Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!

  • World
  • March 24, 2026
  • 0 Comments

Donald Trump: જગત જમાદારની હેકડી હવે ઉતરી ગઈ છે અને ઈરાનને ચપટી વગાડતા જ મસળી નાખવાના સપના માત્ર સપના રહી ગયા છે અને બધીજ તાકાત લગાડી દીધી હોવાછતાં ઈરાનનું મનોબળ તોડવામાં નિષ્ફળ રહયા છે એમાંય ગઈકાલે 48 કલાકનું અલ્ટી મેટમ આપી ઇરાનને ડરાવવાનો પ્રયાસ પણ કર્યો તેની સામે પણ ઈરાને આપેલી ધમકીને લઈ હવે ટ્રમ્પ ઢીલા ઢફ થઈ ગયા છે.

ટ્રમ્પની નાદાનીયતને કારણે આખું વિશ્વ સજા ભોગવી રહ્યું છે અને ગેસ-પેટ્રોલના ભાવો વધ્યા અને કટોકટી સર્જાતા વિશ્વની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે, હવે દુઃખતી નસ પકડાઈ જતા ઈરાન પણ પોતાની શરતોને આધીન યુદ્ધ બંધ કરવાની વાત કરી રહ્યું છે ઇરાને પહેલાજ કહ્યું હતું કે “યુદ્ધ તમે શરૂ કર્યું પણ ખતમ અમે કરીશું’ અને તે સ્થિતિ આવી ગઈ છે.

ઈરાને કહ્યું છે કે તે વર્તમાન સંઘર્ષમાં પાછળ હટવાના નથી અને જ્યાં સુધી તેમને થયેલા નુકસાનની ભરપાઈ નહીં મળે, ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે,ઈરાની સુપ્રીમ લીડર મુજતબા ખામેનીના વરિષ્ઠ સૈન્ય સલાહકાર મોહસિન રઝાઈએ કહ્યું કે અમારી શરતો સ્પષ્ટ છે, તમામ આર્થિક પ્રતિબંધો હટાવવામાં સહિત અમેરિકા તરફથી ભવિષ્યમાં કોઈપણ પ્રકારની દખલગીરી ન કરવાની નક્કર ગેરંટી આપવામાં આવે.

રઝાઈએ ટીવી પર જારી કરેલા પોતાના નિવેદનમાં કહ્યું કે ઈરાની સેના પૂરી તાકાતથી યુધ્ધ ચલાવી રહી છે અને પાછી પાની કરવાની થતી નથી દેશનું નેતૃત્વ નવા સુપ્રીમ લીડર હેઠળ આગળની સફળ રણનીતિ બનાવી રહ્યું છે, આ અગાઉ ઈરાની સંસદ અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ગાલીબાફ પણ કહી ચૂક્યા છે કે દેશના લોકો હુમલાખોરોને પૂરી સજા આપવાની માગ કરી રહ્યા છે.

■ ફૂંફાડા માર્યા કરતા ટ્રમ્પ અચાનક ઢીલા કેમ પડ્યા? આ છે કારણો

● ટ્રમ્પે 48 કલાકમાં ઈરાનમાં વિનાશ વેરવાનું અલ્ટી મેટમ આપ્યું હતું, પરંતુ અચાનક હવે યુદ્ધ બંધ કરવા વાતચીત પર ઉતરી આવ્યા છે તેના મુખ્ય કારણોમાંઅમેરિકી સેનાને ફંડની અછતનો સામનો કરવો પડી રહ્યો છે, અમેરિકી સંરક્ષણ મંત્રાલયે લગભગ 19 લાખ કરોડ રૂપિયાનું બજેટ માંગ્યું. દરરોજ લગભગ 13 હજાર કરોડ રૂપિયા ખર્ચ થઈ રહ્યા છે. સંસદમાં ટ્રમ્પની પાર્ટી જ આ બજેટના વિરોધમાં છે. આ બજેટ પાસ થવાનું નથી.

● ઈરાનનો ઈઝરાયેલ ઉપર પરમાણુ કેન્દ્રો પર હુમલો પણ એક કારણ છે, ઈરાને શનિવારે રાત્રે લાંબા અંતરની મિસાઈલોનો પ્રયોગ કરી ઈઝરાયલના બે પરમાણુ કેન્દ્રો ડિમોના અને અરદ પર હુમલા કર્યા તેનાથી મોટી જાનહાની અને નુકશાન થયું અને ઈરાન ધારે તો પરમાણુ કેન્દ્ર ઉડાવી શકે તે વાત સાબિત થઈ ગઈ તેનાથી ઈઝરાયલ અને અમેરિકા બંને બેકફૂટ પર આવી ગયા છે કારણ કે તેઓને ઈરાનની આ તાકાતનો અંદાજો નહોતો કે ઈઝરાયેલની ડિફેન્સ સિસ્ટમ ભેદીને ઈરાન અહીં હુમલો કરી શકે છે.

અન્ય એક કારણ નાટોનો અમેરિકાને સાથ આપવાનો ઇનકાર પણ છે જેમાં 32 દેશોના સૈન્ય સંગઠન નાટોએ અમેરિકાની અનેક વિનંતીઓ છતાં પોતાની સેનાઓ મોકલી નહીં. બ્રિટન, જર્મની, ઇટાલી અને તુર્કી જેવા અન્ય મુખ્ય દેશોએ પણ પોતાને નિવેદનો સુધી સીમિત રાખ્યા અને ઈરાન સામે યુદ્ધમાં સામેલ ન થયા તેથી ટ્રમ્પ એકલા પડયા.

આ સિવાય સમગ્ર વિશ્વ સાથે અમેરિકામાં પણ તેલ-ગેસ સપ્લાય ચેઇન તૂટી છે ઉપરાંત તાઇવાનમાંથી તે સેમિકન્ડક્ટર ચિપનો સૌથી મોટો આયાતકાર છે. તાઇવાન તેની 97% ઊર્જા જરૂરિયાતો માટે ખાડી પર નિર્ભર છે. TSMC પાસે 11 દિવસનો હિલિયમ સપ્લાય છે. ચિપ ઉત્પાદન અટકી પડવાની અણી પર છે. કતારથી સપ્લાય બંધ છે. એપલ અને એનવીડિયા પર અસર પડી રહી હતી.

ખાડીના 40% ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નષ્ટ-આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી (IEA) ના પ્રમુખ ફાતિહ બિરોલે જણાવ્યું કે, ખાડીના 9 મુખ્ય દેશો જેવા કે સાઉદી અરેબિયા, યુએઈ અને કતારના 40% ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નાશ પામ્યા છે. વૈશ્વિક તેલ પુરવઠો દરરોજ 11 મિલિયન બેરલ ઘટી ગયો છે. ખાતરની અછતનો સામનો કરી રહી છે, સાથે સાથે નવેમ્બરમાં અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણીઓ થવાની છે જે ટ્રમ્પ માટે એક મોટી લિટમસ ટેસ્ટ હશે.

ટ્રમ્પના ટેરિફ પગલાં અને હવે ઈરાન યુદ્ધના કારણે મોંઘવારી વધી રહી છે. યુદ્ધ પછી ટ્રમ્પની મંજૂરી રેટિંગમાં પણ 12% નો ઘટાડો થયો છે. મહાભિયોગથી બચવા માટે ટ્રમ્પે મધ્યસત્રમાં સેનેટમાં બહુમતી જાળવી રાખવી પડશે તેથી હવે ટ્રમ્પ ભેરવાઈ પડયા છે અને ગણતરી ખોટી પડી રહી છે તેથી તેઓએ પીછેહટ કરવામાં શાણપણ દાખવ્યું છે પણ ત્યાં સુધીમાં વિશ્વભરમાં અરબો ડોલરનું નુકશાન કરી ચુક્યા છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Oman Ship Attack: હોર્મુઝમાં ફરી વાણિજ્યિક જહાજ નિશાન પર, ઓમાન નજીક હુમલામાં ભારતીય નાવિકનું મોત
  • September 24, 2026

