
Indian youth missing in Russia: ભારતમાં બેરોજગાર વધતા આજના યુવકો સારા પગારવાળી નોકરીની શોધમાં મોટા સપના લઈ વિદેશ તરફ જઈ રહયા છે પણ હવે બદલાયેલી સ્થિતિમાં ત્યાં જતા યુવકો ફસાઈ રહયા છે અને તેઓનું કાંતો મોત થઈ જાય છે કાંતો જેલમાં જઈ રહયા છે.આ વાત હાલમાં ચાલી રહેલા યુક્રેન રશિયા વોરની સ્થિતિની છે અને રશિયામાં એજન્ટો મોટી રકમ આપવાની લાલચ આપી નાની વયના ભારતીય યુવકોને રશિયન સેનામાં ભરતી કરી રહયા છે જ્યાં તેઓને પૈસા તો મળવાની વાત તો દૂર પણ જીવન મરણનો સવાલ બની જાય છે આવાજ પ્રકારના વધુ એક કિસ્સામાં હરિયાણાનો આશાસ્પદ 21 વર્ષીય અનુજ નામનો યુવક સ્ટડી વીઝા પર રશિયાતો ગયો પણ એક એજન્ટે તેને 52 લાખ રૂપિયા આપવાની લાલચ આપી તેને વાતોમાં ભોળવી અનુજને 10 દિવસની ટ્રેનિંગ આપ્યા બાદ યુક્રેન સામે યુદ્ધ કરવા માટે મેદાનમાં મોકલી દેતા તે હવે ગુમ થઈ ગયો છે તેનું શું થયુ તે અંગે કોઈ વાવડ નથી પરિણામે ભારતમાં વસતા યુવકના પરિવારજનોમાં ચિંતા પ્રસરી ગઈ છે.
પરિવારજનો કહી રહ્યા છે કે,ગત. 13 ઓક્ટોબર પછી તેની સાથે કોઈ વાત થઈ નથી અને તે ક્યાં છે કઈ હાલતમાં છે તેનો કોઈ પત્તો નથી,અનુજના પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું છે અને હવે પરિવાર અનુજને પરત લાવવા માટે સરકાર પાસે મદદ માંગી રહયા છે.
વિગતો મુજબ અનુજ ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબજ નબળી છે અને પોતાના ઘરની સ્થિતિ સુધરે તે માટે સારા પગાર વાળી જોબ અહીં નહિ મળતા તે જેમતેમ કરી ઉછી ઉધારના પૈસા લઈ કુલ 6 લાખ રૂપિયા આપીને રશિયા પહોંચ્યો હતો જ્યાં તેને એક જીમમાં નોકરી પણ મળી ગઈ હતી.
દરમિયાન ત્યાં આવતા એક એજન્ટે અનુજ સહિતના યુવકોને ઊંચો પગાર મળશે તેવી લાલચ આપી રશિયાની આર્મીમાં સામેલ થવા સમજાવ્યા હતા, જેમાંથી ઘણાં આર્મીમાં સામેલ થયા પણ અનુજ અને અમુક તેની સાથેના યુવકોએ રશિયન આર્મીમાં જવાનો ઇન્કાર કરી દીધો હતો.
જોકે,થોડા દીવસો બાદ એજન્ટોએ ફરી અનુજ અને તેની સાથેના યુવકોને આર્મી જોઈન કરવા સમજાવ્યા હતા અને એજન્ટો દ્વારા આ વખતે 52 લાખ રૂપિયા આપવાની ઓકર કરી હતી અને આ રકમ ધીમે-ધીમે બેન્ક એકાઉન્ટમાં આવશે તેમ સમજાવતા બાદમાં અનુજ તેમની વાતોમાં આવી ગયો અને રશિયાની આર્મીમાં સામેલ થઈ ગયો.
તેને 10 દિવસની ટ્રેનિંગ આપવામાં આવી હતી અને બાદમાં યુદ્ધ મેદાને મોકલી દેવાયો હતો ત્યારબાદ પૈસાતો ન મળ્યા પણ માત્ર 21 વર્ષનો આ છોકરો અનેક અરમાનો સાથે ગૂમ થઈ ગયો છે ત્યારે તેના પરિવારજનો કલ્પાંત કરી રહયા છે કે અહીં સૂકો રોટલો ખાઇ લેત પણ છોકરાને દેશ બહાર ન મોલક્યો હોત તો સારું થાત.હાલતો સરકારને વિનંતી કરી રહ્યા છે કે તેમના વ્હાલસોયાની કોઈ ભાળ મળે તેવું કઈક કરો.
અનુજનો પરિવાર હાલ ખુબજ આઘાતમાં છે ત્યારે આવા અનેક ભારતીય યુવકો ગુમ થવાની ઘટનાઓ સામે આવી રહી છે જે ખુબજ ચિંતાનો વિષય છે.
આ પણ વાંચો:
Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!






