાખવા અને ઉગાડવા મામલે મંદિરના મહંત સહિત બેની ધરપકડ
Japan Heavy Rain: જાપાનમાં વરસાદે અને વાવાઝોડાએ મચાવી તબાહી, બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડી!
Gujarat Bridges Roads cost: છેલ્લાં 10 વર્ષમાં પુલ અને રસ્તાઓ પાછળ 1 લાખ કરોડનો ખર્ચ, છતાં હાલત ખરાબ
Gambhira Bridge collapse: સંવેદના વ્યક્ત કરવામાં ભાજપ નેતાઓએ કર્યું કોપી પેસ્ટ, પછી શું થાય બોલો!








