
Hong Kong Fire:હોંગકોંગના તાઈ પો (Tai Po) જિલ્લામાં આવેલ વાંગ ફુક કોર્ટ (Wang Fuk Court) હાઉસિંગ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અહીં એક ઇમારતમાં લાગેલી આગે સાંજ સુધીમાં સાત ઇમારતોને ઝપેટમાં લઈ લેતા ભયાનક આગ તાંડવ શરૂ થયું જેને કાબુમાં લેવા તંત્રને પરસેવો છૂટી ગયો છે.આગ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 44 લોકોના મોત થયા છે અને આશરે 300 લોકો લાપતા છે.જ્યારે દાઝી જનારાઓની સંખ્યા 60થી વધુ છે, જેમાં ઘણા લોકોની હાલત ગંભીર છે.
આ આગમાં કોમ્પ્લેક્સની સાત બહુમાળી ઇમારતો પ્રભાવિત થઈ હતી.રેસ્ક્યુ કામગીરીમાં અત્યાર સુધીમાં 900 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને સલામત સ્થળોએ લઈ જવામાં આવ્યા હતા જેઓને કામચલાઉ કેમ્પમાં આશરો અપાઇ રહ્યો છે.
ઘટનાના સંબંધમાં પોલીસે બે ડાયરેક્ટર અને એક એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ સહિત કન્સ્ટ્રક્શન કંપનીના ત્રણ અધિકારીઓની બેદરકારી બદલ ધરપકડ કરી છે.પોલીસના જણાવ્યા અનુસાર, આગ બાહ્ય વાંસના સ્કેફોલ્ડિંગ (bamboo scaffolding) અને મરામત કાર્ય દરમિયાન ઉપયોગમાં લેવાયેલા જ્વલનશીલ ફોમ મટિરિયલ્સને કારણે ઝડપથી ફેલાઈ હતી.
હોંગકોંગ વહીવટીતંત્ર દ્વારા એક વિશેષ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે, જે આગના કારણોની ઊંડાણપૂર્વક તપાસ કરશે.ફાયર વિભાગે જણાવ્યું હતું કે 140 થી વધુ ફાયર ટ્રક, 60 થી વધુ એમ્બ્યુલન્સ અને સેંકડો ફાયર ફાઇટર અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યા હતા અને આગ બુઝાવવાના પ્રયાસો ચાલુ છે. આગ પર મોટાભાગે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં એક ફાયર ફાઇટરનો પણ સમાવેશ થાય છે.
આ ઘટનાની વિશ્વભરના મીડિયાએ નોંધ લેતા ઝડપથી વાયરલ થઈ હતી.
આ પણ વાંચો:
Rohtak Basketball Player Death: ભંગાર થઈ ગયેલા બે હેવી બાસ્કેટ પોલ તૂટતા બે આશાસ્પદ ખેલાડીઓના મોત!
Imran Khan Killed in Jail:શુ ઈમરાન ખાનની જેલમાં હત્યા થઈ ગઈ છે?રહસ્ય ઘેરું બન્યું!વાંચો,શુ છે હકીકત!





