ઉત્તર ભારત હાડ થિજવતી ઠંડીમાં ઠૂંઠવાયું; આબુમાં પારો પહોંચ્યો 0.8 ડિગ્રી

  • Gujarat
  • January 18, 2025
  • 1 Comments

ઉત્તર પ્રદેશમાં મહાકુંભને લઈને કરોડો લોકોનો જમાવડો ભેગો થયો છે. તો બીજી તરફ ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. તો મહાકુંભમાં પણ સ્નાન પછી લોકો બિમાર પડી રહ્યાં છે અને તેમના મોત થઈ રહ્યાં છે. ઉત્તર ભારત ફરી એક વખત હાડગાળતી ઠંડી અને ધુમ્મસની ઝપેટમાં આવ્યું છે, જેને પગલે અનેક વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

કાશ્મીરમાં હિમવર્ષા પછી મોટાભાગના વિસ્તારોમાં રાતના સમયે લઘુત્તમ તાપમાન ઘટયું છે. દક્ષિણ કાશ્મીરમાં પહેલગામમાં તાપમાન એક જ રાતમાં સાત ડિગ્રી જેટલું ઘટીને માઈનસ 11.8 ડિગ્રી થયું હતું જ્યારે યાત્રાધામ વૈષ્ણોદેવીમાં સિઝનની પહેલી હિમવર્ષા થઈ હતી. રાજસ્થાનના માઉન્ટ આબુમાં તાપમાન 0.8 ડિગ્રી નોંધાયું હતું.

હવામાન વિભાગે આગામી સમયમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં 11 રાજ્યોમાં ઠંડી સાથે વરસાદની એલર્ટ આપ્યું છે. જ્યારે હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં કોલ્ડ-ડેની સ્થિતિ જોવા મળી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી દિવસોમાં ઉત્તર ભારત અને પર્વતીય રાજ્યોમાં નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન પલટાશે. મેદાની વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે.

નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 23 જાન્યુઆરી સુધી પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં છુટાછવાયા વરસાદની સંભાવના છે. આ સમયમાં હિમાલયના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને ગાજ-વીજ સાથે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના અનેક ભાગોમાં પારો શૂન્યથી નીચે રહ્યો. કાશ્મીરના પર્વતીય તેમજ કેટલાક મેદાની પ્રદેશોમાં હિમવર્ષા થઈ હતી. શ્રીનગરમાં તાપમાન માઈનસ બે ડિગ્રી, ગુલમર્ગમાં માઈનસ સાત ડિગ્રી રહ્યું હતું. પહેલગામમાં આગલા દિવસે રાતે તાપમાન માઈનસ 4.2 ડિગ્રી હતું, જે ગઈકાલે રાતે સાત ડિગ્રી જેટલું ઘટીને માઈનસ 11.8 ડિગ્રી નોંધાયું હતું.

હિમાચલ પ્રદેશમાં અનેક વિસ્તારોમાં 3 થી 5 ડિગ્રી સુધી તાપમાન ગગડયું હતું. હિમાચલના કોઠીમાં ૨૪ સેમી બરફ પડયો હતો. આ સિવાય મનાલીમાં 14.8 સેમી, ગોન્ડલામાં 11 સેમી અને મૂરાંગમાં 10 સેમી બરફ પડયો હતો. આ સિવાય કેટલાક વિસ્તારોમાં 4 મીમીથી 10 મીમી સુધી વરસાદ પડયો હતો.

આ પણ વાંચો- INCOME TAX: અમદાવાદમાં થઈ રહેલી તપાસ અન્ય રાજ્યો સુધી પહોંચી!

Related Posts

UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો
  • October 29, 2025

UP:  ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાંથી એક અચરજમાં મૂકતી ઘટના બની છે. અહીં 95   વર્ષીય એક વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જ્યારે તેમના પરિવારને આ ઘટનાની જાણ થઈ ત્યારે…

Continue reading
UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…
  • October 29, 2025

UP News: મંગળવારે ઉત્તર પ્રદેશના આગ્રામાં એક ચોંકાવનારી ઘટના બની. શાસ્ત્રીપુરમના આરવી લોધી કોમ્પ્લેક્સમાં આવેલી હોટેલ “ધ હેવન” માં ગભરાટ ફેલાયો, જ્યારે એક યુવતી અચાનક પહેલા માળેથી પડી ગઈ અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

  • October 29, 2025
  • 2 views
UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

  • October 29, 2025
  • 2 views
UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

  • October 29, 2025
  • 4 views
Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

  • October 29, 2025
  • 13 views
Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

  • October 29, 2025
  • 18 views
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 20 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