અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા; લૂંટફાટ કરવા આવેલા લૂંટારૂંઓએ મારી ગોળી

  • World
  • March 6, 2025
  • 2 Comments
  • અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. તાજેતરની ઘટનામાં તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાંથી અમેરિકા ભણવા ગયેલા એક વિદ્યાર્થીની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. મૃતકની ઓળખ જી.પ્રવીણ (26) તરીકે થઇ છે. પ્રવીણ વિસ્કોન્સિનના મિલ્વોકીમાં એમ.એસ.નો અભ્યાસ કરી રહ્યો હતો અને તે એક સ્ટોરમાં પાર્ટ ટાઈમ નોકરી કરતો હતો.

આ ઘટના બુધવારે સવારે બની હતી જેના બાદ અમેરિકાના અધિકારીઓએ પ્રવીણના પરિજનોને તેની જાણકારી આપી હતી. પીડિતના પિતા રાઘવુલુએ કહ્યું કે મને સવારે 5 વાગ્યે એક વોટ્સએપ કોલ આવ્યો હતો પણ મેં તે ન ઉપાડ્યો. પછી સવારે મેં મિસ્ડ કૉલ જોઈને વોઈસ મેસેજ મોકલ્યો. કલાક વીતી જવા છતાં કોઈ જવાબ ન મળ્યો તો મને ચિંતા થવા લાગી અને પછી મેં મારા દીકરાના મિત્રોને કોલ કર્યો. ત્યારે મને જાણકારી મળી કે મારો દીકરો એક સ્ટોર પર પાર્ટ ટાઈમ નોકરી માટે ગયો હતો અને લૂંટફાટની ઘટના વખતે લૂંટારૂઓએ તેને ગોળી મારી દીધી. જેના કારણે મારા દીકરાનું મોત નીપજ્યું.

આ પણ વાંચો- તોફાની શરૂઆત પછી અચાનક બજાર ગબડ્યું; શેરબજારે ફરી કર્યા હેરાન

આ ઉપરાંત પ્રવીણના પિતરાઈ ભાઈ અરુણે જણાવ્યું કે પ્રવીણના મિત્રોએ જાણકારી આપી હતી કે મારા ભાઈને ગોળીઓથી વીંધી નાખવામાં આવ્યો હતો. જોકે અમુક લોકો કહે છે કે પ્રવીણની હત્યા એક સ્ટોરમાં અજાણ્યા હુમલાખોરોએ કરી હતી. અમને અત્યાર સુધી તેના મોતનું સચોટ કારણ જાણવા મળ્યું નથી. અમેરિકાના અધિકારીઓ કહે છે કે પોસ્ટમોર્ટમ બાદ જ અમને સચોટ કારણ જાણવા મળશે. પ્રવીણે હૈદરાબાદમાં બીટેકનો અભ્યાસ કર્યો હતો અને 2023માં એમ.એસ. કરવા અમેરિકા ગયો હતો.

અમેરિકામાં તેલંગાણાના વિદ્યાર્થીની આ પહેલી હત્યા નથી. છેલ્લા પાંચ મહિનામાં આ ત્રીજી ઘટના છે. નવેમ્બર 2024માં ખમ્મમ જિલ્લાના એક વિદ્યાર્થી અને જાન્યુઆરી 2025માં હૈદરાબાદના એક વિદ્યાર્થીની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાઓએ અમેરિકામાં અભ્યાસ કરતા અને કામ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

આ પણ વાંચો-સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ટ્રક-ઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માત; ત્રણ લોકોના મોત 4 ગંભીર

Related Posts

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”
  • March 24, 2026

Donald Trump: અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો 25મો દિવસ થઈ ગયો છે જે ટ્રમ્પ એ મદ માં રાચતા હતા કે અમેરિકા સામે ઇરાનનું શુ આવે? બે અઠવાડિયામાં તો ઈરાનનો ગોટો વાળી…

Continue reading
Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!
  • March 24, 2026

Donald Trump: જગત જમાદારની હેકડી હવે ઉતરી ગઈ છે અને ઈરાનને ચપટી વગાડતા જ મસળી નાખવાના સપના માત્ર સપના રહી ગયા છે અને બધીજ તાકાત લગાડી દીધી હોવાછતાં ઈરાનનું મનોબળ તોડવામાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

  • March 24, 2026
  • 3 views
Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

  • March 24, 2026
  • 4 views
Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

  • March 24, 2026
  • 12 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

  • March 24, 2026
  • 9 views
Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

  • March 24, 2026
  • 17 views