યુરોપિન દેશ મોન્ટેનેગ્રોનમાં પણ અંધાધૂધ ફાયરિંગ; 10 લોકોના મોત

  • World
  • January 2, 2025
  • 0 Comments

નવા વર્ષની ઉજવણી સાથે જ અમેરિકા અને યુરોપિયન દેશ મોન્ટેનેગ્રોના સેટિનજેમાં મસમોટા હુમલા થયા છે. આ હુમલાઓમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે.

યુરોપિયન દેશ મોન્ટેનેગ્રોના સેટિનજેમાં બુધવારે (પહેલી જાન્યુઆરી) ગોળીબારની ઘટનામાં બે બાળકો સહિત 10 લોકોના મૃત્યુ થયા છે. આ હુમલામાં અન્ય ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. પોલીસે ફાયરિંગ કરનાર આરોપીની ઓળખ 45 વર્ષીય એકો માર્ટિનોવિચ તરીકે કરી છે, હાલમાં આરોપી ફરાર છે.

આરોપીને પકડવા પોલીસ એક્શન મોડમાં

પોલીસના જણાવ્યાનુસાર, એકો માર્ટિનોવિકે સેટિનજેમાં ગોળીબાર કર્યો હતો. જેમાં બાર માલિક, તેના બાળકો અને આરોપીના કેટલાક સંબંધીઓ માર્યા ગયા હતા. ગોળીબાર પછી આરોપી ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. પોલીસે આરોપીને પકડવા માટે સ્પેશિયલ ફોર્સ તૈયાર કરી છે.

મોન્ટેનેગ્રિનના પ્રધાનમંત્રી મિલોજકો સ્પાજિકે ઈજાગ્રસ્તની સ્થિતિ જાણવા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દુ:ખદ ઘટનાને ધ્યાનમાં રાખીને ત્રણ દિવસના શોકની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, ‘ઘટનાએ સમગ્ર દેશને આંચકો આપ્યો છે.’ આ ઉપરાંત મોન્ટેનેગ્રિનના પ્રમુખ જેકોવ મિલાટોવિચે પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. ઉલ્લેખનીય છે કે, આરોપી હજુ સુધી પોલીસના હાથે ઝડપાયો નથી. ફાયરિંગની ઘટના બાદ તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

Related Posts

China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?
  • June 17, 2026

China Industrial Subsidy: દાયકાઓ સુધી ભારતને આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ દ્વારા એ પાઠ ભણાવવામાં આવ્યો છે કે સરકારી તિજોરી પર બોજ ઘટાડો, સબસિડીનું તર્કસંગતકરણ કરો અને મુક્ત બજારની તાકાત પર ભરોસો…

Continue reading
Liberal World Order Crisis: લિબરલ વર્લ્ડ ઓર્ડરના પતનની પાછળની અસલી કહાની
  • June 15, 2026

Liberal World Order Crisis: લિબરલ વર્લ્ડ ઓર્ડર કે જેને આપણે આધુનિક સંસ્કારી દુનિયાનો પાયો માની રહ્યા હતા, તે આજે પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ રહ્યું છે. આ નિષ્ફળતા માત્ર નીતિગત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

  • June 17, 2026
  • 3 views
Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

  • June 17, 2026
  • 9 views
China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

  • June 17, 2026
  • 10 views
Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ

  • June 17, 2026
  • 10 views
NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ

UPSC Prelims 2026 માં મોટો વિવાદ, ૮૨ સવાલ કોચિંગ મટિરિયલમાંથી મળતા હોવાનો NSUI નો આરોપ

  • June 17, 2026
  • 8 views
UPSC Prelims 2026 માં મોટો વિવાદ, ૮૨ સવાલ કોચિંગ મટિરિયલમાંથી મળતા હોવાનો NSUI નો આરોપ

Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!

  • June 17, 2026
  • 24 views
Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!