Train Accident in China: ચીનમાં ભૂકંપ ઉપકરણોના ટેસ્ટિંગ દરમિયાન રેલ દુર્ઘટના,11 કામદારોના મોત

  • World
  • November 27, 2025
  • 0 Comments

Train Accident in China: ચીનમાં ભૂકંપ માપતા ઉપકરણોના ટેસ્ટિંગ દરમ્યાન દક્ષિણી પ્રાંત યુનાનમાં આજે ગુરુવારે (27મી નવેમ્બર) સવારે એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે જેમાં 11 કામદારોના મોત થઈ ગયા હતા જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયાના અહેવાલો છે. અહીં ભૂકંપ માપવાના સાધનોનું ટેસ્ટિંગ કરી રહેલી એક ખાસ પ્રકારની ટ્રેન(Testing Train) રેલવે ટ્રેક ઉપર કામ કરી રહેલા કર્મચારીઓ ઉપર ફરી વળતા 11ના મોત થઈ જતા ભારે ચકચાર મચી છે.

વિગતો મુજબ આ રેલ દુર્ઘટના યુનાન પ્રાંતની રાજધાની કુનમિંગમાં સ્થિત લુઓયાંગ ટાઉન રેલવે સ્ટેશન પાસે બની હતી.અહીં આજે સવારે ભૂકંપના સંકેતો શોધી કાઢતી ટેસ્ટિંગ ટ્રેન (Testing Train) જ્યારે સ્ટેશનની અંદરના વળાંકવાળા ભાગમાં પ્રવેશી, ત્યારે અહીં ટ્રેક પર કામ કરી રહેલા રેલવે કર્મચારીઓ ઉપર ફરી વળી હતી.આ દુર્ઘટનામાં ટ્રેન નીચે આવી જતા 11 લોકોનું ઘટનાસ્થળેજ મોત થયા હતા, જ્યારે બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા.

દુર્ઘટના બાદ તરત જ રેલવે અધિકારીઓ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રેલવે અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે સ્ટેશન પર સામાન્ય પરિવહન સેવાઓ ફરી શરૂ થઈ ગઈ છે. દુર્ઘટનાનું ચોક્કસ કારણની તપાસ હાલમાં ચાલી રહી છે. રેલવે પ્રશાસને જણાવ્યું છે કે આ દુર્ઘટના માટે જવાબદારો સામે કાયદા અને નિયમો અનુસાર સખત કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: 

Rohtak Basketball Player Death: ભંગાર થઈ ગયેલા બે હેવી બાસ્કેટ પોલ તૂટતા બે આશાસ્પદ ખેલાડીઓના મોત!

Imran Khan Killed in Jail:શુ ઈમરાન ખાનની જેલમાં હત્યા થઈ ગઈ છે?રહસ્ય ઘેરું બન્યું!વાંચો,શુ છે હકીકત!

Rally in support of Jignesh Mevani: હવે,મેવાણીના સમર્થનમાં રસ્તા ઉપર ઉતર્યા લોકો,ભાજપની ‘હાય હાય’બોલાવી!ગુજરાતને નશામુક્ત કરવા ઉઠી માંગ

Comedian Kunal Kamra: કોમેડિયન કુણાલ કામરાની ટી-શર્ટ પર કૂતરો અને ‘RSS’ની છબીએ જગાવ્યો વિવાદ! કોમેડિયન શુ કહેવા માંગે છે?

Prohibition will not be implemented in Gujarat: કૉંગ્રેસનો હર્ષ સંઘવીને ટોણો,’અદાણી પોર્ટ ઉપર ડ્રગ્સ ઉતરે છે તેનું કઈક કરો!’અમારી સામે સિસ્ટમનો ઉપયોગ ન કરો!

Related Posts

Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ
  • September 17, 2026

Russia Sanctions Bill 2026: અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 16 સપ્ટેમ્બર, બુધવારે રશિયા સામે આર્થિક દબાણ વધારતા મહત્વપૂર્ણ બિલને મંજૂરી આપી છે. ‘Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of…

Continue reading
NAZA Documentary Controversy: ગાઝા પરની ‘નાઝા’ ડોક્યુમેન્ટરીથી ઇઝરાયલમાં વિવાદ, ફિલ્મકારોની નાગરિકતા રદ કરવાની મંત્રીની ધમકી
  • September 15, 2026

NAZA Documentary Controversy: ગાઝામાં ઇઝરાયલના સૈન્ય અભિયાન પર બનેલી ડોક્યુમેન્ટરી ‘નાઝા’ (NAZA)ને લઈને ઇઝરાયલમાં રાજકીય વિવાદ વકર્યો છે. ઇઝરાયલના સંસ્કૃતિ મંત્રી મિકી જોહરે ફિલ્મના ફિલ્મકાર યુવાલ અબ્રાહમ અને રૅચલ ઝોરની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 3 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 6 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 5 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 9 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 7 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

  • September 17, 2026
  • 12 views
Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી