
Himani Narwal Murder Case: હરિયાણામાં થયેલી કોંગ્રેસ પાર્ટીના મહિલા નેતા હિમાની નરવાલની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે હિમાનીનાં હત્યારાની ધરપકડ કરી લીધી છે. હિમાનીનાં હત્યારાએ પોલીસને જણાવ્યું કે તેણે હિમાનીની તેના ઘરે હત્યા કરી હતી અને લાશને સુટકેસમાં ભરીને લઈ ગયો હતો. હત્યારાએ પોતાને હિમાનીનો બોયફ્રેન્ડ ગણાવ્યો છે. પૂછપરછ દરમિયાન તેણે પોલીસને એમ પણ કહ્યું કે હિમાની તેની પાસેથી પૈસા માંગતી હતી, જેના કારણે તે નારાજ હતો. પોલીસને સુટકેસમાંથી મૃતદહે મળ્યા બાદ આરોપી હત્યારા સુધી પહોંચી છે.
હત્યામાં પોલીસે મળી કડી
હિમાની નરવાલ હત્યા કેસમાં રચાયેલી SITના વડા DSP રજનીશ કુમારે કહ્યું છે કે પોલીસને હત્યા કેસમાં મહત્વપૂર્ણ કડીઓ મળી છે. મોબાઇલ ફોન પણ મળી આવ્યો છે. ખાસ કરીને જે સુટકેસમાં મૃતદેહ મળ્યો હતો તે હિમાનીના પરિવારની છે. પોલીસ આ મામલાની અનેક પાસાઓથી તપાસ કરી રહી છે. ટૂંક સમયમાં વધુ ખુલાસોઓ થશે.
ગત શનિવારે રોહતકમાં સુટકેસમાંથી 22 વર્ષિય હિમાની નરવાલનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના એક દિવસ પછી, રવિવારે, હરિયાણા પોલીસે હત્યા કેસની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરી હતી. હરિયાણા પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે એક આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ ચાલી રહી છે.” નરવાલના પરિવારે રવિવારે તેમના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કર્યો હતો, અને કહ્યું હતું કે જ્યાં સુધી તેમના હત્યારાઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ તેમ કરશે નહીં.
માતાએ શું લગાવ્યા મોટા આરોપ?
હિમાની નરવાલ રોહતકના વિજય નગરમાં રહેતી હતી. હિમાની કોંગ્રેસમાં સક્રિય કાર્યકર હતી. તેમણે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ‘ભારત જોડો’ યાત્રામાં પણ ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે હિમાની LLBનો અભ્યાસ કરી રહી હતી. હિમાનીની માતા સવિતાએ રવિવારે રોહતકમાં પત્રકારો સાથે વાત કરતા આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના કેટલાક નેતાઓને હિમાનીથી જલન હતી. કારણ કે તેનું કદ ટૂંકા ગાળામાં વધુ વધી ગયું હતુ. જે કોંગ્રેસના લોકોને ગમતું ન હતુ. લોકો ઈર્ષ્યા કરતા હતા.
આ પણ વાંચોઃ Anand: રિક્ષા અને કાર વચ્ચે ભયંકર અકસ્માત, રિક્ષાચાલક અને વૃધ્ધાનું ઘટનાસ્થળે મોત, બે ઈજાગ્રસ્ત
આ પણ વાોચોઃ Rajkot: ચાલુ બસે ડ્રાઈવરને મસાલો ઘસવો ભારે પડ્યો, કરાયો સસ્પેન્ડ