
India Pak Conflict: પાકિસ્તાને (Pakistan) ફરી એકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં હવાઈ હુમલા અને ડ્રોન હુમલા કર્યા છે, જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાનને LOC પર ભારે નુકસાન થયું છે. તેવામાં જમ્મુ-કાશ્મીરના સાંબામાં પાકિસ્તાનથી ઘૂસણખોરી કરી રહેલા 7 આતંકવાદીઓને BSF એ ઠાર માર્યા છે.
ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 7 આતંકવાદીઓને BSFએ ઠાર માર્યા
જમ્મુ અને કાશ્મીરના સાંબામાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ મોટી સફળતા મેળવી છે. ભારતીય સરહદમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 7 આતંકવાદીઓને BSFએ ઠાર માર્યા છે. ઘૂસણખોરીના આ નિષ્ફળ પ્રયાસનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 7 આતંકવાદીઓને ઠાર થતા જોવા મળી રહ્યા છે.
પાકિસ્તાની સૈનિકોએ આજે આ વિસ્તારોમાં કર્યો હુમલો
શુક્રવારે સવારે પાકિસ્તાની સૈનિકોએ કુપવાડા, અખનૂર અને ઉરી સહિત નિયંત્રણ રેખા (LOC) પર ફરી ગોળીબાર શરૂ કર્યો હતો. ગુરુવારે રાત્રે ભારતીય સેનાએ ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને ઉત્તર અને પશ્ચિમ ભારતના 15 શહેરોને નિશાન બનાવવાના પાકિસ્તાની સેનાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, શુક્રવારે મધ્યરાત્રિ પછી, ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં અનેક પાકિસ્તાની સ્થળો સામે કાર્યવાહી શરૂ કરી. રાત્રે 8.30 વાગ્યાની આસપાસ શરૂ થયેલા પાકિસ્તાની હવાઈ હુમલાના ઘણા કલાકો પછી ભારતીય સેનાની જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી.
#WATCH | On 8-9 May 2025, BSF foiled a major infiltration bid at the International Boundary in Samba district, J&K by killing at least seven terrorists and causing extensive damage to the Pakistan Post Dhandhar
Visuals from Samba showing Pakistan post across the border pic.twitter.com/invwtOwy2b
— ANI (@ANI) May 9, 2025
જમ્મુ-કાશ્મીર લેહમાં શાળાઓ બંધ
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે સાવચેતીના પગલા રૂપે જમ્મુ અને કાશ્મીરની બધી શાળાઓ આજે અને કાલે બંધ રહેશે.લેહમાં પણ આગામી બે દિવસ માટે શાળાઓ બંધ રાખવામાં આવી છે. લેહના ડેપ્યુટી કમિશનર સંતોષ સુખદેવાએ જણાવ્યું હતું કે, ‘વર્તમાન તણાવને ધ્યાનમાં રાખીને, લેહ જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શાળાઓ આગામી બે દિવસ માટે બંધ રહેશે.’
આ પણ વાંચોઃ
પાકિસ્તાનમાં આતંકીઓની લાશોને રાષ્ટ્રધ્વજમાં લપેટી અંતિમસંસ્કાર, મિશ્રીએ શું કહ્યું? | india
Nadiad માં મહિલાનો હાથ ખેંચી ગાડીમાં બેસાડી છેડતી કરનાર માથાભારે શખ્સ ઝડપાયો
Operation Sindoor: દેશભક્તિનો રંગ, બિહારમાં જન્મ્યા 12 સિંદૂર અને સિંદૂરી
Operation Sindoor: પંજાબના ગુરદાસપુરમાં રોજ 8 કલાક અંધકાર છવાશે, જાણો સૌથી મોટું કારણ?
‘ઓપરેશન સિંદૂર’ના નામે મુકેશ અંબાણી ધંધો કરવા કેમ માગે છે? | Operation Sindoor
ભારતના 5 પ્લેન તોડી પાડવાના દાવા પર પાકિસ્તાની રક્ષામંત્રી ફસાયા | Khawaja Asif
Katch: બોર્ડર નજીક શંકાસ્પદ ડ્રોન હાઈટેન્શન સાથે અથડતાં વિસ્ફોટ