
Politics: ભાજપ સરકારના નિર્ણયોથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગુજરાતમાં સ્માર્ટ મીટર હોય કે બિહારમાં મતદાર યાદી સુધારણા હોય. દરેક ક્ષેત્રે ભાજપ સરકાર લોકોને હેરાન પરેશાન કરી મૂક્યા છે. દેશમાં સતત મોંઘવારી, નેતાઓની દાદાગીરી, ગુંડાગીરી, ભ્રષ્ટાચાર, દુષ્કર્મ, બેરોજગારી સતત વધવાને કારણે હવે લોકો રોષે ભરાયા છે. ભાજપ સરકાર એવા નિર્ણય લઈ રહી છે લોકો કચેરીઓના ધક્કા ખાવા મજબૂર બન્યા છે. સરકારી કચેરીમાં એક કોઈ દસ્તાવેજમાં શબ્દની ભૂલ હોય તો પણ ચલાવવામાં આવતી નથી. સાથે સાથે તેના નિરાકણ અંગે પણ કોઈ માહિતી આપતી નથી.
ભાજપના રાજમાં ખેડૂતોના બેહાલ થયા છે. ખેતીના સાધનો, ખાતરોમાં ભાવ વધ્યા છે. જેને લઈ હવે ખેડૂતો પણ સમજી ગયા છે. ગુજરાતમાં તો હવે લોકો વિસાવદરવાળી કરવાનું જ વિચારે છે. જેથી ભાજપ સરકાર જબરજસ્ત ઘેરાઈ છે. વડોદરમાં સ્માર્ટ મીટર નાખતાં ભારે વિરોધ થઈ રહ્યો છે. કારણ કે લાઈટબીલ બમણાં આવી રહ્યા છે ખોટા પણ આવી રહ્યા છે. જેથી લોકો હેરાન થઈ રહ્યા છે. અદાનીને ફાયદો કરાવવા મોદી ગમે તે હદે જઈ રહ્યા છે. જેને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
નિષ્ણાંતો માને છે કે દેશના વીરોએ દેશના લોકોને આઝાદી આપાવી હતી, જોકે હવે આ ભાજપ સરકાર લોકોને ગુલાબ બનાવી રહી છે. પત્રકાર રાજુ પારુલેકર માને છે કે હવે આ લોકો 6 મહિનામાં ભાગશે. લોકો તેમની પાછળ પડશે. આખું રાજકરણ બદલાઈ જશે.
ત્યારે જુઓ વીડિયોમાં વધુ ચર્ચા કે બિહારમાં મતદાર યાદી સુધારા સરકારે કેમ કરાવ્યા?, ભાજપને શું ફાયદો? તમામ મુદ્દે જુઓ ચર્ચા આ વીડિયોમાં…
આ પણ વાંચો:
BIHAR: મતદાર યાદીમાંથી સૌથી વધુ મહિલાઓ અને મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા જીલ્લાઓના લોકોને હટાવાયા
AMTSનું મોટું કૌભાંડ: એરો ઈગલને ઉંચા ભાવે 225 બસનો કોન્ટ્રાક્ટ, રૂ. 200 કરોડનું નુકસાન!
Shibu Soren: ઝારખંડના પૂર્વ CM શિબુ સોરેનનું નિધન, લાંબા સમયથી બીમાર હતા
UP: નેપાળી યુવતીને ટોળું સમજી બેઠું ચોર, યુવતી ધાબા પરથી કૂદી ગઈ છતાં છોડી નહીં, જાણો પછી શું થયું?
AI ગર્લફ્રેન્ડથી પ્રખ્યાત રોબોટ ‘મેલોડી’ શું કરી શકે છે?, જાણી દંગ રહી જશો