75 વર્ષની ઉંમર પાર કરનારા નેતાઓએ વિદાય લેવી જોઈએ, ભાગવત નિવેદન આપી ખુદ ફસાઈ ગયા, જાણો | Mohan Bhagwat statement

  • India
  • July 11, 2025
  • 0 Comments

Mohan Bhagwat statement: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે 75 વર્ષની ઉંમર પાર કરનારા નેતાઓને ‘સન્માનજનક વિદાય’ લેવાની સલાહ આપ્યા બાદ રાજકીય તોફાન મચી ગયું છે. આ નિવેદન પર વિપક્ષે તરત જ હુમલો કર્યો, વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું અને તેમને “નિવૃત્તિ” લેવાની માંગ કરી. ભાગવતની 75 વર્ષની ઉંમરે પદ છોડવાની કથિત ટિપ્પણી અંગે કોંગ્રેસે કહ્યું કે હવે તો મોહન ભાગવતે મોદીને યાદ અપાવવું પડ્યું કે તેઓ 75 વર્ષના થઈ જશે

કોંગ્રેસનો કટાક્ષ: આ કેવા પ્રકારનું ઘરવાપસી છે?

કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે પ્રધાનમંત્રી પણ મોહન ભાગવતને કહી શકે છે. તેઓ પણ 11 સપ્ટેમ્બર 2025 ના રોજ 75 વર્ષના થશે. તેમણે X પર એક પોસ્ટમાં કહ્યું, “બિચારો એવોર્ડ ઇચ્છુક પ્રધાનમંત્રી! આ કેવીઘર વાપસી છે – પાછા ફરતી વખતે, સંઘ દ્વારા તેમને યાદ અપાવવામાં આવ્યું કે તેઓ 17 સપ્ટેમ્બર 2025ના રોજ 75 વર્ષના થશે. એક તીર, બે નિશાન!”

પવન ખેરાએ શું કહ્યું?

કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ પણ પ્રહારો કરતા કહ્યું કે, “હવે તમે બંને તમારી બેગ ઉપાડો અને એકબીજાને માર્ગદર્શન આપો.” તેમણે એક વીડિયો શેર કરીને લખ્યું કે, “દેશ માટે સારા દિવસો આવી રહ્યા છે. ભાગવત અને મોદી જવાના છે.”

શું મોદી પોતાના 75 વર્ષની ઉંમરનો નિયમ લાગુ કરશે ?: શિવસેના

અગાઉ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) ના સાંસદ સંજય રાઉતે પૂછ્યું હતું કે શું પીએમ મોદી ભાજપના વરિષ્ઠ નેતાઓની જેમ 75 વર્ષની ઉંમરનો નિયમ પોતાના પર પણ લાગુ કરશે ખરા. રાઉતે કહ્યું, “મોદીજીએ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને જસવંત સિંહ જેવા નેતાઓને 75 વર્ષની ઉંમર પાર કરી ત્યારે તેમને બાજુ પર મૂકી દીધા હતા. હવે જોઈએ કે શું તેઓ પોતાના પર પણ આ જ નિયમ લાગુ કરે છે.”

RSS અને ભાજપ વચ્ચેની આ ચર્ચા હવે ખુલ્લી રીતે બહાર આવી: પ્રિયંકા ચતુર્વેદી

શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ આ મુદ્દા પર ટિપ્પણી કરી. તેમણે કહ્યું, “આ એક સ્પષ્ટ સંદેશ છે અને તે તે વ્યક્તિ માટે છે જે સપ્ટેમ્બરમાં પોતાનો 75મો જન્મદિવસ ઉજવશે. RSS અને ભાજપ વચ્ચેની આ ચર્ચા હવે ખુલ્લી રીતે બહાર આવી રહી છે.” ચતુર્વેદીએ એમ પણ સંકેત આપ્યો કે આ નિવેદન ભાજપના આંતરિક નેતૃત્વમાં પરિવર્તનની શક્યતા દર્શાવે છે.

ભાગવત શું બોલ્યા કે હડકંપ મચ્યો?

