ભારત સામેની હાર બાદ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી |Steve Smith

  • Sports
  • March 5, 2025
  • 2 Comments

Steve Smith retires from ODIs: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં ભારત સામે મળેલી હાર બાદ, ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન અને કપ્ટન સ્ટીવ સ્મિથે વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. મિડલ ઓર્ડરના આ બેટ્સમેને છેલ્લે દુબઈમાં ભારત સામે ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા માટે 73 રન બનાવ્યા હતા. આ મેચમાં ઓસ્ટ્રેલિયાને હારનો સામનો કરવો પડ્યો હતો.

35 વર્ષીય બેટ્સમેને 170 વનડે મેચમાં 43.28 ની સરેરાશ અને 86.96 ના સ્ટ્રાઇક રેટથી 5800 રન બનાવ્યા છે, જેમાં 12 સદી અને ૩૫ અડધી સદીનો સમાવેશ થાય છે. તે ઓસ્ટ્રેલિયા તરફથી વનડેમાં સૌથી વધુ રન બનાવનારા 12મા ખેલાડી છે. તેણે 2016 માં ન્યુઝીલેન્ડ સામે 164 રનનો પોતાનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. લેગસ્પિનિંગ ઓલરાઉન્ડર તરીકે ડેબ્યૂ કરનાર સ્મિથે 28 વિકેટ અને 90 કેચ પણ લીધા છે.

સ્મિથના આંકડા શાનદાર

સ્મિથે ઓસ્ટ્રેલિયા માટે કુલ 169 વનડે રમી અને 5727 રન બનાવ્યા. આ સમયગાળા દરમિયાન, તેમનો સરેરાશ 43.06 અને સ્ટ્રાઇક રેટ 87.13 હતો. વનડેમાં તેની શ્રેષ્ઠ ઇનિંગ્સ 164 રનની છે. તેણે વનડેમાં 34 અડધી સદી અને 12 સદી ફટકારી છે. 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં સ્મિથ ફોર્મમાં નહોતો. તેણે ત્રણ ઇનિંગ્સમાં 48.50ની સરેરાશથી 97 રન બનાવ્યા. તેમની શ્રેષ્ઠ ઇનિંગ્સ 73 રન હતી.

સ્મિથે કહ્યું, આ એક અદ્ભુત સફર રહી છે અને મેં તેની દરેક ક્ષણનો આનંદ માણ્યો છે. ઘણી બધી અદ્ભુત ક્ષણો અને મહાન યાદો રહી છે. બે વર્લ્ડ કપ જીતવું એ એક શાનદાર સિદ્ધિ હતી અને ઘણા અદ્ભુત સાથી ખેલાડીઓ સાથે આ સફર શેર કરવી. હવે લોકો માટે 2027 વર્લ્ડ કપની તૈયારી શરૂ કરવાની એક શ્રેષ્ઠ તક છે, તેથી નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય લાગે છે.

આ પણ વાંચો- ટ્રેવિસ હેડનો શાનદાર કેચ લેનાર શુભમન ગિલને અમ્પાયરે કેમ આપી ચેતવણી?

RAJKOT: જ્ઞાનપ્રકાશ સ્વામીનું પૂતળું સ્વામીનારણ મંદિર નજીક સળગાવનો પ્રયાસ, વીરપુર આવી માફી માગે

RAJKOT: જ્ઞાનપ્રકાશ સ્વામીનું પૂતળું સ્વામીનારણ મંદિર નજીક સળગાવનો પ્રયાસ, વીરપુર આવી માફી માગે

  • Related Posts

    શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા
    • August 6, 2025

    ICC Awards: શુભમન ગિલે ટીમ ઈન્ડિયાના ટેસ્ટ કેપ્ટન બનતાની સાથે જ બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે. ગિલે તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી પાંચ મેચની શ્રેણીમાં રનનો હાઈ રેકોર્ડ બનાવ્યો. તે પોતાના…

    Continue reading
    IND vs ENG: ટીમ ઇન્ડિયાએ હારેલી બાજીને પલટી, અંતિમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 6 રનથી હરાવ્યું
    • August 4, 2025

    IND vs ENG: ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડની ટીમને 6 રનથી હરાવી અને આ રીતે શ્રેણી 2-2 થી બરાબર કરી. આમાં, ભારતીય ટીમે ઈંગ્લેન્ડને જીતવા માટે 374 રનનો લક્ષ્યાંક આપ્યો, જેના…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Bhanagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો

    • August 7, 2025
    • 4 views
    Bhanagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો

    Ahmedabad:”પોલીસ ગુંડાઓના ખિસ્સામાં છે” એલિસબ્રિજ પોલીસ પર યુવતીના ગંભીર આક્ષેપ

    • August 7, 2025
    • 7 views
    Ahmedabad:”પોલીસ ગુંડાઓના ખિસ્સામાં છે” એલિસબ્રિજ પોલીસ પર યુવતીના ગંભીર આક્ષેપ

    Donald Trump on Tariff: ટ્રમ્પની દાદાગીરી ! ભારત પર 50 % ટેરિફ લાદ્યા પછી સેકંડરી સેન્ક્શન લગાવવાની આપી ધમકી

    • August 7, 2025
    • 6 views
    Donald Trump on Tariff: ટ્રમ્પની દાદાગીરી ! ભારત પર 50 % ટેરિફ લાદ્યા પછી સેકંડરી સેન્ક્શન લગાવવાની આપી ધમકી

    UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં

    • August 6, 2025
    • 15 views
    UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં

    Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

    • August 6, 2025
    • 8 views
    Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

    Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

    • August 6, 2025
    • 9 views
    Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી