
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કર્યા બાદ સિડની ટેસ્ટમાં ભારત તેની પ્રથમ ઈનિંગમાં 185 રનમાં સમેટાઈ ગયું હતું. ભારતીય ટીમ માત્ર 72.2 ઓવર જ રમી શકી હતી. ટીમ તરફથી રિષભ પંતે સૌથી વધુ 40 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતીય ટીમની બેટિંગ ફરી એકવાર નિષ્ફળ સાબિત થઈ છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કર્યા બાદ સિડની ટેસ્ટમાં ભારત તેની પ્રથમ ઈનિંગમાં 185 રનમાં સમેટાઈ ગયું હતું. ભારતીય ટીમ માત્ર 72.2 ઓવર જ રમી શકી હતી. ટીમ તરફથી રિષભ પંતે સૌથી વધુ 40 રન બનાવ્યા હતા. ભારતે આ મેચ માટે નિયમિત કેપ્ટન રોહિત શર્માને બહાર રાખ્યો હતો, પરંતુ પ્રથમ દાવમાં તેનો કોઈ ફાયદો થયો ન હતો.
ઓસ્ટ્રેલિયાની ટીમ હાલમાં 176 રનથી પાછળ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ દિવસની રમત પૂરી થઈ ગઈ છે. પ્રથમ દાવમાં ભારતને ઓલઆઉટ કર્યા પછી, ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં એક વિકેટ ગુમાવીને સ્ટમ્પ સુધી નવ રન બનાવ્યા છે. દિવસની રમતના છેલ્લા બોલ પર જસપ્રીત બુમરાહે ઉસ્માન ખ્વાજાને કેએલ રાહુલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ખ્વાજા આઉટ થતાં જ સ્ટમ્પ જાહેર કરવામાં આવ્યા હતા. તે બે રન બનાવી શક્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ હાલમાં 176 રનથી પાછળ છે.
ભારત સૌથી વધુ વખત 80 ઓવરમાં ઓલઆઉટ થનારી બીજી ટીમ બની
આ સાથે ભારતીય ટીમે એક અનિચ્છનીય રેકોર્ડ પોતાના નામે કર્યો. ભારતીય ટીમ 2024 પછી સૌથી વધુ વખત ટેસ્ટમાં 80થી ઓછી ઓવરમાં ઓલઆઉટ થનારી બીજી ટીમ બની છે. ભારત અત્યાર સુધી 14 વખત ટેસ્ટમાં 80 ઓવર પણ રમી શક્યું નથી. આ યાદીમાં સૌથી ઉપર ઈંગ્લેન્ડની ટીમ છે જે 18 વખત 80 ઓવર પણ રમી શકી નથી. આ મામલે ભારતે ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશને પાછળ છોડી દીધું છે જે 13 વખત 80 ઓવર પહેલા ઓલઆઉટ થઈ ચૂક્યા છે.
સિડનીમાં ત્રીજી વખત 200 રન બનાવી શક્યો નહોતો
ભારતીય ટીમ 2000 પછી ત્રીજી વખત સિડનીમાં પ્રથમ દાવમાં 200 રન પણ બનાવી શકી નથી. આ પહેલા ભારત 2000માં ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ દાવમાં 150 રન બનાવી શક્યું હતું, જ્યારે 2012માં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર માત્ર 191 રન જ બનાવી શક્યું હતું.
આ સમાચાર પણ વાંચોઃ રોહિત શર્મા સિડની ટેસ્ટમાંથી પોતે ડ્રોપ થયો કે કરાયો? રિટાયરમેન્ટની ચર્ચા