Hathmati Pollution: હિંમતનગર પાલિકા પોતે હાથમતી નદીમાં મળયુક્ત પાણી છોડે છે: વિપક્ષ

Hathmati River Pollution: હિંમતનગરની હાથમદીની સ્વચ્છતાને લઈ લોકોએ અવાજ ઉઠાવ્યો છે. વિપક્ષ આક્ષેપ કરી રહ્યા છે કે ભાજપા શાસિત હિંમતનગર નગરપાકિકાના ભૂગર્ભ ગટર વિભાગ દ્વારા જ મળયુક્ત પાણી છોડવામાં આવે છે. આક્ષેપ છે કે હિંમતનગર પાલિકા દ્વારા જ ગંદુ પાણી છોડવામાં આવે છે. વારંવાર મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવા છતાં આ નદીમાં છોડતાં ગંદા પાણીનો નિકાલ આવતો નથી.

સ્થાનિકો અને વિપક્ષોનો આક્ષેપ છે કે પાલિકા ગંદકી ન કરવા સૂચનો આપી પોતે જ ગટરનું ગંદુ પાણી છોડી રહી છે. હિંમતનગરમાં આવેલ હાથમતી નદીમાં ગંદકીને કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે. અહીંયા પાલિકા દ્વારા એક તરફ ગંદકી ન ફેલાવવા સૂચના આપવામાં આવે છે. જોકે બીજી તરફ પાલિકા પોતે જ નદીમાં ગટરનું પાણી છોડી રહી છે. જેથી આ મુદ્દો હાલ ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.

નદીઓમાં ગંદકી નહીં ફેલાવવા માટે જે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવે એ જ તંત્ર ગટર જ આખે આખી નદીમાં છોડી મૂકે તો હવે એના કાન કોણ આમળે? આ સ્થિતિ છે સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગર શહેરની જ્યાં હાથમતી નદીમાં ખુદ પાલિકા તંત્ર જ ગંદકી ફેલાવી રહ્યું છે, ને પોતે જ ગંદકી નહીં ફેલાવવાની સૂચના અને અપીલ નદી કાંઠે કરી રહ્યું છે.

શહેરમાંથી પસાર થતી હાથમતી નદી ગંદકીથી દુર્ગંધ મારી રહી છે. આસપાસના વિસ્તારમાં જેને લઈ સતત દુર્ગંધની પરેશાની સર્જાઈ રહી છે તો બીજી તરફ અનેક વાર સરકારી તંત્ર સિંચાઈ વિભાગ અને પાલિકા વચ્ચે નોટિસના કાગળિયાંઓનો પણ ખેલ ચાલતો રહે છે અને ગંદકી અટકવાનું નામ નથી લેતી. આ દરમિયાન હવે સ્થાનિક નાગરીકે સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે.

 સૂચના બોર્ડ લગાવી પાલિકા પોતે ગંદકી ફેલાવે છે

આક્ષેપ છે કે નગરપાલિકા દ્વારા હાથમતી નદીમાં ગંદકી નહીં ફેલાવવા માટે સૂચનાઓ લખવામાં આવે છે, લાખ્ખોના ખર્ચે બોર્ડ પણ લગાડવામાં આવે છે, જો કે નદી કાંઠે લગાવેલા આવા સૂચન બોર્ડ શોભાના ગાંઠિયા છે, ત્યાં જ વળી આ પાલિકા તંત્ર દ્વારા જ શહેરની ગટરના પાણીને નદીમાં છોડી રહ્યું છે.  ઉપરાંત નદીમાં ઠેર ઠેર ઝારી ઝાંખરા ઉગી નિકળ્યા છે માત્ર નદીમાં લીલ અમે ઝારી ઝાંખરા જ દેખાઈ રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા આ કચરો પણ દુર કરવો જોઈએ તેવી પણ માંગ ઉઠી છે નોંધનીય છે કે વિપક્ષે પણ આ મામલે વિરોધ કર્યો છે.

મંદિરો નજીક પણ ગંદકી

હાથમતી નદીમાં શહેરી જનો અનેક તહેવારો ઉજવવા સાથે નદી કાંઠે ઝરણેશ્વર અને ભોલેશ્વર જેવા પ્રસિદ્ધ મંદિરો આવેલા છે. આ મંદિરો નજીક પણ ગંદકી ફેલાવવાને લઈ શ્રદ્ધાળુઓમાં પણ નદીની ગંદકીને લઈ રોષ વર્તાઈ રહ્યો છે હવે તો અમદાવાદની સાબરમતીની જેમ ક્યારે અહીં સફાઈ થશે તે પણ એક સવાલ ઉભો થયો છે.

આ પણ વાંચોઃ

PM મોદીની પ્રશંસા ન કરવાનું પરિણામ, રાહુલને આસિફ મુનિર સાથે સરખાવ્યા | Amit Malviya

ચૈતર વસાવાએ GPSC ના ચેરમેન હસમુખ પટેલને હટાવવાની માગ કેમ કરી?

Ahmedabad: ચંડોળામાં ફરી AMCની લાલ આંખ, હજ્જારો ઘરો પાડ્યા, લોકો બેઘર

Ahmedabad: ધંધૂકામાંથી પાણીની બોટલની આડમાં દારુનો વેપલો પોલીસે પકડ્યો

Shilpa Shirodkar: અભિનેત્રી શિલ્પા શિરોડકર કોરોના પોઝિટિવ, આ મોટી ફિલ્મો કર્યું છે કામ?

‘ભારત ધર્મશાળા નથી, અમે પોતે 140 કરોડ લોકો છીએ’, Supreme Court એ આવું કેમ કહ્યું?

Vadodara: 1 કરોડથી વધુની છેતરપીંડી આચરનાર નાઇઝીરીયન મુંબઈથી ઝડપાયો

Vadodara: આશિષ જોશીના પત્નીનું કલેક્ટર સમક્ષ સોગદનામું, સરકારે દ્વેષ ભાવની ખોટી કાર્યવાહી કરી

બલુચિસ્તાનમાં ભયાનક બોમ્બ વિસ્ફોટ, 4 લોકોના મોત, 20 ઘાયલ | Balochistan

Gujarat: વૈજ્ઞાાનિક મધુકાંત પટેલે ‘સ્માર્ટ મધપૂડા’ વિકસાવ્યા, AIનો ઉપયોગ કેવી રીતે થાય? | Bee farming

 

Related Posts

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!
  • February 3, 2026

Election: ગુજરાતમાં SIRની કામગીરી પહેલેથીજ વિવાદમાં રહી હતી અને ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ હવે ફાઈનલ મતદાર યાદી માટે તૈયારી વચ્ચે ચોક્કસ મતદારના નામ રદ કરવાના ઇરાદે ગુજરાતમાંથી 14.11…

Continue reading
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
  • February 1, 2026

Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

  • February 3, 2026
  • 3 views
Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

  • February 3, 2026
  • 4 views
Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

  • February 3, 2026
  • 5 views
Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

  • February 3, 2026
  • 7 views
Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

  • February 3, 2026
  • 6 views
Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

  • February 2, 2026
  • 8 views
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત