Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

  • World
  • March 24, 2026
  • 0 Comments

Donald Trump: અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો 25મો દિવસ થઈ ગયો છે જે ટ્રમ્પ એ મદ માં રાચતા હતા કે અમેરિકા સામે ઇરાનનું શુ આવે? બે અઠવાડિયામાં તો ઈરાનનો ગોટો વાળી દઈશ! પણ એવું થયું નહિ અને ઈરાન વળતા જોરદાર પ્રહાર કરી રહ્યું છે એટલુંજ નહિ પણ આખી દુનિયામાં તેલ-ગેસનો પુરવઠો રોકી દઈ વૈશ્વિક મંદી ઉભી કરી દીધી છે અને ઈઝરાયેલ ઉપર લાંબા અંતરની મિસાઈલ છોડી તે અણસાર પણ આપી દીધો કે તે ધારે તો ઈઝરાયેલના પરમાણુ મથકોને પણ ટાર્ગેટ કરી તબાહી મચાવી શકે છે તેથી હવે ટ્રમ્પ થાક્યા છે અને આખરે ચારેતરફથી ટીકાઓ શરૂ થતાં ટ્રમ્પે ઈરાન ઉપર હુમલાનું ઠીકરું સંરક્ષણ મંત્રી પીટ હેગસેથના માથા ઉપર ફોડી દીધું છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમણે સંરક્ષણ મંત્રી પીટ હેગસેથના કહેવા પર ઇરાન પર હુમલો કરવાનો આદેશ આપ્યો હતો, અલ જઝીરા અનુસાર, ટ્રમ્પે કહ્યું કે હેગસેથ ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીના સમર્થનમાં સૌથી પહેલાઆગળ આવ્યા હતા. હેગસેથ માનતા હતા કે ઈરાનને પરમાણુ હથિયારો બનાવતા રોકવું જરૂરી છે, તેથી કાર્યવાહી કરવી જોઈએ જ્યારે પીટ હેગસેથે કહ્યું છે કે અમેરિકાનું લક્ષ્ય ઈરાનની મિસાઈલ, ડ્રોન અને નૌકાદળની તાકાતને ખતમ કરવાનું હતું.

જોકે ટ્રમ્પ સરકારમાં પણ આ મુદ્દે સંપૂર્ણ સહમતિ નથી. ટ્રમ્પે સ્વીકાર્યું કે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આ નિર્ણયથી સંપૂર્ણપણે ખુશ નહોતા પરંતુ તેમણે ખુલ્લો વિરોધ પણ કર્યો નહોતો. જ્યારે કેટલાક અધિકારીઓએ યુદ્ધનું સમર્થન કર્યું, તો કેટલાક તેની વિરુદ્ધ હતા. આ દરમિયાન એક મોટા અધિકારીએ રાજીનામું પણ આપી દીધું હતું.આમ,ચારેબાજુથી ટીકાઓ શરૂ થતાં હવે ટ્રમ્પે ચોખ્ખું કહી દીધું છે કે ઈરાન ઉપર હુમલાનો પ્લાન મારો ન હતો પણ સંરક્ષણ મંત્રી પીટ હેગસેથનો હતો અને તેઓના આઈડિયા મુજબ હુમલો કર્યો હતો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?
  • August 10, 2026

Turkey-Saudi-Pak Defence Alliance: મધ્ય પૂર્વમાં ઝડપથી બદલાતી ભૂરાજકીય પરિસ્થિતિ વચ્ચે સૌદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કી વચ્ચે નવા સંયુક્ત રક્ષા સહકાર કરારની ચર્ચાએ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી દિશા આપી છે. વિવિધ મીડિયા…

Continue reading
RSP Nepal Politics: નેપાળની સત્તાધારી RSP માં આંતરિક વિખવાદ તેજ, બાલિન્દ્ર શાહ અને રબી લામિછાને આમને-સામને
  • August 10, 2026

RSP Nepal Politics: નેપાળની સત્તારૂઢ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP )માં સરકાર બન્યાના લગભગ છ મહિના બાદ આંતરિક મતભેદો હવે ખુલ્લેઆમ સામે આવવા લાગ્યા છે. વડા પ્રધાન બાલિન્દ્ર શાહ અને પાર્ટી અધ્યક્ષ રબી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi Student Protest RTI: RTIમાં મોટો ખુલાસો, દિલ્હી વિદ્યાર્થી આંદોલનમાં પેલેટ ગનથી ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ

  • August 12, 2026
  • 2 views
Delhi Student Protest RTI: RTIમાં મોટો ખુલાસો, દિલ્હી વિદ્યાર્થી આંદોલનમાં પેલેટ ગનથી ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ

Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

  • August 11, 2026
  • 4 views
Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

  • August 11, 2026
  • 5 views
Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

  • August 11, 2026
  • 6 views
Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

  • August 11, 2026
  • 7 views
NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

  • August 11, 2026
  • 7 views
Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