Satire: મુંબઈમાં જાહેરમાં તાયફા કરતા ભાજપના નેતાને મહીલાએ મોઢા ઉપર ચોપડાવી દીધું “ગેટ આઉટ ફ્રોમ હિયર!”વોટ ઇઝ રોંગ વિથ યુ! જુઓ, ખાસ વિશ્લેષણ

Satire: દેશમાં અરાજકતા છે, ઓછું ભણેલા નેતાઓએ જાણે દેશને બાનમાં લીધો છે અને સંપૂર્ણ દેશી સ્ટાઇલ આવી ગઈ છે જેમાં નેતાઓ પોલીસ અને પ્રશાસનનો દુરુપયોગ કરી રહયા છે,પોલીસની છબી તમામ જગ્યાએ ખરડાઈ રહી છે. જોકે,હવેની જનરેશન સ્માર્ટ થઈ ગઈ છે અને નેતાઓ કરતા વધુ નોલેજ ધરાવે છે તેઓને લોકશાહી અને કાયદાઓની સમજ પડવા લાગી છે તેથી હવે વિરોધની ચિનગારી ફૂંકાવા લાગી છે અને લોકો જાહેરમાં થતા તાયફઓનો વિરોધ કરી રહયા છે.

મુંબઈના વર્લી વિસ્તારમાં ભાજપની રેલી દરમિયાન ટ્રાફિક જામથી નારાજ એક મહિલાએ મહારાષ્ટ્રના મંત્રી ગિરીશ મહાજનને મીડિયાની હાજરીમાં ખખડાવી નાખ્યા હતા જ્યારે ભાજપ મહિલા અનામત બિલને લઈને વિપક્ષને ઘેરવા માટે રેલી કાઢી રહ્યું હતું. આરોપ છે કે રેલીના કારણે રસ્તા પર ભારે જામ લાગી ગયો, જેનાથી લોકોને મુશ્કેલી પડી વાયરલ વીડિયોમાં મહિલાએ મંત્રીને કહ્યું ‘ગેટ આઉટ ઓફ હિયર’. તમે ટ્રાફિક જામ કરી રહ્યા છો. તેણે એવો પણ સવાલ ઉઠાવ્યો કે આવા કાર્યક્રમો કોઈ ખુલ્લા મેદાનમાં શા માટે નથી કરવામાં આવી રહયા, જેથી લોકોને મુશ્કેલી ન થાય જાહેર માર્ગ ઉપર રેલીમાં સામેલ લોકોના રસ્તા પરથી ન હટવા પર મહિલા ફરીથી પાછી આવી અને કહ્યું, તમને સમજ નથી પડી રહી. મહિલા મંત્રીને પૂછે છે કે ‘વોટ ઇઝ રોંગ વિથ યુ’. અહીં સેંકડો લોકો ઉભા છે.

આ દરમિયાન એક પોલીસ અધિકારીએ મહિલાને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે પોલીસ સાથે વાત કરવાનો ઇનકાર કરી દીધો અને કહ્યું કે ‘શટઅપ’ તેણે કહ્યું કે તે એક કલાકથી રસ્તા પર ફસાયેલી છે બાદમાં પોલીસ મહિલાને એક તરફ લઈ ગઈ અને ભરોસો અપાવ્યો કે ટ્રાફિક જલદી ક્લિયર કરાવી રહ્યા છીએ.
ભાજપના ડ્રામાને કારણે સામાન્ય જનતાને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હોવાની બાદમાં અનેક કોમેન્ટ લોકો કરી રહયા છે.

આ મહિલાનો ગુસ્સો લોકોમાં વધતી નારાજગી દર્શાવે છે અને ભવિષ્યમાં દેશભરની મહિલાઓ પણ નેતાઓને આ જ રીતે નકારશે તે નક્કી છે સિનિયર પત્રકારો મયુર જાની અને મેહુલ વ્યાસે આ મુદ્દા ઉપર વિસ્તુત રીતે છણાવટ કરી છે દેશમાં લોકો હવે રાજકારણ અને તાયફાથી કંટાળી ગયા છે,વિકસિત દેશોમાં જે રીતે જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે તે આપણા દેશમાં નથી અને ફાલતુમાં લોકો પરેશાન થઈ રહયા છે ત્યારે આગામી વર્ષોમાં ભણેલી ગણેલી નેક્સ્ટ જનરેશન જુની અને ખખડી ગયેલી સિસ્ટમ બદલી નાખે તે દિવસો દૂર નથી.

