
India China Drone: ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ચીને પાકિસ્તાન સાથે ભારત વિશે લાઇવ ડેટા શેર કર્યાના ખુલાસા પછી ભારતીય સેનાએ મોટી જાહેરાત કરી છે. ત્યારે ભારતીય સેના લશ્કરી સાધનોની ખરીદીની સંપૂર્ણ સમીક્ષા કરી રહી છે. આ અંતર્ગત, ભારતીય સશસ્ત્ર દળોને આપવામાં આવતા સાધનોમાં ચીની બનાવટના ભાગોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે . આર્મી ડિઝાઇન બ્યુરોના એડીજી મેજર જનરલ સીએસ માનએ શુક્રવારે (4 જુલાઈ) જણાવ્યું હતું કે હવે કોઈપણ લશ્કરી ઘટકમાં ચીની ભાગોનો ઉપયોગ કરવામાં આવશે નહીં .
હવે ભારતીય સેનાના ડ્રોનમાં ચાઈનીઝ માલ નહીં વપરાય
ભારતીય સેના ચીની ઘટકો પરની નિર્ભરતા ખતમ કરવા અને લશ્કરી સાધનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા નવું માળખું અમલમાં મૂકવા જઈ રહી છે. આર્મી ડિઝાઇન બ્યુરોના એડિશનલ ડાયરેક્ટર જનરલ, મેજર જનરલ સીએસ માને શુક્રવારે જણાવ્યું કે ડ્રોન સહિતના લશ્કરી ઉપકરણોમાં ચીની ભાગોનો ઉપયોગ નહીં થાય. તેમણે કહ્યું, “અમે ગયા વર્ષે એક માળખું તૈયાર કરવાની વાત કરી હતી, જે હવે પૂર્ણ થઈ ગયું છે અને મંજૂરીની રાહમાં છે. મંજૂરી મળ્યા બાદ, અમારા સાધનોમાં કોઈ સુરક્ષા ખામી ન રહે તે માટે સઘન પરીક્ષણ કરાશે.”
#WATCH | Delhi | On the question regarding Chinese components being used in Indian drones, Additional Director General, Army Design Bureau, Major General CS Mann, says, “…I said last year that we are making a framework – and now that framework has been completed and is under… pic.twitter.com/8baHaGO3iU
— ANI (@ANI) July 4, 2025
ચીને પાકિસ્તાનને ભારતની માહિતી પહોંચાડી
આ પગલું ચીની ઘટકો દ્વારા જાસૂસી અને સુરક્ષા ભંગના જોખમને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે. ડેપ્યુટી આર્મી ચીફ (કેપેબિલિટી ડેવલપમેન્ટ એન્ડ સસ્ટેનમેન્ટ) લેફ્ટનન્ટ જનરલ રાહુલ આર સિંહે FICCI દ્વારા આયોજિત ‘ન્યૂ એજ મિલિટરી ટેક્નોલોજીસ’ કાર્યક્રમમાં જણાવ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ચીને પાકિસ્તાનને ભારતની લાઈવ માહિતી પૂરી પાડી હતી. તેમણે ઉમેર્યું, “જ્યારે ડીજીએમઓ સ્તરે વાટાઘાટો ચાલતી હતી, ત્યારે ચીન પાકિસ્તાનને રિયલ-ટાઈમ માહિતી આપી રહ્યું હતું. આવી સ્થિતિમાં આપણે ઝડપથી પગલાં લેવાની જરૂર છે.”
ભારતે ઇઝરાયલથી લશ્કરી ડ્રોન આયાત કર્યા
ભારતે મુખ્યત્વે ઇઝરાયલથી લશ્કરી ડ્રોન આયાત કર્યા છે, પરંતુ મોટર્સ, સેન્સર્સ અને ઇમેજિંગ સિસ્ટમ જેવા ઘટકો માટે હજુ પણ ચીન પર નિર્ભરતા છે. ચીની સાધનો દ્વારા જાસૂસીનો ખતરો ધ્યાનમાં લઈ, સેના અને સંરક્ષણ મંત્રાલયે નિર્ણય લીધો છે કે લશ્કરી સાધનોમાં નાનામાં નાના ભાગો, જેમ કે નટ, બોલ્ટ કે સ્ક્રૂ પણ ચીનમાં બનેલા ન હોવા જોઈએ. આ નિર્ણય યુરોપ અને અમેરિકાના ચીની સંદેશાવ્યવહાર સાધનો પરના પ્રતિબંધોને અનુસરે છે, જે જાસૂસીના ભયને કારણે લાગુ કરાયા હતા.
ઇઝરાયલે હિઝબુલ્લાહના પેજરને બોમ્બમાં ફેરવી દીધું તે ઘટના ચીની ઘટકોના સંભવિત જોખમોનું ઉદાહરણ છે. આવા જોખમોને ટાળવા ભારતીય સેના સ્થાનિક અને વિશ્વસનીય સ્ત્રોતો પર આધાર રાખવાની દિશામાં આગળ વધી રહી છે, જેથી રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ન થાય.








