
Mahisagar Police : હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભારતના ઓપરેશ સિંદુર બાદ પાકિસ્તાન ભારત પર હુમલાઓ કરવાનું ચાલુ રાખ્યું છે ત્યારે આવી સંવેદનશીલ પરિસ્થિતિમાં સોશિયલમાં મીડિયામાં અફવાઓનો રાફડો ફાટ્યો છે. ત્યારે આવી અફવાઓ ફેલાવનારાઓ સામે તંત્રએ પણ લાલ આંખ કરી છે. સાઈબર ક્રાઈમ હવે આવી અફવાઓ ફેલાવનારાઓ પર કડક કાર્યવાહી કરશે.
સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવનારાઓને મહિસાગર પોલીસની ચેતવણી
મહિસાગર જિલ્લા સાઈબર ક્રાઈમ પોલીસે પોસ્ટ શેર કરીને અફવાઓ ફેલાવતા તત્વોને ચેતવણી આપી છે. તેમણે જણાવ્યુંછે કે, સોશિયલ મીડિયા પર પાકિસ્તાનને સમર્થન આપતી, દેશ વિરોધી કે આપણી સેનાનું મનોબળ તોડે એવી કોઈ પણ પોસ્ટ શેર કરવામા આવશે તો તેમની પર તાત્કાલિક FIR નોંધીને કડક પગલા લેવાશે.
દેશવિરોધી પોસ્ટ કરનારા ચાર લોકો સામે નોંધાઈ હતી ફરિયાદ
ઉલ્લેથનીય છે કે, ગુરૂવારે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સોશિયલ મીડિયામાં દેશ વિરોધી અને ખાસ કરીને સેનાનું મનોબળ તોડે તેવી પોસ્ટ કરનારા ચાર સામે ફરિયાદ નોંધવામા આવી હતી.
આ અંગે માહિતી આપતા ગૃહરાજ્યમંત્રી મંત્રી હર્ષ સંઘવીએ કડક ચેતવણી આપી હતી કે, સોશિયલ મીડિયા પર નકારાત્મકતા અને અનાદર ફેલાવવાને સહન કરવામાં આવશે નહીં ગુજરાત પોલીસ આવી સોશિયલ મીડિયા પોસ્ટ પર ધ્યાન રાખશે અને તેમના ધ્યાને આવી કોઈ પોસ્ટ આવશે તેના પર કડકમાં કડક પગલા ભરવામા આવશે તેવી ચોખ્ખી સુચના આપી દેવામા આવી છે.
આ પણ વાંચોઃ
ધ વાયરની વેબસાઇટ સરકારે બ્લોક કેમ કરી? | The wire
ગોદી મિડિયા સરકારના ડાહ્યા થવામાં ભારતનું અહિત ન કરી દે!, શું છે Media Advisory જુઓ?
Share Market Down: રોકાણકારોને નુકસાન, સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટ્યો, શું છે કારણો?
PIB Fact Check: વાઈરલ થયેલા 7 ખોટા વીડિયો અંગે PIBનું ફેક્ટ ચેક, શું સામે આવ્યું?
Vadodara: ન્યાયના એજન્ડા સાથે લડી રહેલા ભાજપા કોર્પોરેટર આશિષ જોશીને સસ્પેન્શનની બક્ષીશ