આ વાયરસ વિડીયોએ દેશભરમાં ધૂમ મચાવી છે અને લોકો મહિલાની હીંમતને શાબાશી આપી રહયા છે,કહેવામાં આવી રહ્યું છે કે તે મહિલા સ્કૂલમાં પોતાના બાળકોને લેવા જતી હતી ત્યારે જાહેર માર્ગ ઉપર રાજકીય તમાશાને કારણે ટ્રાફિક જામ થઈ જતા તે મહિલા એક કલાક સુધી પોતાની કારમાં ફસાઈ ગઈ હતી.
આ મુદ્દા ઉપર વરિષ્ઠ પત્રકાર મયુર જાની અને સિનિયર પત્રકાર મેહુલ વ્યાસે વધુ પ્રકાશ પાડ્યો હતો જે જોવાનું ચૂકશો નહિ,પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

Set featured image

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Red Fort Blast NIA Chargesheet: લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં મોટો ખુલાસો, લખનઉની વિધાનસભા સહિત 3 સરકારી ઇમારતોની રેકી કર્યાનો NIAનો દાવો

  • September 10, 2026
  • 2 views
Red Fort Blast NIA Chargesheet: લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં મોટો ખુલાસો, લખનઉની વિધાનસભા સહિત 3 સરકારી ઇમારતોની રેકી કર્યાનો NIAનો દાવો

SP Blue Color Strategy: લાલ-લીલાની ઓળખ વચ્ચે SPએ અપનાવ્યો વાદળી રંગ, અખિલેશ યાદવની નવી રાજકીય વ્યૂહરચના શું છે?

  • September 10, 2026
  • 4 views
SP Blue Color Strategy: લાલ-લીલાની ઓળખ વચ્ચે SPએ અપનાવ્યો વાદળી રંગ, અખિલેશ યાદવની નવી રાજકીય વ્યૂહરચના શું છે?

Satya Niketan Building Collapse: સત્ય નિકેતન PG દુર્ઘટના બાદ દિલ્હીનું સ્ટુડન્ટ હાઉસિંગ સવાલોના ઘેરામાં, સસ્તા આવાસની અછત વચ્ચે સુરક્ષા કેટલી?

  • September 10, 2026
  • 8 views
Satya Niketan Building Collapse: સત્ય નિકેતન PG દુર્ઘટના બાદ દિલ્હીનું સ્ટુડન્ટ હાઉસિંગ સવાલોના ઘેરામાં, સસ્તા આવાસની અછત વચ્ચે સુરક્ષા કેટલી?

Gopal Italia: ગુજરાત વિધાનસભામાં દુષ્કાળથી લઈને વીજળી અને ટાઉન પ્લાનિંગ સુધીના મુદ્દે AAPનો સરકાર પર પ્રહાર

  • September 10, 2026
  • 5 views
Gopal Italia: ગુજરાત વિધાનસભામાં દુષ્કાળથી લઈને વીજળી અને ટાઉન પ્લાનિંગ સુધીના મુદ્દે AAPનો સરકાર પર પ્રહાર

Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાનું માત્ર 3 દિવસનું ચોમાસુ સત્ર, 7 કરોડની જનતા માટે આટલો ઓછો સમય કેમ?

  • September 10, 2026
  • 8 views
Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાનું માત્ર 3 દિવસનું ચોમાસુ સત્ર, 7 કરોડની જનતા માટે આટલો ઓછો સમય કેમ?

Manipur NRC: મણિપુરમાં NRC માટે 1951 આધાર વર્ષ બનાવવાની તૈયારી, કેન્દ્ર સમક્ષ ફરી મુદ્દો ઉઠાવશે રાજ્ય સરકાર

  • September 10, 2026
  • 10 views
Manipur NRC: મણિપુરમાં NRC માટે 1951 આધાર વર્ષ બનાવવાની તૈયારી, કેન્દ્ર સમક્ષ ફરી મુદ્દો ઉઠાવશે રાજ્ય સરકાર