
Indian Airports On High Alert: નવી દિલ્હી-દેશમાં આતંકી હુમલાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય ગુપ્ત એજન્જસીઓ દ્વારા માહિતી મળી છે કે ભારત પર હુમલાની તૈયારીઓ થઈ રહી છે. જેથી આ હુમલાઓને રોકવા માટે દેશના તમામ એરપોર્ટ સુરક્ષા વધારી દેવામાં આવી છે. અને તમામ જગ્યાએ નજર રાખવામાં આવશે. સિવિક એવિએશન મીનીસ્ટ્રીની સિકયુરિટી વિભાગ દ્વારા 4 ઓગષ્ટે આ સુચના મળી હતી. જેમાં એરપોર્ટ, એરસ્ટ્રિપ, હેલીપેડ, ફલાઈંગ સ્કુલ, અને ટ્રેનીંગ સંસ્થાઓમાં સુરક્ષા વધારવાનો આદેશ આપવામાં આવ્યા છે.
ભારત પર વધતાં જતાં હુમલાઓ
દેશમાં વાંરવાર થઈ રહ્યાં છે. હુમલાં પહેલગામ હુમલાની આગ હજુ શાંત પણ નથી થઈ ત્યાં આતંકીઓ તો બીજા હુમલાની તૈયારીમાં લાગી ગયા છે. શહીદોની ચિતાઓ ઠડી પણ નથી પડીને બીજો ખતરો આવીને ઊભો છે. દેશ હવે સુરક્ષિત રહ્યો નથી. લોકોને હવે બહાર નીકળતા પણ વિચાર કરવો પડે કે કોઈ આતંકી અથડાઈ ના જાય. કેમકે આતંકીઓ નિર્દોષ લોકોને જ નિશાન બનાવી રહ્યાં છે.
પુલવામાં અટેક (2019)
આ હુમલો1989 પછી કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળો પર થયેલો સૌથી ઘાતક આતંકી હુમલો હતો.પુલવામા હુમલો 14 ફેબ્રુઆરી, 2019 ના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લાના લેથપોરા વિસ્તારમાં થયો હતો. જેમાં 40 સીઆરપીએફ જવાનો શહીદ થયા, અને ૩૫થી વધુ ઘાયલ થયા. આ હુમલો એક વાહન આધારિત આત્મઘાતી હુમલો હતો, જેમાં આતંકવાદી આદિલ અહમદ ડારે વિસ્ફોટકોથી ભરેલી એસયુવીને સીઆરપીએફની બસ સાથે અથડાવી હતી.
પહેલગામ આતંકવાદી હુમલો (22 એપ્રિલ, 2025)
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આ હુમલામાં 25 હિન્દુ પર્યટકો, 1 ખ્રિસ્તી પર્યટક અને 1 સ્થાનિક મુસ્લિમ સહિત 26-28 લોકો માર્યા ગયા.
ડ્રોન હુમલાઓ
મે 2025માં, પાકિસ્તાને ભારતના 26 શહેરો પર ડ્રોન હુમલાઓનો પ્રયાસ કર્યો, જેને ભારતીય સંરક્ષણ પ્રણાલીએ નિષ્ફળ કર્યા.
સરકારના દાવા કેમ ખોટા સાબીત થાય છે ?
સરકારના મોટા મોટા દાવા થાય છે કે આતંકવાદને ખતમ કરી નાખ્યો છે. તો પછી વાંરવાર કેમ હુમલા થઈ રહ્યાં છે. સરકારના દાવા કેમ ખોટા સાબીત થાય છે. દરેક વખતે હુમલા થયા પછી કાર્યવાહી થાય તો પેલા જ એને રોકવા યોગ્ય પગલાં કેમ નથી લેવાતાં. શું આમ જ નિર્દોષ લોકો જીવ ગુમાવતા રહેશે.
શું હતી મુખ્ય ઘટના?
કેન્દ્રીય સુરક્ષા એજન્સીની માહિતી મુજબ અસમાજિક તત્વો દ્વારા હુમલાની આશંકા છે. આ સ્થિતિમાં કોઈ મોટી અનિચ્છનીય ઘટના ના બને માટે તમામ સ્થળોએ સુરક્ષા વધારવામાં આવી રહી છે. દેશના તમામ એરપોર્ટ સુરક્ષા વધારી દેવામાં આવી છે.બહારથી આવતા માલ સામાનની પણ તપાસ કરવામાં આવી રહી છે.સંવેદનશીલ જગ્યાઓએ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. દરેક જગ્યાએ સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવી રહી છે.
શું પગલાં લેવા જોઈએ?
આ ઘટનાને ધ્યાનમાં રાખીને બહારથી આવતા લોકો પર વધારે નજર રાખવી જોઈએ. બીજી જગ્યાએ આવતા માલસામાન અને ટપાલ વગેરે પણ ચેક કરવા જોઈએ. વિદેશથી આવતાં લોકો પર નજર રાખવી, તેમના ઓળખાણપત્રો સારી રીતે તપાસવા શંકા જણાય તો તેમને ત્યાં રોકી લેવા. લોકોને પણ સાવચેત કરવા કે કોઈ શંકાશીલ માણસ અથવા વસ્તુ નજરે ચડે તરત જ પોલીસને જાણ કરવી જોઈએ. અજાણ્યા માણસનો વિશ્વાસ કરી તેના પાસેથી કોઈ વસ્તુ લેવી નઈ.
આ પણ વાંચો:
Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું
Karachi Airport: કોન્ડોમમાંથી બનાવેલી પ્લેટમાં ખાવાનું પીરસ્યું, ગ્રાહક બરાબરનો ભડક્યો, વીડિયો વાયરલ
Ahmedabad:”પોલીસ ગુંડાઓના ખિસ્સામાં છે” એલિસબ્રિજ પોલીસ પર યુવતીના ગંભીર આક્ષેપ