Oman Ship Attack: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઓમાનના મુસંદમ તટ નજીક વાણિજ્યિક જહાજ MV Cape Dao પર બુધવાર, 23 સપ્ટેમ્બરે થયેલા હુમલામાં ઉત્તર પ્રદેશના દેવરિયા નિવાસી ભારતીય નાવિક…

Continue reading
Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ
  • September 17, 2026

Russia Sanctions Bill 2026: અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 16 સપ્ટેમ્બર, બુધવારે રશિયા સામે આર્થિક દબાણ વધારતા મહત્વપૂર્ણ બિલને મંજૂરી આપી છે. ‘Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jetpar Farmers Protest: જેતપરમાં ખેડૂતોનો હલ્લાબોલ, MRC નોટિસ સામે આખું ગામ કલેક્ટર કચેરીએ કેમ પહોંચ્યું?

  • September 26, 2026
  • 1 views
Jetpar Farmers Protest: જેતપરમાં ખેડૂતોનો હલ્લાબોલ, MRC નોટિસ સામે આખું ગામ કલેક્ટર કચેરીએ કેમ પહોંચ્યું?

Dholka Chemical Water Pollution: ધોળકામાં 34 દિવસથી આંદોલન છતાં કેમિકલયુક્ત પાણી બંધ કેમ નહીં થયું? તંત્ર સામે મોટો સવાલ

  • September 26, 2026
  • 3 views
Dholka Chemical Water Pollution: ધોળકામાં 34 દિવસથી આંદોલન છતાં કેમિકલયુક્ત પાણી બંધ કેમ નહીં થયું? તંત્ર સામે મોટો સવાલ

Ahmedabad Heavy Vehicle Accidents: અમદાવાદમાં ભારે વાહનોનો કહેર, 5 વર્ષમાં 521 અકસ્માતોમાં 270 લોકોના મોત

  • September 26, 2026
  • 4 views
Ahmedabad Heavy Vehicle Accidents: અમદાવાદમાં ભારે વાહનોનો કહેર, 5 વર્ષમાં 521 અકસ્માતોમાં 270 લોકોના મોત

Bardoli RTO License Without Test: બારડોલી RTOમાં ડ્રાઇવિંગ લાયસન્સના કથિત સેટિંગનો ઓડિયો વાયરલ

  • September 26, 2026
  • 5 views
Bardoli RTO License Without Test: બારડોલી RTOમાં ડ્રાઇવિંગ લાયસન્સના કથિત સેટિંગનો ઓડિયો વાયરલ

Sonam Wangchuk Ladakh: લદ્દાખમાં દમનના આરોપો વચ્ચે સોનમ વાંગચુકનું મોટું નિવેદન, ‘ચીન પણ તિબેટમાં આવું નથી કરી રહ્યું’

  • September 26, 2026
  • 7 views
Sonam Wangchuk Ladakh: લદ્દાખમાં દમનના આરોપો વચ્ચે સોનમ વાંગચુકનું મોટું નિવેદન, ‘ચીન પણ તિબેટમાં આવું નથી કરી રહ્યું’

Uttarakhand SIR: ઉત્તરાખંડ SIRમાં 95 હજારથી વધુ મતદારો અપાત્ર, 1.73 લાખ ફોર્મ 7 અરજીઓથી પ્રક્રિયા પર સવાલ

  • September 26, 2026
  • 7 views
Uttarakhand SIR: ઉત્તરાખંડ SIRમાં 95 હજારથી વધુ મતદારો અપાત્ર, 1.73 લાખ ફોર્મ 7 અરજીઓથી પ્રક્રિયા પર સવાલ