
અમદાવાદમાં ઇન્કમટેક્સે ઓપરેશન હાથ ધર્યું હતુ. જેમાં કમલેશ શાહ અને તેના સહયોગીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે હવે કમલેશ શાહને ત્યાં પડેલા દરોડાની તપાસ અન્ય રાજ્યો સુધી પણ લંબાઇ છે.
કમલેશ શાહ ને ત્યાં પડેલા દરોડામાં કરોડો રુપિયા ઝડપાયા હતા. દેશના જુદા જુદા રાજ્યોમાં ઇન્કમટેક્સ ત્રાટક્યું છે. આ તપાસમાં CDDT(Central Board of Direct Taxes)એ પણ તપાસમાં ઝંપલાવ્યું છે. તપાસમાં ચોકાવનારા ખુલાસા થઈ શકે છે. દિલ્હીથી આવતીકાલે સત્તાવાર માહિતી જાહેર થઈ શકે છે.
આ પણ વાંચોઃ અમદાવાદ અને ગાંધીનગરમાં EDના દરોડા: 33.67 કરોડ ફ્રીઝ