
IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ એજબેસ્ટન સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચના બીજા દિવસના અંતે ઇંગ્લેન્ડે પોતાની પહેલી ઇનિંગમાં 3 વિકેટ ગુમાવીને 77 રન બનાવી લીધા હતા. આ પહેલા ભારતીય ટીમનો પહેલો ઇનિંગ 587 રન સુધી સીમિત રહ્યો હતો. ટીમ ઇન્ડિયા માટે કેપ્ટન શુભમન ગિલે 269 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી, જ્યારે રવિન્દ્ર જાડેજાએ પણ 89 રન બનાવ્યા હતા. રમતના બીજા દિવસે ઇંગ્લેન્ડ ટીમની બેટિંગ દરમિયાન, રવિન્દ્ર જાડેજા સાથે ફિલ્ડિંગ કરતી વખતે રવિન્દ્ર જાડેજા સાથે એવી ઘટના બની જેને જોઈને આખું સ્ટેડિયમ હસતું જોવા મળ્યું.
રવિન્દ્ર જાડેજાનું પેન્ટ ઉતરી ગયું
જ્યારે ટીમ ઈન્ડિયા પહેલી ઇનિંગમાં બેટિંગ કર્યા પછી ફિલ્ડિંગ કરવા ઉતરી, ત્યારે ઇનિંગની બીજી ઓવરમાં ફિલ્ડિંગ કરતી વખતે રવિન્દ્ર જાડેજાનું પેન્ટ નીચે સરકી ગયું. જેક ક્રોલી સિરાજના બોલનો બચાવ કરી રહ્યા હતા. બોલ બેટની ધાર લઈને ગલી તરફ ગયો, જ્યારે જાડેજાએ ડાઇવ કરીને બોલ રોક્યો, પરંતુ આ દરમિયાન તેનું પેન્ટ પણ નીચે સરકી ગયું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ ગયો છે અને ચાહકો તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
જાડેજા પણ ઘટના પર હસતો જોવા મળ્યો
જ્યારે બધા રવિન્દ્ર જાડેજાની ફિલ્ડિંગના વખાણ કરી રહ્યા હતા, ત્યારે સ્ટેડિયમમાં હાજર તેના સાથી ખેલાડીઓ અને ચાહકોના ચહેરા પરનું હાસ્ય સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું જ્યારે તેનું પેન્ટ નીચે આવ્યું. જાડેજા પણ તેની સાથે બનેલી આ ઘટના પર હસતો હતો.
— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) July 3, 2025
જાડેજાએ શાનદાર ઇનિંગ રમી
જાડેજાએ બેટિંગમાં મહત્વપૂર્ણ સમયે 89 રનની ઇનિંગ રમી હતી.બીજી ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજાની શાનદાર બેટિંગ જોવા મળી, જેમાં તેણે137 બોલમાં 10 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 89 રનની શાનદાર ઇનિંગ રમી. જ્યારે જાડેજા બેટિંગ કરવા આવ્યો ત્યારે ટીમ ઇન્ડિયાનો સ્કોર ૫ વિકેટના નુકસાને 211 રન હતો. ત્યારબાદ તેણે કેપ્ટન શુભમન ગિલ સાથે મળીને છઠ્ઠી વિકેટ માટે 203 રનની ભાગીદારી કરી અને ટીમ ઇન્ડિયાનો સ્કોર 587 સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.