મોહન ભાગવતે બુધવારે નાગપુરમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં કહ્યું. “જ્યારે તમે 75 વર્ષના થાઓ છો, ત્યારે તેનો અર્થ એ છે કે હમણાં જ થોભો અને બીજાઓને મોકો આપો.” ભાગવત આરએસએસના વિચારધારક મોરોપંત પિંગલેની ટિપ્પણીનો ઉલ્લેખ કરી રહ્યા હતા કે જ્યારે 75 વર્ષ પૂર્ણ થવા પર તમારા પર શાલ પહેરાવવામાં આવે છે, તો તેનો અર્થ એ છે કે તમે ચોક્કસ ઉંમરે પહોંચી ગયા છો, હવે તમારે બાજુ પર હટી જવું જોઈએ અને બીજાઓને કામ કરવા દેવું જોઈએ.

RSS વડા અને મોદી વચ્ચે ઉંમરમાં સમાનતા

નોંધનીય છે કે મોહન ભાગવત અને પીએમ નરેન્દ્ર મોદી બંનેનો જન્મ સપ્ટેમ્બર 1950 માં થયો હતો. એટલા માટે રાજકીય વર્તુળોમાં ભાગવતના નિવેદનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

નાગપુર પ્રવાસ પર પણ પ્રશ્નો ઉભા થયા

સંજય રાઉતે અગાઉ એવો પણ દાવો કર્યો હતો કે માર્ચમાં નાગપુરમાં આરએસએસ મુખ્યાલયમાં પીએમ મોદીની મુલાકાત, જે એક દાયકામાં પહેલી વાર હતી, તે “સંભવિત નિવૃત્તિ” અંગે ચર્ચા કરવા માટે હતી.

RSS અને ભાજપ વચ્ચે નેતૃત્વની ઉંમર અંગે આ કોઈ નવો વિવાદ નથી. અગાઉ પણ ભાજપમાં 75 વર્ષની વય મર્યાદા અંગે ચર્ચા થઈ છે, જેના હેઠળ ઘણા વરિષ્ઠ નેતાઓને સક્રિય રાજકારણમાંથી દૂર કરીને ‘માર્ગદર્શક મંડળ’માં સામેલ કરવામાં આવ્યા હતા. જોકે, વડા પ્રધાન મોદીના કિસ્સામાં આ નીતિ લાગુ થશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે.

જોકે, ભાજપે આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો અને તેને નિયમિત મુલાકાત ગણાવી. ગૃહમંત્રી અમિત શાહે મે 2023 માં જ સ્પષ્ટ કર્યું હતું કે પીએમ મોદી 2029 સુધી દેશનું નેતૃત્વ ચાલુ રાખશે. તેમણે કહ્યું હતું કે, “ભાજપના બંધારણમાં નિવૃત્તિની કોઈ ઉંમર નક્કી નથી. મોદીજી 2029 સુધી વડાપ્રધાન રહેશે.”

 

આ પણ વાંચોઃ

Bihar: મતદારયાદી સુધારણા પર સ્ટે મૂકવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, આધારને કેમ નાગરિકતાનો પુરાવો ન ગણી શકાય?

Gurugram Murder: માતાના જન્મ દિવસે જ પિતાએ પુત્રીને 3 ગોળી મારી, શું અફેર હતુ? જાણો હચમચાવી નાખતો કિસ્સો

Bihar Election: મતદારો પાસે ચૂંટણીપંચ નહીં માગે ડોક્યુમેન્ટ, ‘વસ્તીગણતરી કરવાનું કામ ચૂંટણીપંચનું નથી’

Sabarkantha: ગાંજો રાખવા અને ઉગાડવા મામલે મંદિરના મહંત સહિત બેની ધરપકડ

Gambhira Bridge Collapse: ગંભીરામાં ભૂપેન્દ્ર પટેલ કઈ રીતે જવાબદાર?, મોરબીની ઘટના પછી પણ લોકોને ભૂપેન્દ્ર પટેલ સરકારે ગેરમાર્ગે દોર્યા

Japan Heavy Rain: જાપાનમાં વરસાદે અને વાવાઝોડાએ મચાવી તબાહી, બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડી!

Indore Love Jihad: કોંગ્રેસના અનવર કાદરીએ હિન્દુ છોકરીઓને ફસાવવા રુપિયા આપ્યા, મુસ્લીમ શખ્સોની કબૂલાત, દેહવ્યપાર કરાવતો?

