
Traffic signal problem in Himmatnagar: સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરમાં પાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે શહેરમાં ટ્રાફિક સિગ્નલો લગાવવામાં આવ્યા હતા. જોકે સાંભળીને તમને નવાઈ લાગશે કે 5 વર્ષ બાદ પણ આ સિગ્નલો હજુ સુધી ચાલુ થયા નથી. જેથી આ સમગ્ર મામલે ગંભીર સવાલો ઉઠ્યા છે. પાલિકા અને જવાબદાર પોલીસ તંત્ર ઘોર નિદ્રામાં ઊઘી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
25 લાખથી વધુ ખર્ચ કરીને ટ્રાફિક સિગ્નલ લગાવ્યા હતા
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે ટ્રાફિક સિગ્નલ છેલ્લા પાંચ વર્ષ કરતા પણ વધુ સમય પહેલા શહેરમાં લગાવવામાં આવ્યા હતા. મહાવીર નગર અને ન્યાય મંદિર ખાતે ટ્રાફિક સિંગ્નનલ લગાવ્યા હતા. જોકે હાલ સિગ્નલ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. હવે સિગ્નલ ક્યારે ચાલુ થાય તેની રાહ જોવાઈ રહી છે. સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધતી જતી હતી ત્યારે આશરે પાંચ વર્ષ અગાઉ અંદાજે 25 લાખથી ઉપરાંત ખર્ચ કરીને પાલિકાએ ટ્રાફિક સિગ્નલ લગાવ્યા હતા.
Himmatnagar: પાંચ વર્ષથી લગાવેલા સિગ્નલો હિંમતનગરમાં બંધ હાલતમાં#Himmatnagar #sabarkantha #traficsignal pic.twitter.com/oGBugB0LYY
— The Gujarat Report (@TGujarat_Report) May 21, 2025
આમ તો શહેરમાં જ્યાં જ્યાં ટ્રાફિકની સમસ્યા વધતી હતી તેવા ચાર રસ્તાઓ પર આ સિગ્નલ લગાડવામાં આવ્યા હતા. જોકે જાણીને તમને નવાઈ લાગશે આ સિગ્નલ પાંચ વર્ષ કરતા પણ વધુ સમય થવા છતાં હજુ ચાલુ થયા નથી. જેથી હવે આ મામલે પોલીસ સલાહકાર સમિતિના સભ્ય દ્વારા રજૂઆત કરાઈ છે અને તંત્ર દ્વારા તાત્કાલિક સિગ્નલ ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
લાખોનો ખર્ચ કરવા છતાં પણ સિગ્નલ ચાલુ થયા નથી. જેના કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે તો કેટલાક લોકો ટ્રાફિકના નિયમો નેવે મૂકી વાહન ચલાવી રહ્યા છે અને સ્ટંટબાજી પણ કરે છે. આમ તો પાલિકાની તમામ પ્રકારે જવાબદારી આવતી હોય છે અને તમામ મેન્ટેનન્સની કામગીરી પણ પાલિકાને કરવાની હોય છે.
સ્થાનિક વહીવટીકર્તાઓની બેદરકારી
આ સમગ્ર મામલે પાલિકા પ્રમુખે જણાવ્યું કે અમે લાખો રૂપિયાના ખર્ચે સિગ્નલ લગાવ્યા અને તંત્રને સુપરત કર્યા છે અને અમે પોલીસ અધિક્ષકને પણ રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે, સિગ્નલ લગાવ્યા બાદ પાલિકાએ પોલીસ તંત્રને સોપ્યા, પરંતુ પોલીસ કે તંત્ર યોગ્ય મેનેજમેન્ટ કે મેન્ટેનન્સ વગર કઈ રીતે કામ કરે એ પણ એક સવાલ હાલ તો ઊભો થયો છે. સિગ્નલ લગાવ્યા બાદ પાલિકાએ તંત્ર ને તો સોપ્યા છે પરંતુ પોલીસ કે તંત્ર યોગ્ય મેનેજમેન્ટ કે મેન્ટેનન્સ વગર કઈ રીતે કામ કરે એ પણ એક સવાલ હાલ તો ઉભો થયો છે.
ત્યારે આ ટ્રાફિક સિગ્નલોનું સામારકામ કરી વહેલી તકે શરુ કરવામાં આવે તેવી માગ ઉઠી છે.
આ પણ વાંચો
Ahmedabad: ચંડોળામાં બીજા તબ્બકાનું દબાણો હટાવવાનું કામ યથાવત, 8 હજારથી વધુ ઘરો તોડી પડાયા
Gujarat માં આજે 21 જિલ્લામાં ખાબકશે વરસાદ, જાણો હવામાન વિભાગની નવી આગાહી
પતિ નેતાઓ પાસે છોકરીઓ મોકલે છે, મને સાથે સૂવા દબણા કરે છે: DMK નેતાની પત્નીનો આરોપો
ગુજરાત ATS એ નડિયાદમાંથી બે શંકાસ્પદ સાયબર આતંકીઓ પકડ્યા
પરેશ રાવલને ‘હેરા ફેરી 3’ ફિલ્મ છોડવી મોંઘી પડી!, અક્ષયએ 25 કરોડની નોટિસ મોકલી? | Paresh Rawal
વડોદરાથી આંકલાવ મહિલા સાથે ભજીયા ખાવા કોર્પોરેશનની ગાડીનો ઉપયોગ Sheetal Mistry એ કર્યો?
અદાણી ડિફેન્સ બનાવશે અદ્યતન એન્ટી-સબમરીન વોરફેર સિસ્ટમ, કોની સાથે કર્યા કરાર? | Adani
Hathmati Pollution: હિંમતનગર પાલિકા પોતે હાથમતી નદીમાં મળયુક્ત પાણી છોડે છે: વિપક્ષ
PM મોદીની પ્રશંસા ન કરવાનું પરિણામ, રાહુલને આસિફ મુનિર સાથે સરખાવ્યા | Amit Malviya
ચૈતર વસાવાએ GPSC ના ચેરમેન હસમુખ પટેલને હટાવવાની માગ કેમ કરી?