HMPV વાયરસની ટેસ્ટ કીટ તમામ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવાશે: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

  • HMPV વાયરસની ટેસ્ટ કીટ તમામ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવાશે: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

ચીનના વાયરસ અમદાવાદ સુધી પહોંચી ગયો છે. તો અત્યાર સુધી ગુજરાત સહિત દેશમાં ત્રણ HMPV વાયરસના કેસ નોંધાઈ ગયા છે. આ વચ્ચે આજે વડોદરાની સરકારી હોસ્પિટલ ખાતે પહોંચેલા રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નવા વાયરસના લક્ષણો પ્રમાણે દર્દીની સારવાર કરવામાં આવશે. આ રોગના ટેસ્ટ માટેની કીટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને આગામી બેથી ત્રણ દિવસમાં દરેક હોસ્પિટલમાં તે કીટ ઉપલબ્ધ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.

દેશમાં નોંધાયેલા પ્રથમ કેસ અંગે હાલ વધુ કોઈ માહિતી ન હોવાથી આ અંગે કશું કહેવાનો ઇનકાર કરતા ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું કે, મોટેભાગે આ રોગમાં પણ કોવિડના પ્રોટોકોલ પ્રમાણેના જ લક્ષણો છે. જેમ કે, શરદી થવી, તાવ આવવો, ઉધરસ અને ગળામાં દુખાવો થવો. જેથી તે પ્રમાણે દર્દીની સારવાર કરવામાં આવશે.

આ પણ વાંચો-BREAKING: ગોપાલ ઈટાલિયાએ પટ્ટો કાઢી પોતાને જ ફટકાર્યો, જુવો આવું કેમ કર્યું?

આ રોગના ટેસ્ટ માટેની કીટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને આગામી બેથી ત્રણ દિવસમાં દરેક હોસ્પિટલમાં તે કીટ ઉપલબ્ધ થાય એવા પ્રયાસો છે. સરકાર અને વિવિધ સંસ્થા આ રોગ અંગે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કોઈપણ પ્રકારની ગભરાટ કે ચિંતા ઉભી ન થાય તે માટે સરકાર ગંભીર છે. અગાઉ જ્યારે કોવિડની મહામારી ફેલાઈ હતી ત્યારે સરકારે જે પગલાં લીધા તેના કારણે ભારતમાં ઓછું નુકસાન થઈ શક્યું હતું, જે કેન્દ્ર સરકારના સક્ષમ નેતૃત્વના કારણે થઈ શક્યું હતું.

આ વાઈરસને હ્યુમન મેટાન્યૂમો વાઈરસના લક્ષણો સામાન્ય શરદી-ખાંસી જેવા જ હોય​ છે. સામાન્ય કિસ્સામાં તે ઉધરસ અથવા ગળામાં ખરાશ, વહેતી નાક અથવા ગળામાં દુ:ખાવાનું કારણ બને છે. નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV ચેપ ગંભીર હોઈ શકે છે. આ વાઈરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.

આ પણ વાંચો- ICMRનો મોટો દાવો- HMPV વાઈરસ ભારત સહિત વિશ્વભરમાં પહેલેથી જ ફેલાયેલો છે

Related Posts

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!
  • February 3, 2026

Election: ગુજરાતમાં SIRની કામગીરી પહેલેથીજ વિવાદમાં રહી હતી અને ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ હવે ફાઈનલ મતદાર યાદી માટે તૈયારી વચ્ચે ચોક્કસ મતદારના નામ રદ કરવાના ઇરાદે ગુજરાતમાંથી 14.11…

Continue reading
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
  • February 1, 2026

Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Budget 2026: ગુજરાતની ખુદ મોદી સરકાર વખતની 200 માંગણીઓ PM નરેન્દ્ર મોદી કેમ ફગાવી રહયા છે? જાણો શુ છે મામલો!

  • February 4, 2026
  • 2 views
Budget 2026: ગુજરાતની ખુદ મોદી સરકાર વખતની 200 માંગણીઓ PM નરેન્દ્ર મોદી કેમ ફગાવી રહયા છે? જાણો શુ છે મામલો!

Narendra Modi: ભારત પર 500 % ટેરિફ લાદવાની ધમકી આપનાર ટ્રમ્પના સૂર અચાનક કેમ બદલાયા? જાણો

  • February 4, 2026
  • 4 views
Narendra Modi: ભારત પર 500 % ટેરિફ લાદવાની ધમકી આપનાર ટ્રમ્પના સૂર અચાનક કેમ બદલાયા? જાણો

Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

  • February 3, 2026
  • 4 views
Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

  • February 3, 2026
  • 6 views
Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

  • 9 views
Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!