UP: પત્નીને છોડી પતિ મહિલા પોલીસકર્મી સાથે ભાગી ગયો, હેડ કોસ્ટેબલની બદલી, જાણો વધુ!

  • India
  • April 20, 2025
  • 4 Comments

UP: ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પતિ પત્નીને દગો કરી મહિલા પોલીસકર્મીને લઈ ભાગી ગયો છે. તેના લગ્નને માત્ર 12 દિવસ જ થયા હતા. સાથે જ પતિએ પોલીસકર્મી પ્રેમિકા સાથે મંદિરમાં લગ્ન કરી લીધા છે. ભાગનાર યુવક વીજ વિભાગમાં કર્મચારી છે. જ્યારે તેની ગર્લફ્રેન્ડ એક પોલીસકર્મી છે. પત્ની મોબાઈલમાં ફોટા જોઈ જતાં આખા મામલાનો પર્દાફાશ થયો છે. પતિ રાત્રે પોલીસકર્મી મહિલા પાસે જતો રહેતો હતો. આ મામલે પોલીસમાં કેસ નોંધવામાં આવ્યો છે.

પતિ રાત્રે કહ્યા વિના ગાયબ થઈ જતો

પીડિત મહિલાએ જણાવ્યું કે લગ્ન પછી તેનો પતિ રાત્રે તેને જાણ કર્યા વિના ઘરેથી જતો રહેતો હતો. રોજબરોજના આ પ્રકારના વર્તનને કારણે પત્નીને શંકા ગઈ હતી કે તેના પતિનું કોઈ સાથે અફેર છે. જે બાદ ધીરેથી પતિ નવીન પાસેથી મોબાઈલ લઈ ચેક કર્યો હતો. મોબાઈલમાં ફોટા જોતા જ હોશ ઉડી ગયા હતા. મોબાઈલમાંથી અન્ય મહિલા સાથે મંદિરમાં લગ્ન કર્યા હોવાના ફોટો મળી આવ્યા હતા. સાથે જ ગર્લફ્રેન્ડ સાથેના અન્ય પણ ફોટો હતા. જેમાં મહિલા પોલીસના યુનિફોર્મમાં જોવામળી હતી. આ ફોટા જોઈ પત્ની ચોકી ગઈ હતી. તે સતત વિમાસણમાં રહેતી હતી. નવીને 1 માર્ચ, 2025 ના રોજ એક મંદિરમાં લગ્ન કરી લીધા હતા.

નવીને પત્ની સાથે રહેવાની ના પાડી

આ પછી પત્નીએ પતિ નવીને ભારે ઠપકો આપ્યો હતો. જે બાદ પત્નીએ અન્ય મહિલા સાથે સંબંધ ન રાખવા પણ ઘણો સમજાવ્યો હતો. જો કે પતિ નવીન પત્ની વાત જરાય માન્યો ન હતો. નવીને તેની પત્ની સાથે રહેવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. તેણે પત્નીને ધમકી આપી હતી કે જો તું મારી વાત નહીં માને તો ઝેર પી આપઘાત કરી લઈશ. જેથી પત્ની મુગ્ગા મોઢે પતિની હરકત નીરખી રહી હતી. જો કે તે બાદ હેરાનગતી વધી જતાં પત્ની પોલીસ ફરિયાદ કરી હતી.

મહિલા કોસ્ટેબલ સાથે પ્રમસંબંધ

પિડિત પત્નીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના લગ્ન 16 ફેબ્રુઆરી, 2025ના રોજ હાપુડ જિલ્લાના ગજલપુર ગામના નવીન સાથે થયા હતા. લગ્નના બે-ત્રણ દિવસ પછી,  પિડિત પત્નીને ખબર પડી કે તેના પતિ નવીનનો હાપુડના ચોકી વન સ્ટોપ સેન્ટરમાં તૈનાત મહિલા પોલીસ હેડ કોન્સ્ટેબલ નિર્મલા સાથે અફેર ચાલી રહ્યું છે.

બંનેને સાથે રાખવાનું ખોટું વચન

બીજા લગ્ન જાણ થયા બાદ પત્ની પોલીસકર્મી મહિલા જોડે પહોંચી હતી. જ્યા પણ પતિએ ધમકીઓ આપી હતી અને બંનેને સાથે રાખીશ તેવું કહ્યું હતુ. જો પત્નીને તે માન્ય ન હતુ. તેણે સમગ્ર પતિના પ્રેમ પ્રકરણની વાત પિયરમાં કરી દીધી હતી.

બંનેએ મળીને પીડિતાને ડરાવી અને ધમકી આપી

આ પછી પિયર અને સાસરી પક્ષોએ વચ્ચે વાચતીતનો દોર શરુ થયો હતો. જમાઈ નવીનને સાસરી પક્ષ અને ઘરના લોકોએ સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. જો કે તે સમજ્યો ન હતો. તેણે પત્નીને ધમકાવાનું ચાલુ રાખ્યું હતુ. અંતે પોલીસકર્મી મહિલા અને પતિ નવીન બંને ભાગી ગયા હતા.

પોલીસે તપાસ શરૂ  
જે બાદ મહિલા પોલીસકર્મી અને પતિ વિરુધ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધી છે.  હાપુડ દેહાત પોલીસ સ્ટેશને BNS ની કલમ 82, 85, 115 (2), 351 (2), 352 હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે. આ મામલાની નોંધ લેતા હાપુડ એસપીએ મહિલા પોલીસ અધિકારીની અન્ય જગ્યાએ બદલી કરી દીધી છે. જો કે આ બંનેની ધરપકડ કરવામાં આવે છે કે નથી આવી તેની પુષ્ટી થઈ શકી નથી.

 

આ પણ વાંચોઃ

Mumbai માં જૈન મંદિર તોડી પડતાં ભારે વિરોધ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની બદલી, ભાજપ સામે રોષ

Earthquake: અફઘાનિસ્તાન આવેલા ભૂકંપની ભારત અને પાકિસ્તાન અસર?

મોદી મિત્ર ટ્રમ્પના શાસનમાં 50 ટકા ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રદ્દ!, શું છે કારણ? | Visa Cancellation

નડિયાદમાં પત્નીના હત્યા કેસમાં પતિને આજીવન કેદ, જાણો વધુ | Nadiad

‘ઉત્તરાખંડમાં મારું મંદિર…’ કહેતા જ ભક્તો ઉર્વશી રૌતેલા પર રોષે ભરાયા, વાંચો વધુ | Urvashi Rautela

 

Related Posts

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…
  • October 26, 2025

UP News: ઉત્તર પ્રદેશના ઉન્નાવથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે . અહીં, એક પતિને તેની પત્નીએ માર માર્યો હતો. મારથી પતિ એટલો ઘાયલ થયો કે તેણે 100 ફૂટ ઊંડા…

Continue reading
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ
  • October 26, 2025

UP News: ઉત્તર પ્રદેશના ઝાંસીમાં પોલીસે એક કાકા અને ભત્રીજાની ધરપકડ કરી છે. તેઓ એક અધવચ્ચે થયેલ એન્કાઉન્ટરમાં ઝડપાયા હતા. તેમણે લગભગ 10 દિવસ પહેલા રેલવે કલેક્શનમાંથી ₹69 લાખની ઉચાપત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 1 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 2 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 3 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 3 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 3 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 12 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!