
Idar: ગુજરાતમાંથી સતત હનીટ્રેપની ઘટના સામે આવી રહી છે. એવામાં સાબરકાંઠામાંથી હનીટ્રેપનો મામલો સામે આવી છે. જેમાં પોતાની પત્નીનો પ્રેમ છોડી અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધવો ઇડરના નિવૃત્ત શિક્ષકને ભારે પડ્યો છે.
ઈડરના રતનપુરમાં નિવૃત શિક્ષક પ્રવીણભાઈ પટેલ ઓનલાઇન ક્વેક ક્વેક ડેટિંગ એપથી મોનિકા નામની યુવતી સાથે સંપર્ક બાંધ્યો હતો. નિવૃત્ત શિક્ષક સાથે ચેટિંગમાં પ્રેમ સંબંધો બાધ્યા, વિડિયો કોલ કર્યા કરતા હતા. આ સીલસીલો એક અઠવાડિયા સુધી ચાલ્યો હતો. મોનિકા અને તેની માતા વર્ષાએ નિવૃત શિક્ષકને વિશ્વાસમાં લીધા હતા.
જે બાદ અમદાવાદના નરોડા ખાતે રહેતી માતા-પુત્રીએ નિવૃત્ત શિક્ષકને મુલાકાત માટે બોલાવ્યા હતા. જેથી નિવૃત શિક્ષક આ મહિલાઓના ઘરે ગયા હતા અને 10 મિનિટમાં નકલી ક્રાઈમ બ્રાંચનો PI બની કિસ્મત ઉર્ફે કાનો આવી ચઢ્યો હતો. જ્યા નિવૃત શિક્ષકને પકડી ફસાવી ધમકીઓ આપી હતી. આ વખતે અન્ય ત્રણ આરોપીઓ પણ સોસાયટીઓના આગેવાનો બની સુનિલ, નિર્મલ, સંજય ફ્લેટ પર પહોંચી ગયા હતા. જે બાદ બધાંએ બદનામ અને મારવાની ધમકીઓ આપી હતી.
આરોપીઓ પ્રવિણભાઈને દહેગામ પાસે લઈ જઈ ATM દ્વારા 25 હજાર કઢાવી લીધા હતા. બાકીના 90 હજાર રુપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા હતા. જે બાદ વધુ 20 લાખ રુપિયા માગ્યા હતા. જો કે રકઝક બાદ 15 લાખ ઉપવાનું નક્કી કરાયું હતુ.
નિવૃત શિક્ષક પાસે આટલા રુપિયા પણ ન હતા. જેથી નિવૃત શિક્ષકે પોતાના ગામ રતનપુરથી પૈસા અપાવી દેવા કહ્યુ હતુ.આ સમગ્ર હકીકત નિવૃત શિક્ષકે તેમના મિત્રને કરી દીધી હતી. જે હની ટ્રેપમાં ફસાવનાર લોકો રતનપુર આવે તે પહેલા જ મિત્રએ ઈડર પોલીસનો સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવી હતી.
જેથી પહેલેથી જ પોલીસ સમગ્ર તૈયારીઓ કરી લીધી હતી. આરોપીઓ પૈસા લેવા આવ્યા કે તરત જ પકડી લીધા હતા. આ હની ટ્રેમ્પમાં સંડોવાયેલા 7 માંથી 6 શખ્સનો દબોચી લીધા છે જ્યારે હજુ એક મુખ્ય આરોપી મહિલા ફરાર છે.
વર્ષા નામની મહિલા વિરુધ્ધ પાટણમાં ગુનો નોંધાયેલો છે. જ્યારે કિસ્મત, જે નકલી PI બનીને આવેલો હતો, તેની વિરુધ્ધ જસદન અને સુરતમાં અપહરણ, હનીટ્રેપના ગુના નોંધાયેલા છે. સુનિલ શર્મા વિરુદ્ધ પ્રાંતિજ અને નરોડામાં ગુના નોંધાયેલા છે.
નિવૃત્ત શિક્ષકને ફસાવનાર હનીટ્રેપ ગેંગના 7 પૈકી 6 લોકોને જેલમાં સળિયા પાછળ ધકેલાયા છે. પોલીસે પાંચ દિવના રિમાન્ડ માગ્યા છે.
સાબરકાંઠા: હનીટ્રેપ મામલો pic.twitter.com/WsYoPqG63a
— The Gujarat Report (@TGujarat_Report) June 1, 2025
આ પણ વાંચો:
કોંગ્રેસથી નારાજ Jignesh Mevani એ પક્ષ માટે આ શું કહી દીધુ?
શશિ થરૂર, સલમાન ખુર્શીદ અને મનીષ તિવારી… રાહુલ ગાંધી કેમ અલગ થઈ રહ્યા છે? | Congress
ભારતના મિત્ર ગણાતો રશિયા અને પાકિસ્તાન સાથે કામ કરશે, થયા કરાર
શશિ થરૂર, સલમાન ખુર્શીદ અને મનીષ તિવારી… રાહુલ ગાંધી કેમ અલગ થઈ રહ્યા છે? | Congress
‘ગપ્પુ ગપગોળા ફેકવાનું ક્યારે બંધ કરશે?’ | FENKU | FAKE