Gujarat Bridges Roads cost: છેલ્લાં 10 વર્ષમાં પુલ અને રસ્તાઓ પાછળ 1 લાખ કરોડનો ખર્ચ, છતાં હાલત ખરાબ

Gambhira Bridge collapse: ભાજપના ભ્રષ્ટાચારે વડોદરા અને આણંદ વચ્ચેની સીધી રસ્તા કડી તોડી!, 14 નો જીવ લીધો

Gambhira Bridge collapse: મદદ કરતાં માણસને પોલીસે ધમકાવ્યો, ‘NDRF ની ટીમ બોલાવી છે નીચે બસી જા’, જોઈ લો પોલીસનું વર્તન

Gambhira Bridge collapse: સંવેદના વ્યક્ત કરવામાં ભાજપ નેતાઓએ કર્યું કોપી પેસ્ટ, પછી શું થાય બોલો!

 

 

 

Related Posts

Mohan Bhagwat: વિદ્યાર્થી આંદોલન સામે બદલાયો RSSનો સૂર? ભાગવતના નિવેદને મોદી સરકાર પર વધાર્યા સવાલ
  • August 7, 2026

Mohan Bhagwat: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે દેશની યુવા પેઢી એટલે કે Gen Z અંગે વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું કે માત્ર લોકો પોતાની માંગણીઓ માટે રસ્તા પર ઉતરે…

Continue reading
Datia Bypoll BJP Defeat: મંત્રીઓની ફોજ પણ કામે ન આવી, દતિયાએ બદલાતા રાજકીય મિજાજનો સંકેત આપ્યો
  • August 7, 2026

Datia Bypoll BJP Defeat: મધ્ય પ્રદેશની દતિયા વિધાનસભા બેઠક છેલ્લા કેટલાક મહિનાથી રાજ્યની સૌથી ચર્ચિત બેઠકોમાંની એક બની ગઈ હતી. સમગ્ર ઘટનાક્રમની શરૂઆત ત્યારે થઈ જ્યારે 2 એપ્રિલ, 2026ના રોજ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mohan Bhagwat: વિદ્યાર્થી આંદોલન સામે બદલાયો RSSનો સૂર? ભાગવતના નિવેદને મોદી સરકાર પર વધાર્યા સવાલ

  • August 7, 2026
  • 4 views
Mohan Bhagwat: વિદ્યાર્થી આંદોલન સામે બદલાયો RSSનો સૂર? ભાગવતના નિવેદને મોદી સરકાર પર વધાર્યા સવાલ

Datia Bypoll BJP Defeat: મંત્રીઓની ફોજ પણ કામે ન આવી, દતિયાએ બદલાતા રાજકીય મિજાજનો સંકેત આપ્યો

  • August 7, 2026
  • 4 views
Datia Bypoll BJP Defeat: મંત્રીઓની ફોજ પણ કામે ન આવી, દતિયાએ બદલાતા રાજકીય મિજાજનો સંકેત આપ્યો

Babarkot Mining Controversy: સિંહની જમીન છીનવી, બાબરકોટ વિવાદ, સિમેન્ટ કંપનીના શરણે સરકાર

  • August 7, 2026
  • 9 views
Babarkot Mining Controversy: સિંહની જમીન છીનવી, બાબરકોટ વિવાદ, સિમેન્ટ કંપનીના શરણે સરકાર

Sambhal Violence: સંભલમાં ગોળી કોને ચલાવી? આયોગના તારણો બાદ પણ ઉઠ્યા નવા પ્રશ્નો

  • August 7, 2026
  • 8 views
Sambhal Violence: સંભલમાં ગોળી કોને ચલાવી? આયોગના તારણો બાદ પણ ઉઠ્યા નવા પ્રશ્નો

Iltija Mufti PDP Protest: કાશ્મીરમાં વિરોધનો અવાજ દબાવવાનો પ્રયાસ? ઇલ્તિજા મુફ્તીને પોલીસ સમન્સથી ઉઠ્યા નવા સવાલો

  • August 7, 2026
  • 8 views
Iltija Mufti PDP Protest: કાશ્મીરમાં વિરોધનો અવાજ દબાવવાનો પ્રયાસ? ઇલ્તિજા મુફ્તીને પોલીસ સમન્સથી ઉઠ્યા નવા સવાલો

CJP National Agenda: સરકાર સામે હવે દેશવ્યાપી લડાઈ! CJPએ જાહેર કર્યો મોટો પ્લાન

  • August 7, 2026
  • 12 views
CJP National Agenda: સરકાર સામે હવે દેશવ્યાપી લડાઈ! CJPએ જાહેર કર્યો મોટો પ્લાન