
Indian Word Ban:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર એવો નિર્ણય લીધો છે કે જેનાથી ભારતીય સમુદાયમાં ભારે ચર્ચા ઉઠવા પામી છે, કારણકે વાત ‘ઈન્ડિયન’ શબ્દ ઉપર પ્રતિબંધની છે.
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં હવે ‘ઈન્ડિયન’ શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
જોકે,આ વાત ભારતીયો માટે ચોક્કસ ચોંકાવનારી છે પણ હકીકતમાં ડોનાલ્ડ ટ્રમ્પની આ ટિપ્પણી ભારતમાં રહેતા કે અમેરિકામાં રહેતા મૂળ ભારતીયો માટે નહીં પરંતુ મૂળ અમેરિકનો માટે છે કે જેઓ પ્રદેશમાં રહે છે ત્યાં કોલંબસ સમયથી તેઓને આપવામાં આવેલું ‘ઇન્ડિયન’ નામ વર્ષોથી ચાલ્યું આવે છે .
■આપને જણાવી દઈએ કે આખરે મામલો શુ છે?
આ વાત ૧૪૯૨ની છે કે જ્યારે ક્રિસ્ટોફર કોલંબસ ભારતની શોધમાં દરિયાઈ માર્ગે નીકળ્યા હતા પરંતુ દરિયામાં દિશા બદલાઈ અને પશ્ચિમ તરફ પોતાનું જહાજ ચલાવ્યું જ્યાં કિનારો આવી જતા કોલંબસ અને તેમની ટીમને લાગ્યું કે તેઓ ભારતીય કિનારે પહોંચ્યા છે તેથી તેઓ ભારતનો ભાગ હોવાનું માની ત્યાં મળેલા સ્થાનિક લોકોને ભારતીય નામ આપી દીધું.પરંતુ જ્યારે પાછળથી ખબર પડી કે તેમણે અમેરિકન હદનો જ એક સંપૂર્ણપણે નવો ખંડ શોધી કાઢ્યો હતો કે તે ભારતનો કોઈ ભાગ ન હતો તે વાત સ્પષ્ટ થયા પછી પણ તે પ્રદેશમાં રહેતા આદીવાસીઓ ને કોલંબસે આપેલા ઇન્ડિયન નામ યથાવત રહ્યું અને આજ પર્યન્ત તે યથાવત રહ્યું અને સમય જતાં આ શબ્દ વસાહતી સંધિ તેમજ સરકારી નીતિઓ અને સદીઓ જૂની અમેરિકન શબ્દભંડોળમાં સમાવિષ્ટ થઈ ગયો હતો.
જોકે,હવે ઘણી મૂળ જાતિઓ માટે હવે “ભારતીય” શબ્દ વસાહતીકરણ અને ખોટી માહિતીની યાદ અપાવે છે.
આ જ કારણ છે કે તે એક અસ્વસ્થતા અને અપમાનજનક શબ્દ માનવામાં આવી રહયો છે,
છતાં લોકોએ તેનો ઉપયોગ ઓળખના સ્વરૂપ તરીકે કરવો પડી રહ્યો છે.
પણ હવે ટ્રમ્પ આ સદીઓ જૂની ભૂલ સુધારી તેઓને અમેરિકન તરીકે સંબોધન કરવા તેઓને ઇન્ડિયન કહેવા ઉપર રોક લગાવી છે.ઘણા અમેરિકન સંગઠનોએ અગાઉ પણ દલીલ કરતા આવ્યા છે કે “ભારતીય” શબ્દ જૂનો છે અને જાતિગત રીતે અસંવેદનશીલ છે.તેઓ દલીલ કરી હતી કે અહીંના પ્રદેશના લોકો માટે ખરેખર મૂળ અમેરિકન,સ્વદેશી અથવા અહીંના ચોક્કસ આદિવાસી જેવા શબ્દો યોગ્ય છે.જોકે, ટ્રમ્પે પણ “ભારતીય” શબ્દ ભારતમાં ભારતીયો માટે અનામત રાખવો જોઈએ તેવી દલીલ કરી અને મૂળ અમેરીકન આદિવાસીઓ માટે તેનો ઉપયોગ ન કરવો જોઈએ તેવી ચર્ચા અને સહમતી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પહેલી વાર નથી જ્યારે ટ્રમ્પ સ્વદેશી જૂથો સાથે સંકળાયેલા વિવાદમાં ફસાયા હોય. તેમના લાંબા સમયથી ચાલતા વિવાદોમાં ટીમના નામ, કેસિનો અધિકારો અને જાહેર ટિપ્પણીઓ પર મતભેદોનો સમાવેશ થાય છે. તેમણે વોશિંગ્ટન રેડસ્કિન્સ અને ક્લેવલેન્ડ ઇન્ડિયન્સ જેવી રમત ટીમોના નામ બદલવાનો પણ વિરોધ કર્યો હતો,અને દલીલ કરી હતી કે સ્વદેશી લોકો તેમના જૂના નામ પાછા ઇચ્છે છે.
1993 માં, ટ્રમ્પે કોંગ્રેસની સુનાવણીમાં પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું કેટલીક જાતિઓ શુ ખરેખર મૂળ અમેરિકન છે? ત્યારે તેમના આ નિવેદનની વ્યાપક ટીકા થઈ હતી.જોકે,હવે આ પ્રદેશમાં જૂની પરંપરાગત ઇન્ડિયન નામ હવે બાકાત કરી તેઓને ઇન્ડિયન કહેવા ઉપર પ્રતિબંધ લાગી ગયો છે જેની સાથે ભારત કે ભારતીય સમુદાયને કઈ લાગતું વળગતું નથી.
આ પણ વાંચો:
Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!







