
India Today Conclave 2025: ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આજે(8માર્ચે 2025) ચીન અને પાકિસ્તાન અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ચીન પર વિશ્વાસ કરી શકાય નહીં.
ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ઈન્ડિયા ટુડે કોન્ક્લેવ 2025માં જણાવ્યું હતું કે, ભારતીય સેના ઝડપથી આધુનિક ટેકનોલોજી અપનાવી રહી છે અને દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ચીન સાથે સંભવિત યુદ્ધની પરિસ્થિતિ અંગે જનરલ દ્વિવેદીએ કહ્યું કે ભારતીય સેના ડ્રોન ટેકનોલોજી સહિત નવી લશ્કરી ક્ષમતાઓ પર સતત કામ કરી રહી છે.
તેમણે કહ્યું કે ભારત પાસે એવા અદ્યતન ડ્રોન છે જે AK-47 ચલાવી શકે છે અને મિસાઇલો છોડી શકે છે. જો ચીન તરફથી ડ્રોન હુમલો થાય છે, તો ભારત પણ તેનો જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. સેના પ્રમુખે વધુમાં સ્પષ્ટપણે કહ્યું કે ચીન પર વિશ્વાસ કરી શકાય નહીં. ભલે યુદ્ધ કોઈ પણ દેશના હિતમાં નથી, પરંતુ જો જરૂર પડે તો ભારતીય સેના સંપૂર્ણ તૈયારી સાથે જવાબ આપવા સક્ષમ છે.
ભારત-ચીન સરહદ પર સ્થિતિ સામાન્ય
2020 માં પૂર્વી લદ્દાખના ડેપસાંગ અને ડેમચોક વિસ્તારોમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણ પછીની પરિસ્થિતિ અંગે સેના પ્રમુખે કહ્યું કે હવે પરિસ્થિતિ સામાન્ય છે. જ્યારે પણ જરૂર પડે ત્યારે, બંને દેશોની સેનાઓ વાતચીત દ્વારા સમસ્યાઓનું નિરાકરણ લાવે છે જેથી શાંતિ જળવાઈ રહે.
પાકિસ્તાન પર સેના પ્રમુખનું કડક વલણ
પાકિસ્તાન અંગે જનરલ દ્વિવેદીએ કહ્યું કે તે આતંકવાદને રોકવા માટે કોઈ નક્કર પગલાં લઈ રહ્યું નથી. આ કારણે ભારતીય સેનાએ હંમેશા સક્રિય રહેવું પડશે. તેમણે એમ પણ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં, જ્યાં પહેલા આતંકવાદનો ખતરો હતો, હવે ત્યાં પર્યટન વિકસી રહ્યું છે. તેમણે કહ્યું, “આપણે આતંકવાદથી પર્યટન સુધી ખૂબ આગળ નીકળી ગયા છીએ.” સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ સામે ઘણી સફળ કાર્યવાહી કરી છે, જેના કારણે આ પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા આવી છે.
ટેરિફની બબાલ વચ્ચે સેના પ્રમુખનું નિવેદન
સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીનું એવા સયમે નિવેદન સામે આવ્યુ છે જ્યારે ચીન ટેરિફ ટેક્ષ મુદ્દે ભારત સાથે હાથ મિલવવા માગે છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું છે કે નવી દિલ્હી અને બેઇજિંગે સાથે આવવાની જરૂર છે. તેમણે વધુમાં કહ્યું કે આ એવો સમય છે જ્યારે બંને દેશોએ પરસ્પર સફળતા પ્રાપ્ત કરવા માટે સાથે મળીને કામ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તેમણે વધુમાં કહ્યું કે જો એશિયાની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ ધરાવતા બે રાષ્ટ્રો એક સાથે આવે, તો આંતરરાષ્ટ્રીય સંબંધોનું લોકશાહી અને ગ્લોબલ સાઉથના વિકાસ અને મજબૂતીકરણનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. જો કે ભારત આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
આ પણ વાંચોઃ Ahmedabad: કોંગ્રેસના નેતાઓ જ ભાજપ સાથે મળેલા, 40 નેતાને હાંકી કાઢીશું: રાહુલ ગાંધી
આ પણ વાંચોઃ વિદેશી સહિત બે મહિલાઓ પર ગેંગરેપ, 3 પુરુષોને મારી કેનાલમાં નાખ્યા, પોલીસની સઘન તપાસ |Karnataka Rape Case:
આ પણ વાંચોઃ Gir Somnath: દિનુ બોઘાએ જાતે દબાણો દૂર કર્યા, ઘરનો ટીવી ચેનલ કેબલ કપાવ્યો, શું ચાલી રહ્યું છે?