
અમદાવાદમાં વારંવાર લૂંટ, મર્ડરની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજે વધુ એક લૂંટની ઘટના સામે આવી છે. અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં જ્વેલર્સની શોરુમમાં લૂંટની ઘટના ઘટી છે. સાઉથ બોપલમાં જ્લેલર્સના શોરૂમમાંથી ધોળા દિવસે બંદૂકની અણીએ સોના-ચાંદીના દાગીનાની લૂંટ કરવામાં આવી છે.
કનકપુરા જવેલર્સ નામના શોરુમમાં બની ઘટના
મળતી જાણકારી અનુસાર સાઉથ બોપલના કનકપુરા જવેલર્સ નામના શોરુમમાં 4 લૂંટારાઓ ઘૂસી ગયા હતા. બંદૂકની અણીએ ચારેય લૂંટારાઓએ કનકપુરા જવેલર્સના ડિસ્પ્લેમાં મૂકેલા સોના-ચાંદીના દાગીના લૂંટી લીધા હતા.
આ ઘટનાના સામે આવેલા CCTVના ફુટેઝમાં સાફ દેખાય છે. CCTVમાં 4 લૂંટારુઓએ ભેગા મળીને જ્વેલર્સની દુકાનમાં લૂંટને અંજામ આપ્યો છે. આરોપીઓએ હેલ્મેટ પહેરીને મોટા પ્રમાણમાં સોના ચાંદીના દાગીનાની લૂંટ કરી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈને પોલીસ પણ દોડતી થઈ ગઈ છે અને આરોપીઓને શોધી રહી છે.
આ પણ વાંચોઃ રોહિત શર્માને સિડની ટેસ્ટમાંથી હટાવાયો?, જસપ્રીત બુમરાહ કરશે કેપ્ટનશીપ!